Skip to main content

દરિયો.....

દરિયો..

મને હમેશા બાળપણથી દરિયો પોતાની તરફ બહુ જ આકર્ષિત કરે છે.પ્રકૃતિ અને કુદરતની સમીપ રેહવું એ પણ એક લ્હાવો છે. જિંદગી માં અનેરી  ખુશી પ્રકૃતિની સમીપ રહેવાથી જ મળે છે.

ઊંચી ઊંચી ભરતી-ઓટ દ્વારા દરિયાનું પાણી ઊંચે ઉછળે છે અને પછી ફીણ ફીણ થઇ ને પથરાય જાય છે આ દરિયા એ પણ કંઈ કેટલુંય પોતાની અંદર સમાવેલ છે. સમગ્ર દરિયાઇ જીવ સૃષ્ટિ તેની અંદર સમાયેલ છે. અનેક રંગી અને અનેક પ્રકારની માછલીઓ,કાચબા,શેવાળ, તથા અન્ય અસંખ્ય અગણિત જીવો આ દરિયામાં આશ્રિત છે.

સમુદ્ર અમાપ અને ઊંડો હોય છે. પોતાની અંદર અનેક રહસ્યો ને પચાવી જાણ્યા છે. સમુદ્ર માં ઉઠતી લહેરો,ભરતી-ઓટ જોવાનો લહાવો અનેરો છે.

બહુ નાની હતી જ્યારે હું દ્વારકા ગઈ હતી,ત્યાંનું ભડકેશ્વર મહાદેવ નું મંદિર ખૂબ જ સરસ છે હમણાં તો નથી ગઈ પણ ત્યારની સ્મૃતિમાં કંઇક આછું યાદ આવે છે કે ત્યાં બહુ ઊંચી ભરતી-ઓટ થાય છે,કદાચ સમુદ્રની વચ્ચે જ એ મંદિર આવેલ છે.દરિયા ના પણ અલગ અલગ રૂપ હોતા હોય છે. ક્યાંક બિલકુલ શાંત દરિયો,ક્યાંક તોફાની દરિયો, ક્યાંક  સામાન્ય વ્યક્તિ પણ દરિયાકિનારાનો આનંદ માણી શકે,તો ક્યાંક દરિયો એટલો ભયાવહ હોય કે જાહેર જનતા માટે ત્યાં જવાની પણ પાબંદી હોય!!!

દરિયાનું પાણી પણ ઘણી જગ્યા એ અલગ અલગ હોય છે,કોઈક જગ્યા એ ભૂરું,કોઈક જગ્યા એ પારદર્શક,નીલુ,ક્યાંક કાદવ મિશ્રિત કાલા કલર નું પણ પાણી હોય!!

ઇટલી નું વેનિસ શહેર પનીપર જ છે ત્યાં લોકોના ઘર પણ પાણીમાંજ બનાવવામાંઆવેપ છે, ત્યાં કારથી નહિ પરંતુ હોડી કે નૌકા ને સહારે એક જગ્યાએથી બીજી જગ્યા એ જય શકાય..!

સમુદ્ર કિનારે સુંવાળી રેતી પર ચાલવાની, બાળક ની જેમ આ રેતી પાર પોતાનું નામ લખવાની અને પછી એ જ નામ ને દરિયના પાણી માં અદ્રશ્ય થતો જોવાની મજા આવે, કદાચ જીવનનું કડવું સત્ય દરિયો,તથા પ્રકૃતિના દરેક તત્વ આપણને કોઈ ને કોઈ રીતે સમજાવે જ છે કે જેનું સર્જન છે એનું વિસર્જન પણ છે જ, જેનો નામ છે એનો નાશ છે જ!!

દરિયાકિનારે બાળક ની જેમ છીપલા,શંખ જેવી નાની નાની વસ્તુ વિણવાની માજા અનેરી હોય છે!

વેલ હું એક વખત કેરાલા ગઈ હતી ત્યાં મેં મેસેજ બોટલ મતલબ કે બોટલ માં કોઈ મેસેજ લખેલ કાગળ નાખી ને બોટલ પેક કરીને દરિયા માં નાખી દેવાની મોજ પણ કરેલી! ફની ના😁😁😁!! લાઇફ માં એવી બાળ ગમ્મત કરવાનો મોકો ઓછો મળતો હોય, તો જ્યારે મળે ત્યારે કરી લેવી જોઈએ, બરોબર ને??!

દરિયા ની દરેક ભરતી-ઓટ નાની-મોટી હોય છે,કદાચ આ પણ એ જ સંદેશ આપે છે કે દરેક સમય બદલવાનો જ છે,કોઈ પણ વસ્તુ કે સમય એકસરખું ક્યારેય નથી જ! દરિયો ખૂબ જ વિશાલ હોય છે,તેણે અનેક રહસ્યો ને પોતાના પેટાળમાં છુપાવેલ રાખ્યા છે, તેની પાસેથી  એ મેસેજ મળે કે વિશાલ મનના બનો. દરિયા કિનારે લોકો કાઈ કેટલીયે વસ્તુ ફેંકતા હોય છે,પરંતુ દરિયો કોઈ પણ ગંદકી ને તેના તટ પર જ રાખી દે છે, જે  મનને હંમેશા નિર્મલ રાખવાનું સૂચવે છે!

મને તો એ ઘૂઘવતો દરિયો જોઈને બસ તેને જોઈ જ રહેવાનું મન થાય!! ક્યારેક કોઈ નિર્જીવ વસ્તુ પણ બોલતી હોય તેમ લાગે!  દરિયા ની ભરતી-ઓટ નો ધ્વનિ મને ખુબ જ ગમે,એમ થાય કે સમય નું ચક્ર અહીં જ અટકી જાય, બસ એને અલખ નયને  સતત નિરાખ્યાં જ કરું!! ક્યારેક એ દરિયા પ્રત્યેનું આકર્ષણ એટલું બધું છે કે ભગવાનને પણ કહેવાનું મન થાય કે અંતિમ સમયે હું આ દરિયા પાસે જ હોવ!!

Comments

Popular posts from this blog