Skip to main content

લાઈફ પાર્ટનર

હેલ્લો ડિયર રીડર્સ,

વેલ હજી લોકડાઉન ચાલુ જ છે, તેથી આ લોકડાઉન દરમિયાન હાલમાં હું કાજલ ઓઝા વૈદની “પૂર્ણ-અપૂર્ણ” નોવેલ વાંચું છું. અહા! શું નોવેલ છે મને આ નોવેલ બહુ જ ગમે છે. વેલ આપણને હંમેશા એ વસ્તુ વધારે આકર્ષિત કરે જેમાં આપણને આપના જીવનની ઝલક દેખાતી હોય પછી એ નોવેલ હોય કે ડેઇલીશોપ! આપણને હમેશા મિત્રો કે લોકો પણ આપણા જેવા જ ગમતા હોય છે!રાઈટ?

સામાન્ય રીતે દરેક છોકરી ને કોઈ ચોકલેટી,હેન્ડસમ, દેખાવડો, રીચ છોકરો ગમતો હોય છે. દરેક છોકરી નાનપણથી એના માનસચિત્ર માં કોઈ રાજકુવર નું ચિત્ર દોરેલ જ હોય છે!! બધાના મનની ઇચ્છાઅને વિચારવાની સમજશક્તિ અલગ અલગ હોય છે,પણ છેવટે તો દરેક પ્રેમ જ ઝંખે છે ને!!

મારા મતે હમસફર ચોકલેટી લૂકવાળો નહિ પણ સંસારના સારા-નરસા અનુભવો થી તપીને તામ્રવર્ણ હોવો જોઈએ. જે જ્ઞાન થી સમૃદ્ધ,વિવેકશીલ હોય, નારી સમ્માન ની ફક્ત મોટી મોટી વાત જ નહિ હકીકતમાં પણ નારીને માન આપે તે વ્યક્તિ યોગ્ય. જેની વિશાળ ભુજા માં સૂકુન મળે,જેની પાસે તમે સેફ ફીલ કરી શકો એવો હોવો જોઈએ. આંખો ભાવવાહી અને પારદર્શક કે જેમાં ફક્ત તમારા માટે પ્રેમ જ છલકે તેવો હોવો જોઈએ.હસમુખા ચહેરાવાળો હોવો જોઈએ.. જે વ્યક્તિ સમાય આવ્યે ખોટાને ખોટું અને સાચા ને સાચું કહી શકે એવો હોવો જોઈએ,તમારા માટે દુનિયા ભરની સાથે લડી શકે. એક સ્ત્રીનું તથા તેના સ્વમાન નું રક્ષણ કરી શકે તેવો સશક્ત હોવો જોઈએ. પોતાના જીવનસથીનો હાથ હાથ માં લઈને ચાલી શકે તેવો હોવો જોઈએ, તેની સાથે ચાલવામાં કોઈ શરમ મહેસુસ ના થવી જોઈએ. જે વ્યક્તિ તમને આગળ કરવામાં ખુશ થતી હોય,તમને તમારું ગમતું કામ કરવાની સ્વતંત્રતા આઈ એ સર્વશ્રેષ્ઠ હમસફર કહી શકાય. કાજલ ઓઝા ની નોવેલ માં એક મસ્ત લાઇન છે જે નારી ના રક્ષણ ની જવાબદારી તમે ના લઇ શકતા હોવ તેને અડવાનો પણ તમને હક નથી!!!

મારી કજિન સિસ્ટર્સ છે તે મને કહેતી હોય કે તેમના પતિદેવ બહાર તેમનો હાથ ના પકડે!! અરે, ભલા માણસ તમે તમારી પત્ની ને કાયદેસરથી પરણીને આવ્યા છો તો કેવો શરમ ને સંકોચ?? સાચે, આવા કિસ્સા સાંભળું ત્યારે એમ થાય કે પેલા લવ મેરેજ વાળા છોકરાઓ બહુ ડેરીંગ હોય, છોકરીને મનાવવાથી માંડીને છોકરી સાથે લગ્ન કરે ત્યાં સુધી તો ખાસ ડેરીંગ લાઇફ હોય છે. પછી એ લગ્નને નિભાવવા એ પણ ડેરિંગ જ છે!!

મારા ખ્યાલથી સુંદરતા ચહેરા પર નહિ દિલમાં,મનમાં રહેલી હોય છે. જસ્ટ વિચારો કે કોઈ છોકરી ખૂબ જ સુંદર હોય પરંતુ તમારી સાથે અણછાજતું વર્તન કરે તો તમારા મનમાં આ છોકરી પ્રત્યે માન નહિ જ હોય.

એક છોકરી જે સૌ કોઈ નું દિલ જીતી લે,સૌમ્ય,મૃદુભાષી, નયનમાં શરમ, મુખ પર મૃદુ હાસ્ય, ચપળ, વિનમ્ર હોય તેનામાં શ્રેષ્ઠ છે જીવનસાથી ના દરેક ગુણ છે.

આજે તો મારા મગજ પર આ નોવેલ નો જાદુ છે જ. મને આ નોવેલ નો લીડ સોમલ બહુ જ ગમે છે.એક નારીને જેવો ભરથાર જોઈતો હોય એવો જ છે એ,હા પણ અભિમન થી ભરપુર, અને નારીને કઠપૂતળી માનનારો. મને તો આદિત્ય રોય કપૂર બહુ જ ગમે😁😁😁😍❤. આશિકી- 2 નો રાહુલ એ ધી બેસ્ટ લાઇફ પાર્ટનર.એ મોવી થઈ જ આદિત્ય મારો ફેવરિટ છે..❤ મલંગ મૂવીમા અદ્વૈત અને સારા પરફેક્ટ મેચ..

મારા મતે ગજિની નો આમિર અને અસીન એક સંપૂર્ણ અને ઉત્કૃષ્ટ કપલ છે. મોત પછી પણ પોતાના પ્રેમ ને ના ભૂલે નહિ ,એક બીજા માટે,એક બીજા ને ખુશ રાખવા કોઈ પણ હદ પાર કરે તે જ શ્રેષ્ઠ કપલ કહી શકાય. કદાચ સાચા પ્રેમ ને કોઈ કાયદાકીય કે સમાજ ની મહોર ની જરૂર નથી પડતી!!

Comments

Popular posts from this blog

 
 Today i watched A gujju movie LAGAN LAGI RE .          Amazing movie.. but one thing i still dont get it that are coincidences give us some signs?? Do universe give us some signs ? Many times the universe  trying to give some hints but we interpret it according to our thoughts.         Sometimes co incidences are just happen randomly but we take it seriously.          Just small thought erase ur worries"Go with the flow". 

આજનો રવિવાર..

          દરેક દિવસ આપણી લાઈફમાં એક અલગ યાદ મૂકીને જતો હોય છે. આજનો દિવસ પણ કંઈક એવી જ રીતે મારે માટે યાદગાર રહ્યો.         સામાન્ય દિવાસની  જેમ આજે પણ હું શાંતિથી મારી મમ્મી એ સોંપેલ કામ,શાકભાજી લેવાનું કામ માટે ઘર ની બહાર ગઈ.  થોડે દુર  જ શાક વાળા ભાઈ હોય છે. તો આજે એક ગલીમાં ગઈ હજુ શાંતિ થઈ જતીહતી ત્યાં એક કૂતરું રસ્તા માં આવ્યું અને મને  બટકું ભરવાની ટ્રાય કરી. મારા પોતાના પુણ્ય કે મારા વેલ વિશેર ની દુઆ થી મેં સદનસીબે આજે ફૂલ સ્લીવ નું ટોપ પહેર્યું હતું,  એથી હું બચી ગઈ, જસ્ટટોપ જ ખરાબ થઇ ગયું, બાકી જો મેં સ્લીવ લેસ ટોપ પહેર્યું હોત તો આજે અત્યારે હાલ માં હુ હોસ્પિટલ માં ઈન્જેકશન લાઇ રહી હોત!!! આને શુ કહેવું?!? કદાચ હું માનું કે ના માનુ પણ આ કદાચ એક ચમત્કાર જ કહી શકાય. બાકી આજે હું સ્લીવ લેસ જ ટોપ પહેરવાની હતી,પણ અંત સમયે એ વિચાર મુક્યો અને  બીજું ટોપ પહેર્યું.જો ફુલ સ્લીવ ટોપ ના પહેર્યું હોત તો  આજે જખમી હોત!! કારણકે કુતરા એ મારું ટોપ ખરાબ રીતે ફાડી નાખ્યું હતું. એના તિક્ષ્ણ દાંત નો શિકાર હું નહિ, ...