Skip to main content

Beauty is in thoughts not on face..

કોઈ સુંદર વ્યક્તિ ને જોઈને એમ થાય અહા! કેટલી સુંદકર છોકરી છે કે કેટલો સુંદર છોકરો છે! ખરું ને??

પછી ભલે એ જ વ્યક્તિ સ્વાર્થી,પ્રપંચી હોય!!!

સુંદરતાના માપદંડ દરેક વ્યક્તિએ બદલાય છે. મારા માટે જે વ્યક્તિ મનથી સુંદર,પવિત્ર હોય હે વ્યક્તિ બધી રીતે સુંદર.બાહ્ય સુંદરતા કરતા ભીતર સુંદરતા વધુ મહત્વ ની છે!!

વ્યક્તિ પોતાના સંસ્કાર, વિચારોથી ઓળખાય છે. જેના વિચારો સારા તે વ્યક્તિ સુંદર. બાકી મનમાં કોઈ વ્યક્તિ પ્રત્યે વેર -ઝેર હોય અને એ જ વ્યક્તિની સામે તેના ખોટા વખાણ કરવા  એ તો નર્યો દંભ જ છે! કોઈ પણ વ્યક્તિ પ્રત્યે મન -વચન થી વિચારો માં સમાનતા હોવી જોઈએ.

સાદું જીવન ઉચ્ચ વિચાર.

જીવન સિમ્પલ હોય તો ચાલે, વ્યક્તિના વિચારો ઉચ્ચ હોવા જોઈએ.

Comments

Popular posts from this blog

દરિયો એક તરસનો....

 હમણાં કાજલ ઓઝા વૈદ્યની નોવેલ વાંચું છું. ચિત્રલેખા માં પ્રસિદ્ધ થયેલી અને બહુ જ ફેમસ એક અલગ જ નોવેલ છે, દરિયો એક તરસનો. એક છોકરી નાનપણથી માતા-પિતાનો પ્રેમ ઝંખે છે,પરંતુ સંજોગોવશાત તેના નસીબમાં જ નથી હોતો. પછી યુવાવસ્થામાં એક યુવક પાસેથી પ્રેમ ઝંખે છે,તે પણ તેના નસીબ માં નથી હોતો!! સ્વભાવે ભોળી,સુંદરતામાં રૂપસુંદરીઓને પણ પાછળ પાડી દે તેવી અત્યંત સુંદર, જાણીતી અભિનેત્રી, મબલખ સંપત્તિ વારસામાં મેળવનારી, નિઃસ્વાર્થ પ્રેમ ઝંખનારી વ્યક્તિ પોતાના સોનેરીદિવસો યુવાવસ્થામાં જ્યારે પ્રેમ પાછળ દોડે છે ત્યારે ઝાંઝવાના જળ ની જેમ આ પ્રેમ પણ માત્ર આભાસ સાબિત થાય છે!!વિશ્વરૂપી દરિયામાં તેની પ્રેમની તરસ બુઝાતી જ નથી!! બહુ જ નાજુક વિષયની આ વાર્તા બહુ જ સુંદર શબ્દો માં લખવામાં આવેલ છે. આ તો કેવળ એક કોરી કલ્પના હશે પરંતુ હકીકત માં પણ આવું બનતું હોય છે! અનેક લોકો એવા હોય છે જે અસીમ રૂપ, અખૂટ સંપત્તિ ના સ્વામી હશે પરંતુ પ્રેમ ની બાબતમાં બહુ જ ગરીબ હશે!! આજકાલ લોકો સાચી લાગણી નિઃસ્વાર્થ પ્રેમ ઝંખે છે,પણ આજકાલ પ્રેમ દુર્લભ છે!! આ કળિયુગમાં ઘણી વ્યક્તિઓ એકલવાયાપણું  ક્યાંક ને ક્યાંક તો મહેસુસ  કર...