શ્રદ્ધા ડેવિલ અને શ્રધ્ધા નવરાત્રીના ફંક્શનમાં બંને ભેગા થઇ ગયા. છ ફૂટનો ઊંચો ડેવિલ, કસાયેલું શરીર, હસમુખો ચહેરો, પાણીદાર આંખો, કોઈ પણ સાથે ભળી જાય એવો સ્વભાવ ,તેના આ પ્રભાવશાળી વ્યક્તિત્વ થઈ શ્રદ્ધા તરત જ આકર્ષાય ગઈ. સામે પક્ષે 5 ફૂટની હાઈટ, સુંદર સ્મિત, હસમુખો સ્વભાવ, કમનીય કાયા એક યુવાનને આકર્ષવા માટે પૂરતા હતા. બંને એક બીજા પ્રત્યે આકર્ષાયા હતા. કોમન ફ્રેન્ડસની મદદથઈ બંને વચ્ચે વાત થયી, નંબરોની આપ-લે કરી રાસ રમી બંને છુટા પડ્યા. મોબાઈલ નંબરની આપ-લે કરી હોવાથી બંને હવે એક બીજાને મેસેજ કરીને મળવા મંડ્યા. બાગ-બગીચા, રેસ્ટોરન્ટ માં મુલાકાતો થવા લાગી. બંને એ એક બીજા વિશે ઘણું જાણી લીધું. બંને પાત્રોને એક બીજામાં ભાવિ લાઈફ પાર્ટનર ની અનુભૂતિ થવા લાગી. રાતના મોડે સુધી જાગીને ભવિષ્યના સપના જોવા લાગ્યા. એક વાર એક મિત્રના ગેસ્ટ હાઉસમાં બંને એ લક્ષ્મણ રેખા ઓળંગી લીધી. બંને એક બીજાને બેહદ ચાહતા હતા. એક વાર નો સાથ હવે બંને ને ગમવા લાગ્યો. હવે બંને એ રીતે બહાર ચોરી છુપીથી મળવા લાગ્યા. એક વાર ડેવિલ ની બાહોમાં સુતેલી શ્રદ્ધા ...
This is my blog where i share my thoughts..