Skip to main content

ભ્રમ

         આજે  એક વાત બની. એક વ્યક્તિ વિશે મારા મનમાં બહુ  જ સારા વ્યક્તિ  તરીકે ની છાપ હતી. મતલબ બહુ ધાર્મિક અને ખૂબ ઓછું બોલવું અને ખાસ કરીને  છોકરીઓ સાથે. મે એ વ્યક્તિ ને  ઓછો બોલતો જોયો હતો. આજે એ જ વ્યક્તિ વિશે જાણવા મળ્યું કે એ વ્યક્તિ તો બહુ ચાલુ નીકળ્યો. મતલબ એક થી વધુ તો તેની ગર્લ ફ્રેન્ડ છે. !!! જે ક્યારેક કોઈ એક છોકરી નો નથી થયો એને એવી છોકરી જોઈએ જે ફક્ત એની જ હોય!! વાહ શું જોક છે!!  રોજ નિતનવા કપડાં પહેરવા, ગોગલ્સ પહેરીને સ્ટાઈલ મારવી, હેર સ્ટાઇલ, પરફ્યુમ, ડીઓ, બાઈક, અને ગર્લ્સ ને લગતી વસ્તુઓ નો જ બિઝનેસ એટલે અનેક છોકરીઓ સાથે વાર્તાલાપ, પ્રેમ સંવાદ થઈ શકે..  ટુંકમાં  એક એવી ઈમેજ ક્રિયેટ કરવાની કે છોકરીઓ એમ જ સમજે કે વાહ શું સુશીલ અને સંસ્કારી  છોકરો છે!! છોકરીઓ સામેથી તેની પાસે જાય અને તેને ફ્રેંડશીપ માટે પૂછે અને જો જરા પણ કંઈ ખતરો દેખાય એટલે એમ કહેવાનું તે મને મેસેજ કર્યો હતો,મે નહિ. અને હકીકત તો કઈક અલગ જ હોય!! દર  શનિ - રવિવારે  અને સમય મળે ત્યારે ગર્લ ફ્રેન્ડ્સ ને મળવું,  તેને  મેસેજ કરવા, ફોન પર  મોડે સુધી વાતો કરવી, પોતાનો નંબર શેર કરવો બસ  આ બધી જ વાતો એક ચાલુ વ્યક્તિ ને ચાલુ સાબિત કરવા કાફી છે.

   મને હજી એ નથી સમજાતું માણસો આટલી ગર્લફ્રેન્ડસ્ રાખે એનો મતલબ શું?  મારી ફ્રેન્ડ  એ મને કહ્યું કે આ તો આજનો  ટ્રેન્ડ છે. મોટાભાગના છોકરાઓ 3 4 ગર્લફ્રેન્ડસ્ રાખે જ છે. હા, એક થી તો મન ભરાઈ  જ નહિ ને!! આવા ની નજર સારી છોકરી ને ગોતતી હોય!! સારી છોકરી દેખાય કે પટાવવાનું શરૂ કરી દે. આમ પણ તેઓ બગલા જેવા જ  ઠગભગત  હોય છે. આમ દેખાય ધાર્મિક અને મનમાં રાવણ ની જેમ ....

      કદાચ હવે ધીરે ધીરે ભયંકર કળિયુગ ની શરૂઆત થઈ રહી છે. લોકો ને શરીર અને પૈસા નો મોહ, પોતાનું અભિમાન,ખૂબ અગત્યનું છે. લોકો ની લાગણીઓ સાથે રમવું   એ તો તેમના માટે રમતવાત છે.  આ ખાલી છોકરાઓ પૂરતું નથી, હા છોકરાઓ આ વધુ કરે છે, પરંતુ હવે ધીમે ધીમે છોકરીઓ પણ ચાલુ મતલબ કે એક કરતાં વધુ બોયફ્રેન્ડસ્ રાખતી થઈ છે. પોતાના મોજ શોખ પૂર્ણ કરવા માટે છોકરીઓ અનેક બોયફ્રેન્ડ રાખતી હોય. 15 થી 25 સુધી ના  સમયગાળામાં છોકરીઓ અનેક બોયફ્રેન્ડ બનાવતી હોય અને પછી મોજ મજા કર્યા બાદ એક અમીરઝાદા સાથે પરણી ને સેટ થઈ જાય. પાછું ત્યાં પણ પોતાની જ મનમાની ચલાવતી હોય!  છોકરો  જ એવો પસંદ કરે બકરાં જેવો જે એની હા માં હા  જ પાડે.
 
      છોકરાઓ તો 15 થી લઈને જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી અને કદાચ તે પછી પોતાની રંગરેલિયા ચાલુ જ રાખતા હોય. એમ કેહવાય કે mens are dogs. એક ઉંમર પછી તેઓ આમ થી તેમ છોકરીઓને જોઈને ડાફોળિયાં જ મારતા હોય, છોકરીઓને જોઈને તેમના મો માંથી લાળ ટપકતી હોય!!!
 
      શું આ  ગામના  રણબીર કપૂર(અનેક  ગર્લ ફ્રેન્ડસ્  હોય તે) ને  એક જ પત્ની કે એક જ ગર્લ  ફ્રેન્ડ બનાવવાનું મન નહિ થતું હોય?  મારા ખ્યાલથી ગામમાં 90 %લોકો પોતાને રણબીર કપૂર જ માનતા હોય છે અને તેમને એક થી વધુ છોકરીઓ સાથે અફેર હોય છે!! મને તો શાહિદ કપૂર ગમે જે  પોતાની પત્ની સાથે જ ખુશ હોય!! જેના અનેક   અફેર નથી હોતા, જેઓ  કવોન્ટીટી નહિ ક્વોલિટી ને મહત્વ આપે છે. શું આવા લોકો બસ વાસના ના ભૂખ્યા કે  એટલા નવરા હોતા હશે કે છોકરીઓ પાછળ ટાઇમપાસ કરે? શું આવા ઓ ને પોતાની પત્ની અને બાળકો નું એક ફેમિલી બનાવવાનું મન નહિ થતું હોય? શું મોજ મજા એ જ એના જીવનનો ધ્યેય હોતો હશે?? મારે આટલી ગર્લ ફ્રન્ડ્સ છે, આખા ગામ ની છોકરીઓ મારા પર મરે છે, મને છોકરીઓના ખૂબ કોલ્સ  અને મેસેજ આવતા હોય, "હું  હું હું... " આટલું અભિમાન લઈને ક્યા જશે?

Comments

Popular posts from this blog

 
 Today i watched A gujju movie LAGAN LAGI RE .          Amazing movie.. but one thing i still dont get it that are coincidences give us some signs?? Do universe give us some signs ? Many times the universe  trying to give some hints but we interpret it according to our thoughts.         Sometimes co incidences are just happen randomly but we take it seriously.          Just small thought erase ur worries"Go with the flow". 

આજનો રવિવાર..

          દરેક દિવસ આપણી લાઈફમાં એક અલગ યાદ મૂકીને જતો હોય છે. આજનો દિવસ પણ કંઈક એવી જ રીતે મારે માટે યાદગાર રહ્યો.         સામાન્ય દિવાસની  જેમ આજે પણ હું શાંતિથી મારી મમ્મી એ સોંપેલ કામ,શાકભાજી લેવાનું કામ માટે ઘર ની બહાર ગઈ.  થોડે દુર  જ શાક વાળા ભાઈ હોય છે. તો આજે એક ગલીમાં ગઈ હજુ શાંતિ થઈ જતીહતી ત્યાં એક કૂતરું રસ્તા માં આવ્યું અને મને  બટકું ભરવાની ટ્રાય કરી. મારા પોતાના પુણ્ય કે મારા વેલ વિશેર ની દુઆ થી મેં સદનસીબે આજે ફૂલ સ્લીવ નું ટોપ પહેર્યું હતું,  એથી હું બચી ગઈ, જસ્ટટોપ જ ખરાબ થઇ ગયું, બાકી જો મેં સ્લીવ લેસ ટોપ પહેર્યું હોત તો આજે અત્યારે હાલ માં હુ હોસ્પિટલ માં ઈન્જેકશન લાઇ રહી હોત!!! આને શુ કહેવું?!? કદાચ હું માનું કે ના માનુ પણ આ કદાચ એક ચમત્કાર જ કહી શકાય. બાકી આજે હું સ્લીવ લેસ જ ટોપ પહેરવાની હતી,પણ અંત સમયે એ વિચાર મુક્યો અને  બીજું ટોપ પહેર્યું.જો ફુલ સ્લીવ ટોપ ના પહેર્યું હોત તો  આજે જખમી હોત!! કારણકે કુતરા એ મારું ટોપ ખરાબ રીતે ફાડી નાખ્યું હતું. એના તિક્ષ્ણ દાંત નો શિકાર હું નહિ, ...