Skip to main content

રંગભરી હોળી...

હું ભરી આવું રંગની મુઠ્ઠી, તું લઈ આવજે કોરુ મન,
કેસુડાના ફુલહું ભરી આવું રંગની મુઠ્ઠી, તું લઈ આવજે કોરુ મન, કેસુડાના ફુલની સાખે,વગડો બનશે વૃંદાવન...!!! 

Wish u all readers a very Happy Holi😊

હોળી એટલે રંગોનો તહેવાર..દરેક રંગ નું આપના જીવનમાં અનેરું મહત્વ છે. સફેદ રંગ માં બધા રંગો સમાયેલા છે. અને બ્લેક કલર ડીપ કલર છે. એટલે જ મને બ્લેક અને વ્હાઇટ કલર ખૂબ જ ગમે કારણકે આ બંને કલરમાં બધા રંગો સમાયેલા છે.

હોળી નું અનેરું જ મહત્વ છે. એમ કહેવાય છે કે હોળી તપીને શિયાળો જાય,મતલબ કે હોળી પછી શિયાળો માનપૂર્વક વિદાય લે છે અને ઉનાળા ની શરૂઆત થાય છે. વેલ મને એવું લાગે છે કે કોઈ પ્રત્યે છૂપો ગુસ્સો હોય,ખીજ હોય,ચીડ હોય તો આ દિવસ પરફેક્ટ ડે છે એ ગુસ્સાના ઉભરાને બહાર કાઢવાનો!!!! હા, મોટાભાગના લોકો 12 વાગ્યા ની આસપાસ એકબીજા ને રંગો થઈ ભરવા નીકળી પડે છે. બાળકો તો નિર્દોષ રીતે પિચકારી અને કલર થઈ રમે છે, પરંતુ કપલ્સ ને કૉલેજીયન્સ પોતાના મિત્રો,રિલેટિવસ ની હોળી તો અલગ જ!! 12 વાગ્યા ની આસપાસ ફૂલ તૈયારી સાથે કલર,શાહી,પાકા કલર,તથા બીજા પણ અન્ય સામગ્રી લઈને નીકળી પડે છે અને બીજા ફ્રેન્ડ કે રિલેટિવને ત્યાં હલ્લો બોલાવે છે. ઘણી વખત પાણીનો મારો પણ ચલાવાય છે!!!હળવો ગુસ્સો હોય તો ખૂબ કલર અને ખૂબ પાણીથી એ ગુસ્સો ઉતરે છે!!😊

રંગબેરંગી ચહેરા ખરેખર બહુ જ ફની લાગે છે. અને પછી સેલ્ફી ટાઈમ!! બસ પછી સોશ્યિલ મીડિયા માં અપલોડ!!આ બધું હવે એકનું એક લાગે…..જિંદગીમાં બધું માણી લેવું જોઈએ જેથી કોઈ અફસોસ ના રહે! મેં પણ આ બોરિંગ ઘરેડ ટાઇપની ધુળેટી માણી છે એક વાર ગમે બસ…હું એવું માનુ છું કે જો રંગોમાં રંગવું અને રંગાવું ગમતું હોય તો હોળી માણી લેવી જોઈએ.આફ્ટર ઓલ વર્ષ માં એક જ વાર આવે છે ને!!! 

હોળી રંગો નો તહેવાર છે અને પ્રેમ ની અભિવ્યક્તિ નો પણ દિવસ છે. ગમતી વ્યક્તિ દ્વારા રંગાઈ જવાની મજા જ અલગ હોય છે!! એક સ્ત્રીને જયારે પોતાનો પ્રિયતમ રંગ લગાવે ત્યારે રંગ વગર પણ શરમ રૂપી ગુલાબી રંગ વડે રંગાઈ જાય છે!!વ્હાલ,પ્રેમ,લાગણીના રંગો અતિસુંદર હોય છે.હું લાઈફમાં થોડી સ્વાર્થી છું. મને કોઈપણ રિલેશન હમેશા,લાઇફ લોન્ગ જોઈતો હોય છે.પછી એ મારી ફ્રેન્ડ હોય કે રિલેટિવસ. લાગણીનો સંબંધ કાયમી હોવો જોઈએ. સેન્સેક્સ ના ગ્રાફ ની જેમ ફલકચૂએસન ચાલે પણ ફોરએવર..લાગણીના રંગો ક્યારેય ઝાંખા ના પડવા જોઈએ. હોળી નો તહેવાર વૃંદાવન માં ધામધૂમપૂર્વક ઉજવાય છે,ત્યાં હોળી ના 8 દિવસ પહેલા થઈ જ આ મહોસ્તવની તૈયારી થવા લાગે છે.રાધાકૃષ્ણ ની યાદ માં આ મહોત્સવ લોકો અનેરા ઉત્સાહથી ઉજવે છે.મેં ક્યાંક વાંચ્યું હતું કે કોઈને રંગવા હોય તો મન ના સારા વિચારોથી રંગી દો, અને તેના વિચારો થી સ્વયં ને રંગી લો,કેમકે કૃત્રિમ હોળી તમારૂ રૂપ બદલી શકે છે,મન નહિ!! રંગો ના આ તહેવાર પર જે સંબંધો વણસી ગયા હોય તેનેપાન સુધારી શકાય! હમણા વ્હોટ્સએપ પર પેલા બાળક નો વીડિયો હતો કે એક બાળક ને લીધે વણસેલા સંબંધો ફરી તરોતાજા બની રહે છે.!!

So enjoy Holi, બુરા મત માનો હોલી હૈ!!!😊


Comments

Popular posts from this blog

 
 Today i watched A gujju movie LAGAN LAGI RE .          Amazing movie.. but one thing i still dont get it that are coincidences give us some signs?? Do universe give us some signs ? Many times the universe  trying to give some hints but we interpret it according to our thoughts.         Sometimes co incidences are just happen randomly but we take it seriously.          Just small thought erase ur worries"Go with the flow". 

આજનો રવિવાર..

          દરેક દિવસ આપણી લાઈફમાં એક અલગ યાદ મૂકીને જતો હોય છે. આજનો દિવસ પણ કંઈક એવી જ રીતે મારે માટે યાદગાર રહ્યો.         સામાન્ય દિવાસની  જેમ આજે પણ હું શાંતિથી મારી મમ્મી એ સોંપેલ કામ,શાકભાજી લેવાનું કામ માટે ઘર ની બહાર ગઈ.  થોડે દુર  જ શાક વાળા ભાઈ હોય છે. તો આજે એક ગલીમાં ગઈ હજુ શાંતિ થઈ જતીહતી ત્યાં એક કૂતરું રસ્તા માં આવ્યું અને મને  બટકું ભરવાની ટ્રાય કરી. મારા પોતાના પુણ્ય કે મારા વેલ વિશેર ની દુઆ થી મેં સદનસીબે આજે ફૂલ સ્લીવ નું ટોપ પહેર્યું હતું,  એથી હું બચી ગઈ, જસ્ટટોપ જ ખરાબ થઇ ગયું, બાકી જો મેં સ્લીવ લેસ ટોપ પહેર્યું હોત તો આજે અત્યારે હાલ માં હુ હોસ્પિટલ માં ઈન્જેકશન લાઇ રહી હોત!!! આને શુ કહેવું?!? કદાચ હું માનું કે ના માનુ પણ આ કદાચ એક ચમત્કાર જ કહી શકાય. બાકી આજે હું સ્લીવ લેસ જ ટોપ પહેરવાની હતી,પણ અંત સમયે એ વિચાર મુક્યો અને  બીજું ટોપ પહેર્યું.જો ફુલ સ્લીવ ટોપ ના પહેર્યું હોત તો  આજે જખમી હોત!! કારણકે કુતરા એ મારું ટોપ ખરાબ રીતે ફાડી નાખ્યું હતું. એના તિક્ષ્ણ દાંત નો શિકાર હું નહિ, ...