Skip to main content

ચૈત્ર મહિનો અને હું

 



           ગુજરાતી  કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે. ગુજરાતી સાહિત્યમાં દરેક મહિનો પોતાનું એક અલગ મહત્વ ધરાવે છે. સામાન્ય રીતે ચૈત્ર મહીનામા ગરમી પડતી હોય છે એટલે આ મહિનામાં મીઠું મતલબ ખરું ખાવું વર્જ્ય માનવામાં આવયુચે. ધાર્મિક માન્યતા મુજબ શિવ ભગવંનના જમાઈ આ મહીના દરમિયાન મીઠા માં રહ્યા હતા તેથી ધાર્મિક માન્યતા મુજબ ઘણા લોકો આ મહીના દરમિયાન મોળું ખાય છે. 

        હાલમાં હું પણ આ વખતે પ્રથમ વખત ચૈત્ર મહિનો મોળો કરી રહી છુ. સામાન્ય રીતે નાનપણમાં આ એકટાણા ઉપવાસ મારા બસ ની વાત જ નહતી. મને યાદ આવે છે કે બાળપણમાં  ફક્ત એક જ દિવસ મોળું એકટાણું કે ઉપવાસ કર્યો હતો અને  ખૂબ નબળાઈ લાગવા માંડી હતી!!! હા, ઉપવાસ એકટાણા એ મારા બસ ની વાત નહતી. પણ આજે પરિસ્થિતિ બદલાય ગઈ છે. હંમેશા એક વાત મેં મારી જિંદગીમાં નોટ કરી છે કે વસ્તુ ,વ્યક્તિ અને પરિસ્થિતિ બદલાય તો છે જ!!!! આજે હું આજથી 10 દિવસ આજની તારીખે હા, 10  દિવસ ના મોળા એકટાણા કરી શકી છું. એ પછી માતાજી ની કૃપા કહો કે મક્કમ મનોબળ પણ હા, હું કરી શકી છું.

         હા, સાઈડ ઇફેક્ટ એ જ છે કે મને ઊંઘ વધુ આવે છે😁😊

     Nothing is impossible in this world..it just depend on ur will power to do any hard or hardest task...

Comments

Post a Comment

Popular posts from this blog

 
 Today i watched A gujju movie LAGAN LAGI RE .          Amazing movie.. but one thing i still dont get it that are coincidences give us some signs?? Do universe give us some signs ? Many times the universe  trying to give some hints but we interpret it according to our thoughts.         Sometimes co incidences are just happen randomly but we take it seriously.          Just small thought erase ur worries"Go with the flow". 

આજનો રવિવાર..

          દરેક દિવસ આપણી લાઈફમાં એક અલગ યાદ મૂકીને જતો હોય છે. આજનો દિવસ પણ કંઈક એવી જ રીતે મારે માટે યાદગાર રહ્યો.         સામાન્ય દિવાસની  જેમ આજે પણ હું શાંતિથી મારી મમ્મી એ સોંપેલ કામ,શાકભાજી લેવાનું કામ માટે ઘર ની બહાર ગઈ.  થોડે દુર  જ શાક વાળા ભાઈ હોય છે. તો આજે એક ગલીમાં ગઈ હજુ શાંતિ થઈ જતીહતી ત્યાં એક કૂતરું રસ્તા માં આવ્યું અને મને  બટકું ભરવાની ટ્રાય કરી. મારા પોતાના પુણ્ય કે મારા વેલ વિશેર ની દુઆ થી મેં સદનસીબે આજે ફૂલ સ્લીવ નું ટોપ પહેર્યું હતું,  એથી હું બચી ગઈ, જસ્ટટોપ જ ખરાબ થઇ ગયું, બાકી જો મેં સ્લીવ લેસ ટોપ પહેર્યું હોત તો આજે અત્યારે હાલ માં હુ હોસ્પિટલ માં ઈન્જેકશન લાઇ રહી હોત!!! આને શુ કહેવું?!? કદાચ હું માનું કે ના માનુ પણ આ કદાચ એક ચમત્કાર જ કહી શકાય. બાકી આજે હું સ્લીવ લેસ જ ટોપ પહેરવાની હતી,પણ અંત સમયે એ વિચાર મુક્યો અને  બીજું ટોપ પહેર્યું.જો ફુલ સ્લીવ ટોપ ના પહેર્યું હોત તો  આજે જખમી હોત!! કારણકે કુતરા એ મારું ટોપ ખરાબ રીતે ફાડી નાખ્યું હતું. એના તિક્ષ્ણ દાંત નો શિકાર હું નહિ, ...