Skip to main content

નિરોધ

નિરોધ 

        અવની અને મૌલિક એક જ કોલેજ માં, પ્રથમ વર્ષમાં સાથે ભણતા હતા,એક બીજાને ખૂબ પ્રેમ કરતા.યૌવનના ઉન્માદમાં એક વખત બંનેએ તમામ સરહદો પાર કરી લીધી. એક વાર ની મજા અનેક વાર ની મોજ બની ગઈ. અવની ઘણી વાર મૌલિક ને કહેતી, મને આ નિરોધ વગરનું નથી ગમતું, મને બીક લાગે છે. મૌલિક હમેશ ની જેમ કહેતો, મને આ નિરોધ-અવરોધ સાથે નથી ગમતું, પછી લાડ લડાવતા બોલતો, જાનેમન, રોમાન્સ સમયે મને કોઈ જ અવરોધ ન ગમે. થોડા સમય પછી એક દિવસ સવારે અવની ને ઉલ્ટી થવા લાગી, અવનીને પેટમાં દુખાવો થવો લાગ્યો, તેના પીરિયડ્સ મિસ થઈ ગયા, આખરે યૌવન ની મજા એ અસર દેખાડી!! અવની એ ગભરાતા મૌલિક ને કહ્યું, મૌલિકે નફ્ફટ જવાબ આપ્યો, "એ વાત ની શુ ખાતરી કે આ બાળક મારુ જ છે? તું મારી સાથે આવતી એમ બીજા ની સાથે પણ મોજ માણતી હોઈશ!!!" અવની પર આભ તૂટી પડ્યું. દિલ તૂટે છે ત્યારે કોઈ અવાજ નથી થતો. બસ આંખ માં આંસુ બની ને વહી જાય છે. મૌલિકે ઓછું હોય તેમ સંભળાવ્યું, આ લે, રૂપિયા, નિકાલ કરવી આવજે. એક છોકરી જ્યારે કોઈ છોકરાને પ્રેમ કરેછે , તેના પર વિશ્વાસ રાખીને સર્વસ્વ અર્પણ કરે છે અને બદલામાં તેને અપમાન મળે છે, ત્યારે કદાચ સમય જ એ અપમાનનો બદલો એ છે અને સમય જ આ મલમ બને છે. અવની એ 'નિકાલ 'કરાવી લીધો. ખૂબ રડ્યા પછી તેને ખુદ પર નફરત થયી. અને પોતાનું સમગ્ર ધ્યાન ભણવામાં પરોવી દીધું. જ્યારે મૌલિક માટે યુવાની એ મોજ મસ્તી માણવાની ઉમર બની રહી. કોલેજ લાઈફ માં અવની બાદ અનેક છોકરીઓ સાથે ફ્લર્ટ કરવું, મોજ મસ્તી કરવી, એ જ તેનો ઉદેશ હતો. અનેક છોકરીઓ સાથે ફરીને, મોજ મસ્તી માણી ને યુવાની એમ જ જતી રહી. ભણવામાં ધ્યાન આપ્યું નહતું પરિણામે 40 વર્ષે પણ આછી-પાતળી નોકરી કરીને ગુજારો થતો રહેતો.40 વર્ષે પણ સિંગલ લાઈફ ખુશી થી માણતો હતો!! પરિવારમાં એક માં હતી, જે કશું જકહેતી નહતી, અને એક પિતા હતા જેનું કશું જ ચાલતું નહતું. થોડા દિવસોથી તબિયત ખરાબ રહેવા લાગી. ડોકટરે રિપોર્ટ્સ કરાવ્યા, કંઈ ખાસ ન પકડાયું. ડોકટરે તેના મેરિટલ સ્ટેટ્સ વિશે પૂછ્યું. તેણે સિંગલ કહ્યું. ડોકટરે કહ્યું," ઓહો 40 વર્ષે પણ સિંગલ!" ઠીક છે એક હજી ટેસ્ટ કરવી લો. મૌલિક લેબ માં ટેસ્ટ કરાવીને ડોકટર પાસે ગયો. ડોક્ટર રિપોર્ટ જોતા જ સમજી ગયા. તેણે કહ્યું, ભાઈ તમને એઇડ્સ છે, તમે 40 વર્ષે પણ સિંગલ છો એ સાંભળતા જ સમજી ગયો. મૌલિક માથે તો આભ તૂટી પડ્યું. યુવાની ની મોજ મસ્તી હવે જિંદગીની સજા સાબિત થઈ રહી. અવની એક દિવસ એક ચેરિટી શો માં પોતાની વ્હાલી દીકરી અને પતિ સાથે ગઈ હતી, અચાનક એક જાણીતો ચહેરો નજરે પડ્યો. એઇડ્સ ના દર્દીઓ માટે આ ચેરિટી શો યોજાયો હતો.પોતાની દીકરી સાથે તે દૂરથી જ તે જાણીતા ચહેરાને જોઈ રહી, તેણે ડોકટર ને પૂછ્યું, ડોકટરે કહ્યું કે અહીં બધા એઇડ્સ ના દર્દીઓ છે. મોત તેમનાથી થોડું જ દૂર છે. અવની મૌલિકની પાસે ગઈ અને કઈ જ બોલ્યા વગર ચૂપચાપ જોઈ રહી. મૌલિક ફિકુ હસ્યો. કાશ , એ દિવસે તને અપનાવી લીધી હોત તો આપણી પણ આવી જ વહાલી દીકરી કે દીકરો હોત, સુખી કુટુંબ હોત, મારો પરિવાર હોત, મારો પ્રેમ હોત!!! "બધા સાથે નિરોધ વગર મજા માણી હવે એ જ 'નિરોધ' વગર મારો 'નિકાલ' થઈ જશે!!"

Comments

Popular posts from this blog

Duvidha..

                સુંદર રાત્રિ છે. આજે એક સિરીયલ માં એક છોકરો મસ્ત ડાયલોગ બોલે છે, તેના જીવનમાં અનેક ખૂબસૂરત છોકરીઓ આવી હોય છે, પરંતુ એક જાતની માસૂમિયત કહી શકાય  એ માસૂમિયત માત્ર તેને એક જ છોકરી માં દેખાય છે. તેની એ માસૂમિયત તેને ખૂબ જ આકર્ષિત કરે છે.          એ સીન જોઈને એક જ પ્રશ્ન થાય કે શું કોઈ છોકરા ને મારી, મારા ચહેરા પર ની માસૂમિયત નજરે પડે?? શું કોઈ એવું મળશે કે જે ચહેરા પર ની માસૂમિયત, ભોળપણ, સત્યપ્રિયતા, સાદગી જેવા ગુણ જોઈ શકે?  2024 ના  સમયમાં  ટાઇમપાસ કરવાવાળા અનેક  કપલ ને જોઇને એક જ પ્રશ્ન થાય કે અનેક ખરાબ લુક વાળી છોકરીઓને સારા સારા છોકરા મળી શકે તો મારા માં શું ખામી છે!!?????   અરે કેટલાય કપલ જોઈને એમ થાય કે વાહ, શું  છોકરો છે અને શું ભંગાર એની લાઇફ પાર્ટનર છે!  ઘણીવાર એથી ઉલટું પણ હોય!! મને ઘણી વાર એમ થાય કે જો આ  જ છોકરો મારી સાથે હોય તો  મારી જોડી કેટલી ફાઈન લાગે!?! પણ ના,  ભગવાનજી ને એ ગમતું જ નથી કે મારો કોઈ સારો બોયફ્રેન્ડ હોય!😜 મારા કેસ માં તો ભગવાન પણ મારા પ્રત્યે પઝેસિવ છે 😜😜!         આમ પણ  જે ઘણા પ્રયત્નો કર્યા બાદ મળતું હોય તેની કદર થાય, બાકી  જે  સારા માણસો

Body shaming

         હમણાં એક છોકરો  જોવા ગઈ હતી.  છોકરા ને આમ બધું ઓકે લાગ્યું. પરંતુ બસ જરા હું પાતળી લાગી.  What rubbish!!!           નાનપણ થી જ હું પાતળી છું. પાતળી એટલે કૃતિ સેનોન, આલિયા ભટ્ટ, શ્રદ્ધા કપૂર જેવી કેટેગરી  વાળી. અરે લોકો તું કેટલી પાતળી છો, કેટલી પાતળી છો, કહીને મને એટલું ઇરિટેટ ફીલ કરાવે કે ખરેખર આ શબ્દ જ સાંભળવો ના ગમે!!        આજકાલ લોકો ખાસ કરીને બોયઝ ને જાડી છોકરીઓ ગમતી હોય છે. બોયઝ કદાચ લગ્ન બાબતે સ્વભાવ કે  વફાદારી ચેક નથી કરતા પરંતુ ફેસ, લુક, ફિગર ચેક કરે છે. શું આ જ રીતે છોકરી પસંદ કરતા હોય છે? તો એવા બોયઝ ને કહેવાનું મન થાય કે ભાઈ, તું જેવી ગોતે છે ને   તેવી છોકરી તો કેટલાય ની સાથે ફરી ને આવી હશે!! હા, આજકાલ લોકોને પોતાના રૂપ નું અને દેખાવ નું બહુ ઘમંડ હોય છે!!  અને એ જ રીતે છોકરાઓ છોકરીઓને અને છોકરીઓ છોકરાઓ ને પટાવતી હોય છે. સારી છોકરી કે છોકરો બિચારા ચૂપચાપ બેસી રહે એટલે લોકો તેને  તારા માં તો કંઈ છે જ નહિ એવું સમજી બેસે છે!! અને પાછા લોકો તેને અપમાન કરીને પૂછે, તારા માં છે શું? પછી ખબર પડે કે એ જે માનતા હતા કે કઈ નથી  એ જ  છોકરી કે છોકરો જિંદગીભર એક જ વ્યક્તિ સાથે ,

True relationship 💕