Skip to main content

Roohaniyat



Roohaniyat

    થોડા દિવસો પહેલા જસ્ટ mx player માં સર્ચ કરતી હતી ત્યાં  એક બહુ જ રસપ્રદ વેબસીરીઝ  હાથ લાગી. એકદમ અલગ લવસ્ટોરી છે અને હજુ 21મી એપ્રિલ એ કદાચ પૂર્ણ થાય! 
      આમ કહેવાય ને કે લવ ત્રિકોણ (lovetriangle)પર આધારિત છે. એક 19 વર્ષની છોકરી એક 35 વર્ષના બિઝનેસમેનના પ્રેમ માં પડે છે એ બિઝનેસમેન એ એની ગર્લફ્રેન્ડ નું અભાનાવસ્થામાં ખૂન કરી નાખ્યું હોય છે પણ 6 મહિના બાદ એ નિર્દોષ છૂટી જાય છે. તેની એક ફ્રેન્ડ હોય છે જે તેની બિઝનેસ પાર્ટનર પણ હોય છે.
      એક 19 વર્ષની છોકરી નો બોયફ્રેન્ડ એની જ સગી બહેનની સાથે ઇશ્ક માં મશગુલ હોય છે. છોકરી અનહદ પ્રેમ કરે છે તે પોતાના બોયફ્રેન્ડ સાથે મેરેજ પછીની લાઈફના સપના પણ જોતી હોય છે. પણ એક દિવસ પોતાની જ બહેનને બોયફ્રેન્ડ સાથે જોઇ જાય છે, હકીકત માં એની બહેન એનાથી ઇનસિક્યુર ફીલ કરે છે. અને પ્રીશાનું બ્રેકઅપ થાય છે, હા તેનું નામ પ્રીશા હોય છે. લાઈફમાં ઘણીવાર  આપણા કરતા ઉંમરમાં મોટી વ્યક્તિ બાળક જેવો ઇમમેચ્યોર્ વર્તન કરે અને આપણાં કરતા નાની ઉંમરની વ્યક્તિ મેચ્યોર્ વર્તન કરે છે.  Age is just a number.
      ત્યારબાદ સવિર અને પ્રિશા નું વારંવાર ટકરાવવું , સંકોચભરી સ્થિતી(ઓડ મોમેન્ટ)માં મુકાવું, એક બીજાને વધુ નજીક લાવે છે.
          સવિર એક માનસિક વ્યથા થી પીડાતો હોય છે. જે  છોકરી એની લાઈફમાં એની નજીક આંવે છે એ મૃત્યુ પામે છે તેથી એક  ગિલ્ટ ભાવથી પીડાતો હોય છે. એકદમ હેન્ડસમ, મેચ્યોર્, સક્સેસફુલ, કૅરિંગ, રિચ એવો સવિર દિલ ના એક ખુણે ખાલીપો અનુભવે છે. પોતાની પ્રેયસી મૃત્યુ પામી હોવા છતાં રોજ તેના વિચારમાં સુતા-જાગતાં, સપનોમાં એક ક્ષણ પણ એનાથી દૂર નથી હોતી. એક બેહદ, ઉતકટ્ટ, અંકન્ડિશનલ લવ તે ઈશા (x ગર્લફ્રેન્ડ) ને કરતો હોય છે. સારી સારી છોકરીઓ જ્યારે એના પર મરતી હોય પણ ઈશા જ દિલોદિમાગમાં રહે એ જ રુહાનિયાત  વાળો પ્રેમ, soulmate.
     આ વેબસિરિઝ મને ખુબ જ ગમી. આગળ હજી ઘણા ટર્ન અને ટ્વિસ્ટ આવે છે. પણ હા, આ બ્લોગ લખવાની પ્રેરણા મને આ વેબસિરિઝ માંથી જ મળી. એક જ બેઠકે જોવા કરતા રોજ થોડો થોડો પ્રેમ જાણવો-માણવો એ સારું. મેં આ વેબસિરિઝ રોજ  કટકે કટકે જોઈ હતી. 
       કહેવાય  છે કે વ્યક્તિ રહે કે ન રહે તેની યાદો તેના શબ્દો જીવંત રહે છે. 
    સવિર  આમ ઘણો રુડ, ઉદ્દત હોય છે પણ છેવટે તે ગર્લ ની રિસ્પેક્ટ કરી જાણે છે. બસ એ જ તેના પાત્ર ને મોહક, અને આકર્ષક બનાવે છે. 
     લાઈફ માં હું પણ ઇચ્છુ કે કોઈ એક , કોઈ એક વ્યક્તિ મારા વિચારો ને જાણી ને બસ એમ કહે કે હા, તું સારું લખે છે. Your blog writing is quite impressing, keep it up...મારો  અવાજ સાંભળીને કોઈ કહે કે હા તારી પાસે સુંદર અવાજ છે. 
     અંતર  ઘણું હોય તેમ છતાં બે દિલ  નજદીકી અનુભવે એ જ દિલ થી દિલ નો પ્રેમ છે,શારીરિક આકર્ષણ થી પર,  સતત કોઈ નજદીક, પાસે  સતત વિચારોમાં અનુભવાય એ જ રુહાનિયાત,  બાકી ટાઈમપાસ..
 Must watch once..

Comments

Popular posts from this blog

 
 Today i watched A gujju movie LAGAN LAGI RE .          Amazing movie.. but one thing i still dont get it that are coincidences give us some signs?? Do universe give us some signs ? Many times the universe  trying to give some hints but we interpret it according to our thoughts.         Sometimes co incidences are just happen randomly but we take it seriously.          Just small thought erase ur worries"Go with the flow". 

આજનો રવિવાર..

          દરેક દિવસ આપણી લાઈફમાં એક અલગ યાદ મૂકીને જતો હોય છે. આજનો દિવસ પણ કંઈક એવી જ રીતે મારે માટે યાદગાર રહ્યો.         સામાન્ય દિવાસની  જેમ આજે પણ હું શાંતિથી મારી મમ્મી એ સોંપેલ કામ,શાકભાજી લેવાનું કામ માટે ઘર ની બહાર ગઈ.  થોડે દુર  જ શાક વાળા ભાઈ હોય છે. તો આજે એક ગલીમાં ગઈ હજુ શાંતિ થઈ જતીહતી ત્યાં એક કૂતરું રસ્તા માં આવ્યું અને મને  બટકું ભરવાની ટ્રાય કરી. મારા પોતાના પુણ્ય કે મારા વેલ વિશેર ની દુઆ થી મેં સદનસીબે આજે ફૂલ સ્લીવ નું ટોપ પહેર્યું હતું,  એથી હું બચી ગઈ, જસ્ટટોપ જ ખરાબ થઇ ગયું, બાકી જો મેં સ્લીવ લેસ ટોપ પહેર્યું હોત તો આજે અત્યારે હાલ માં હુ હોસ્પિટલ માં ઈન્જેકશન લાઇ રહી હોત!!! આને શુ કહેવું?!? કદાચ હું માનું કે ના માનુ પણ આ કદાચ એક ચમત્કાર જ કહી શકાય. બાકી આજે હું સ્લીવ લેસ જ ટોપ પહેરવાની હતી,પણ અંત સમયે એ વિચાર મુક્યો અને  બીજું ટોપ પહેર્યું.જો ફુલ સ્લીવ ટોપ ના પહેર્યું હોત તો  આજે જખમી હોત!! કારણકે કુતરા એ મારું ટોપ ખરાબ રીતે ફાડી નાખ્યું હતું. એના તિક્ષ્ણ દાંત નો શિકાર હું નહિ, ...