Skip to main content

મિસ કરું છું...

મિસ કરું છું…..

આજે 26મી એપ્રિલના રોજ અક્ષય તૃતિયા છે,અખાત્રીજ છે. અખા ત્રીજ એટલે એવો શુભ દિવસ કે જે દિવસે કોઈ શુભ મુહૂર્ત જોવા જ ન પડે, 24 કલાક શુભ જ હોય!! આજે અનેક માંગલિક કાર્યો કરવામાં આવતા હોય,સગાઈ-લગ્ન, દુકાન વગેરે નું ઉદ્ઘાટન આ સપરમાં દિવસેવધુ કરવામાં આવતું હોય,ખેડૂતો પણ આ દિવસે નવા બીજ ની રોપણી કરે છે. અનેક લોકો સોના ની ખરીદી આ દિવસે કરતા હોય છે.

પરંતુ લોકડાઉન ને લીધે આ વર્ષે સોનીબજાર બંધ છે.કદાચ ઇતિહાસ માં પહેલી વખત આવું બન્યું હશે!!

વૈશાખ નો તાપ જોરદાર પડે છે. હવે આવી ગરમી માં મને મારા જામનગર નું લાખોટા તળાવ બહુ જ યાદ આવે છે. એક સાંજ લાખોટા ફરતે! મસ્ત ઠંડ ઠંડો પવન લહેરાતો હોય,માણસોની મર્યાદિત આવરજવર (બ્યુટીફીકેશન પછી ખાસ) હોય અને સુંદર તળાવ!! આજે આ તળાવની પાળે જવાનું બહુ જ મન થયું છે.

સાથે સાથે પેલી મટકા કુલ્ફી ઠંડા ઠંડા કૂલ કૂલ અને નટ્સ થી ભરપૂર બહુ જ યાદ આવે છે. ખબર નહિ એ હોવી ક્યારે મળશે??!!

અહીં ભીડભજન નામે શિવમંદિર છે, ઘણું પ્રખ્યાત છે, એ મંદિર ને મિસ કરું છું…

બસ આજે તો આઈસક્રીમ ને બહુ જ મિસ કરું છુ..

માણસો ની ચહલ પહલ વગર આ રસ્તા પણ સૂમસામ છે, સમગ્ર નગર માં સ્મશાનવત શાંતિ ભાસે છે. લોકોની એ ચહલપહલ ને મિસ કરું છું..

Comments

Popular posts from this blog