Skip to main content

શ્રદ્ધા

શ્રદ્ધા ડેવિલ અને શ્રધ્ધા નવરાત્રીના ફંક્શનમાં બંને ભેગા થઇ ગયા. છ ફૂટનો ઊંચો ડેવિલ, કસાયેલું શરીર, હસમુખો ચહેરો, પાણીદાર આંખો, કોઈ પણ સાથે ભળી જાય એવો સ્વભાવ ,તેના આ પ્રભાવશાળી વ્યક્તિત્વ થઈ શ્રદ્ધા તરત જ આકર્ષાય ગઈ. સામે પક્ષે 5 ફૂટની હાઈટ, સુંદર સ્મિત, હસમુખો સ્વભાવ, કમનીય કાયા એક યુવાનને આકર્ષવા માટે પૂરતા હતા. બંને એક બીજા પ્રત્યે આકર્ષાયા હતા. કોમન ફ્રેન્ડસની મદદથઈ બંને વચ્ચે વાત થયી, નંબરોની આપ-લે કરી રાસ રમી બંને છુટા પડ્યા. મોબાઈલ નંબરની આપ-લે કરી હોવાથી બંને હવે એક બીજાને મેસેજ કરીને મળવા મંડ્યા. બાગ-બગીચા, રેસ્ટોરન્ટ માં મુલાકાતો થવા લાગી. બંને એ એક બીજા વિશે ઘણું જાણી લીધું. બંને પાત્રોને એક બીજામાં ભાવિ લાઈફ પાર્ટનર ની અનુભૂતિ થવા લાગી. રાતના મોડે સુધી જાગીને ભવિષ્યના સપના જોવા લાગ્યા. 
       એક વાર એક મિત્રના ગેસ્ટ હાઉસમાં બંને એ લક્ષ્મણ રેખા ઓળંગી લીધી. બંને એક બીજાને બેહદ ચાહતા હતા. એક વાર નો સાથ હવે બંને ને ગમવા લાગ્યો. હવે બંને એ રીતે બહાર ચોરી છુપીથી મળવા લાગ્યા. એક વાર ડેવિલ ની બાહોમાં સુતેલી શ્રદ્ધા પ્રેમભરી વાતો કરી રહી હટી, ત્યારે અચાનક ડેવિલ તેને કહ્યું મને આમ મળવું નથી ગમતું, મારા ઘરમાં તારા વિશે બધા ને ખબર છે તો હવે ચલ પરણી જઈએ. શ્રદ્ધા એ બહુ પ્રેમ થી કહ્યું , મારે પણ મેરેજ કરવા જ છે, તમારી સાથે જ,બસ પપ્પા કહે છે કે ભાઈ નું કૈક નક્કી થાય પછી અમારા ભાઈ - બહેન ના લગ્ન સાથે જ કરાવવા છે. ડેવિલે પૂછ્યું ક્યારે તારો ભાઈ છોકરી જોશે અને ક્યારે આપણે લગ્ન કરશું???! 
       મને હવે આમ નથી મળવુ. ત્યારબાદ શ્રદ્ધા એ પ્રેમથી તેને મનાવી લીધો. એક દિવસ ડેવિલે શ્રદ્ધા ને સવારે કોલ કર્યો, અને કહ્યું કે આજે તને એક સરપ્રાઈઝ આપું. શ્રદ્ધા ડેવિલ ને મળવા નિયત જગ્યા એ પોહચી ગઈ. ડેવિલ કહે ચાલ હોવી હું તને આજે અલગ જગ્યા એ લાઇ જાઉ. ત્યારબાદ ડેવિલ શ્રદ્ધા ને કોર્ટ માં લઇ ગયો. ત્યાં લઇ જઇ ને તેણે શ્રદ્ધા ને કહ્યું કે મને હવે ચોરી છુપીથી મળવું નથી ગમતું , તું મારી છો અને હું તારો,હવે આ વાત આજે આપણે કાયદાથી સાબિત કરીએ. ચાલ આપણે કોર્ટ મેરેજ કરી લઈએ.આપણા બંનેના જરૂરી ડોક્યુમેન્ટ મેં જમા કરાવી દીધા હતા. આજે આ વેલેન્ટાઈન દિવસના દિવસે હું તને પુરી જિંદગી મારી બનાવવા ઇચ્છુ છું. વિલ યુ મેરી મી??! શ્રદ્ધા આ સરપ્રાઈઝ થઈ અનહદ ખુશ થઇ ગઈ. તેણે ડેવિલ ને પૂછ્યું, "આપણાં પેરેન્ટ્સ??"ડેવિલ એ કહ્યું, "માય લવ, આજે આ ફક્ત કાયદાકીય આપણે મેરેજ કરીએ છીએ.
          તારી સેફટી માટે હું આ પગલું ભરવા ઇચ્છુ છું. આપણે ઘણી વાર મળીએ છીએ, હું નથી ઇચ્છતો કે તારે કાલ સવારે કોઈ વાત થી ગભરાવું પડે, કે શરમથી મોં નીચું રાખવું પડે, આપણે બન્ને હવે કાયદેસરના પતિ-પત્ની બની જઈએ. અને આપણી લાઈફને માણીએ, કોઈ ખચકાટ વગર. વિધિસર મેરેજ આપણે જ્યારે તારો ભાઈ છોકરી પસંદ કરે ત્યારે કરશું. આખરે બંને એ ખૂબ રાજી-ખુશીથી સાક્ષીઓની હાજરીમાં લગ્ન કરી લીધા. બંને ખૂબ ખુશ હતા. ડેવિલે શ્રદ્ધા ને કહ્યું કે હવે આપણે હસબન્ડ વાઈફ છીએ. પણ વિધિસર મેરેજ કરીને હું તને મારા ઘરે લઈ જઈશ. તારી એવી ઈચ્છા છે કે તમે બંને ભાઈ -બહેન સાથે પરણો તો ત્યાં સુધી તું તારા ઘરે રહેજે, પણ મારી અમાનત છો. બંને અલગ એક વર્ષ રહ્યા, પરંતુ છેવટે તો બંને નો પ્રેમ જીત્યો અને એક જ દિવસે શ્રદ્ધા ના ભાઈ ની સાથે જ શ્રદ્ધા અને ડેવિલે પણ ફેરા ફર્યા. બંનેએ હવે વિધિસર લગ્નજીવન શરૂ કર્યું.

Comments

Popular posts from this blog