Skip to main content

મર્યાદા

           આજે રામનવમી છે. રવિવાર છે. સુંદર દિવસ છે. રજાનો માહોલ છે.  ભગવાન શ્રી રામ ના જન્મદિવસને રામનવમી તરીકે ઉજવવામાં આવે છે. 

        ' શ્રીરામ' ના નામ માત્રથી સતયુગ માં પથ્થર સમુદ્રમાં તરવા લાગતા!!!! પરંતુ આજના આ કલિયુગ માં કદાચ એ શક્ય નથી પરંતુ હા, શ્રીરામ ના નામથી જીવતર તરી જવાય.....

       શ્રીરામ ને મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે. દરેક સંબંધ ની મર્યાદા, ધર્મ, નીતિ-અનીતિ વગેરે આપણાં ધર્મગ્રંથોમાંથી જાણવા મળે છે. 

     શ્રીરામ  એક શ્રેષ્ઠ પુત્ર, પિતા, ભાઈ, પતિ, રાજા મિત્ર તરીકે બધા સંબંધ ને યોગ્ય ન્યાય આપ્યો હતો. એક પત્નીત્વ નું તેમને શ્રેષ્ઠ રીતે પાલન કર્યું હતું. માતા પિતાના  ના વચન માટે તેમને14 વર્ષના સન્યાસ નો પણ એક આશીર્વાદ ની જેમ હસતા મોઢે સ્વીકાર કર્યો હતો. 

        'શ્રીરામ' વગર જીવને  આરામ મળતો નથી. રામજીની માફક ધર્મ-નીતિ-ન્યાય નુ શિસ્તનું પાલન કરી શરતોનું પાલન કરી જીવન જીવીએ તો  શાંતિ મળે. માણસ જ્યારે મર્યાદા ઓળંગી બેફામ બને છે ત્યારે અશાંતિ આવે છે. માતૃપ્રેમ, પિતૃપ્રેમ, બંધુપ્રેમ, મિત્રપ્રેમ, એક પત્નીવર્ત, રાજધર્મ વગેરે આદર્શ શ્રીરામજીએ પૂર્ણપુરુષોત્તમ તરીકે મનુષ્યને જીવી બતાવ્યો છે. શ્રીરામજીનું ચરિત્ર સર્વથા અનુકરણીય છે. 

       શ્રીરામ ને મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે. આજે આપણે પણ તેમના એ ગુણો ને અપનાવવા જરૂરી છે. દરેક બાબતમાં મર્યાદા જરૂરી છે. કોઈ વ્યક્તિ સાથે બોલચાલમાં મર્યાદા જાળવવાથી અનેક વાદ વિવાદોને અટકાવી શકાય છે. વધુ પડતું સારું બનવું એ આજના જમાનાની માંગ નથી.  પરંતુ કોઈ વ્યક્તિ મર્યાદા ઓળગે ત્યારે તેને રોકવો ટોકવો પણ એટલો  જ જરૂરી છે. એમ કહેવાય છે કે દરેક વસ્તુ કે  કંઈપણ એક હદમાં  સારું. જ્યારે નદી ઉછળતી કૂદતી વહેતી હોય ત્યારે એ દ્રશ્ય જોવું ગમતું હોય છે. પરંતુ એ જ નદી જ્યારે ગાંડીતુર બનેછે ત્યારે વિનાશ સર્જે છે! કોઈ પ્રત્યે કડવાશ, પ્રેમ કે પૂર્વગ્રહ અમુક હદ સુધી સારો પરંતુ જો એ હદ ઓળગે તો વિનાશ સર્જે છે,સંબંધ બગડવા નું કારણ બની રહે  છે. ઘણી વાર બે પ્રેમી વચ્ચે નો વધુ પડતો પ્રેમ પછી પ્રેમ ન બની રહેતા પગની બેડી બની રહે છે!!! એ જ રીતે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિ પરનો વધુ ગુસ્સો સંબંધ વણસવાનું કારણ બની રહે છે. એક બાળક પ્રત્યે વધુ પડતી તેની આળપંપાળ તેને જીવનના મહત્વના નિર્ણયો લેવામાં પરતંત્ર અને સંશયી, કમજોર બનાવે છે. 

                  अति सर्वत्र वर्जयते।

  

Comments

Popular posts from this blog