Skip to main content

Divorce

આજકાલ પેપર માં તમે જોશો તો આખું છાપું અનેક ચિત્ર વિચિત્ર કિસ્સાઑ થી ભરેલું હોય છે. સમાજ માં નેગેટિવિટી વધી ગઈ છે. લોકો કદાચ પોતાની સહનસક્તિ ગુમાવી રહ્યા છે.

આજ ના સમય માં છૂટાછેડા નું પ્રમાણ ઘણું વધવા લાગ્યું છે. અરે અમુક કપલ તો જસ્ટ 1 મહિનો કે 6 મહિના માં જ અલગ થાય જાય છે. શું લોકો ની સહન શક્તિ ઘટી ગઈ છે?? કે શું લોકો શંકા શીલ બની રહ્યા છે?

એક વ્યક્તિ થી છૂટવા માટે અનેક બહાના હોય શકે પણ એ જ વ્યક્તિ સાથે સાથે રહેવા માટે ફક્ત એક જ બહાનું ચાલે કે બસ ગમે તે થાય મારે આ જ વ્યક્તિ સાથે રહવું છે!! હા, પણ એ નો મતલબ એમ પણ નહીં કે આત્મ સમ્માન ના ભોગે તો નહિ જ!!

આજકાલ વરપક્ષ તરફથી ઘરેલુ હિંસા, શંકાશીલ સ્વભાવ, ખોટા વચનો, કથળેલ આર્થિક સ્થિતિ, લગ્નબાહ્ય સંબંધો જેવા અનેક કારણો હોય છે. પછી લોકો મતભેદ ને મનભેદ નું નામ આપીને ડિવોર્સ લે છે. ડિવોર્સ નું વધતું પ્રમાણ સમાજમાં કઈક ખોટું થઈ રહ્યું છે એ તરફ દિશાનિર્દેશ કરે છે!! દેશ માં કઈઈ કેટલીયે મહિલાઓ લગ્ન બાદ લગ્ન જીવનની નિષ્ફળતાથી કે સમાજ કે ઘરમાં થતાં અપમાનો થી ત્રસ્ત થઈને આત્મા હત્યા કરે છે.

Comments

Popular posts from this blog