Skip to main content

દરિયો એક તરસનો....

 હમણાં કાજલ ઓઝા વૈદ્યની નોવેલ વાંચું છું. ચિત્રલેખા માં પ્રસિદ્ધ થયેલી અને બહુ જ ફેમસ એક અલગ જ નોવેલ છે, દરિયો એક તરસનો.

એક છોકરી નાનપણથી માતા-પિતાનો પ્રેમ ઝંખે છે,પરંતુ સંજોગોવશાત તેના નસીબમાં જ નથી હોતો. પછી યુવાવસ્થામાં એક યુવક પાસેથી પ્રેમ ઝંખે છે,તે પણ તેના નસીબ માં નથી હોતો!! સ્વભાવે ભોળી,સુંદરતામાં રૂપસુંદરીઓને પણ પાછળ પાડી દે તેવી અત્યંત સુંદર, જાણીતી અભિનેત્રી, મબલખ સંપત્તિ વારસામાં મેળવનારી, નિઃસ્વાર્થ પ્રેમ ઝંખનારી વ્યક્તિ પોતાના સોનેરીદિવસો યુવાવસ્થામાં જ્યારે પ્રેમ પાછળ દોડે છે ત્યારે ઝાંઝવાના જળ ની જેમ આ પ્રેમ પણ માત્ર આભાસ સાબિત થાય છે!!વિશ્વરૂપી દરિયામાં તેની પ્રેમની તરસ બુઝાતી જ નથી!!

બહુ જ નાજુક વિષયની આ વાર્તા બહુ જ સુંદર શબ્દો માં લખવામાં આવેલ છે.

આ તો કેવળ એક કોરી કલ્પના હશે પરંતુ હકીકત માં પણ આવું બનતું હોય છે! અનેક લોકો એવા હોય છે જે અસીમ રૂપ, અખૂટ સંપત્તિ ના સ્વામી હશે પરંતુ પ્રેમ ની બાબતમાં બહુ જ ગરીબ હશે!! આજકાલ લોકો સાચી લાગણી નિઃસ્વાર્થ પ્રેમ ઝંખે છે,પણ આજકાલ પ્રેમ દુર્લભ છે!!

આ કળિયુગમાં ઘણી વ્યક્તિઓ એકલવાયાપણું  ક્યાંક ને ક્યાંક તો મહેસુસ  કરે જ છે. મોબાઈલ માં કૉંટેક્ટ લિસ્ટ માં 1000 વ્યક્તિઓ હશે,પરંતુ દુઃખ શેર કરવા માટે ભાગ્યે જ કોઈ મળી રહેશે!! લોનલીનેસ ની લાગણી બહુ જ અકળાવનારી હોય છે.

માણસ પૈસેટકે સુખી હોય પરંતુ પ્રેમ ની તરસ ઘણીવાર બુઝાતી જ નથી. કહેવાય છે કે પૈસાથી બધું ખરીદી શકાય છે,પણ શું પ્રેમ પૈસાથી ખરીદી શકાય છે??? લાગણીઓ ક્યારેય ખરીદી શકાતી જ નથી!!

પ્રેમ કદાચ મૃગજળ જેવું હોય છે,જેટલું આપણે એ મેળવવા દોડીએ એટલું જ દૂર થતું જાય!!

શ્રીકૃષ્ણ ભગવાન પણ બસ અલ્પ સમય માટે જ રાધાનો સાથ મેળવી શક્યા હતા તો આપણે તો તુચ્છ માનવી છીએ!!

પ્રેમ કદાચ ભાગ્યશૈ વ્યક્તિ ને જ મળેછે,અને આ પ્રેમ ને ટકાવી રાખવો પણ ખૂબ જ મુશ્કેલ છે.અમુક  વ્યક્તિના નસીબમાં કદાચ પ્રેમ હોતો જ નથી.   શાશ્વત પ્રેમ કદાચ કોરી કલ્પના જ હશે!!!

Comments

Popular posts from this blog

 
 

Aprajita .. growing..