Skip to main content

મહાભારત

હમણાં મહાભારત જોઉ છું. મહાભારત ભારત દેશ નો એક મહાન ગ્રંથ છે. કદાચ મહાભારત માં સંસાર ની સમગ્ર દુન્યવી સમસ્યાઑ ને વર્ણવવામાં આવી છે.

મહાભારત માં સૌથી શ્રેષ્ઠ પાત્ર મને શ્રીક્રુષ્ણ નું જ લાગ્યું!! શ્રીકૃષ્ણ ના કામણગારા નયન ,ચહેરા પર હરહંમેશ રહેતું સ્મિત, બુદ્ધિચાતુર્ય,દૂરદેશી, મોહક અને અર્થસભર સ્મિત, નિર્ણય શક્તિ એ જ તેમને મહાન અને શ્રેષ્ઠ પુરુષ બનાવેલ. દુનિયાની કોઈપણ સ્ત્રી નજરમાત્ર થી વશ થી જાય!!! શ્રીકૃષ્ણને માયાવી કહેવામાં આવે છે.પોતાના સુંદર તથા નિર્દોષ મુખ વડે,મધુર વચનોથી, તથા નટખટ લીલાઓથી તે કોઈનું પણ મન મોહી લે છે!! જન્મથી શ્રીકૃષ્ણઈ અનેક બાળ લીલાઓને મહાભારતમાં આવરી લેવામાં આવી છે! શ્રીકૃષ્ણ દરેક સંબંધ બખૂબી નિભાવી જાણે છે! ઉત્તમ દ્રોપદી ના મિત્ર,સુદામા ના મિત્ર, જશોદાના પુત્ર,બલરામ ના ભાઈ, રાધાના પ્રેમી, રૂકમણી ના પતિ, દ્વારિકા ના રાજા, પાંચ પાંડવોના ભાઈ અને અન્ય સંબંધો તેમને તેમના જીવનકાળ દરમિયાન ખૂબ સુંદર રીતે નિભાવેલ. ક્યારેક એમ થઈ કે કાશ! મારે પણ શ્રીકૃષ્ણ જેવો એક મિત્ર હોય,જે જિંદગી ના કઠિન સમયે મને માર્ગદર્શન આપે!! શ્રીકૃષ્ણએ હમેશા પોતાના બુદ્ધિ ચાતુર્ય વડે પાંડવો ને જીત અપાવી હતી,યોગ્ય સમયે યોગ્ય સલાહ-સહકાર આપીને પાંડવો તથા સત્ય નું રક્ષણ કર્યું હતું.

કહેવાય છે કે જ્યાં શ્રીકૃષ્ણ હોય ત્યાં હર સંભવ જ નથી! એટલે જ જ્યારે અર્જુનને શ્રીકૃષ્ણ અને વિશાળ સેનામાંથી કોઈ એક ને પસંદ કરવાનું કહેવામાં આવેલ ત્યારે તેમણે શ્રીકૃષ્ણ ને પસંદ કર્યા. શ્રીકૃષ્ણ સાથે હોય તો કોઈ પણ સમસ્યા સામે લડી શકાય, પરંતુ તેમના સાથ વગર વિશાળ સેના પણ નકામી છે!!!શ્રીકૃષ્ણ ને યાદ કરતા જ દ્રૌપદીના વસ્ત્રાહરણ વખતે ચીર પુરાયા હતા!!

ભારત ના ઇતિહાસ માં અનેક યોદ્ધાઓ અને મહાન વિભૂતિઓ થઈ ગયેલ, એમના એક વ્યક્તિ છે, ગંગાપુત્ર ભીષ્મ. ભીષ્મ તેમની કર્તવ્યનિષ્ઠા તેમની અફર પ્રતિજ્ઞા વડે ઇતિહાસમાં અમર થાય ગયેલ છે. પોતાના પિતા માટે તેમને આજીવન લગ્ન ન કરવાનો સંકલ્પ લીધેલ અને આજીવન એ પ્રતિજ્ઞા નું અક્ષરશઃ પાલન કરેલ! ઉત્તમ પુત્ર નું ઉત્કૃષ્ટ ઉદાહરણ!!!! શ્વેત વસ્ત્રો તેમના ઓળખ સમાન હતા! તેમને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત થયું હતું. દુરનું ભવિષ્ય તેઓ જોઈ શકતા હતા!!

પ્રાચીન ભારતમાં અનેક મહાન વિભૂતિઓ માંની એક દ્રૌપદી પણ હતી. હવાનકુંડમાંથી ઉત્પન્ન થયેલ દ્રૌપદી શ્રીકૃષ્ણ ની સખી હતી. સુંદરતા ઉપરાંત તે અનેક ગુનો ધરાવતી નારી હતી. વસ્ત્રાહરણ વખતે સર્વ હસ્તીનાપુર ના ગુરુઓ,મહારાજા,ભીષ્મ પિતામહ તથા અન્ય લોકો નિઃશબ્દ બની મસ્તક ઝુકેલ અવસ્થામાં હતા. તેની તેજ વાણી ના વખાણ કરવા કર્ણ પણ વિવશ બની ગયા હતા. પોતાના અપમાનનો બદલો લેવા માટે સુંદર લાંબા કેશ ને ખુલ્લા રાખવાનો નિર્ણય તેનું સ્વાભિમાન સૂચવે છે.

કર્ણ એ સૂર્ય પુત્ર હતા. એક મહાન દાનવીર હતા. કહેવાય છે કે મોતની સમય પહેલા જ ખબર પડી જાય છે.મૃત્યુ ધીમા પગલે આવે છે અને તેનો અણસાર થોડા સમય પહેલા જ આવી જાય છે. કર્ણ એ પોતાના કવચકુંડલ નું દાન બ્રાહ્મણ સ્વરૂપે ઇન્દ્ર ને કરી દીધેલ. કવચ કુંડળ આ મૃત્યુ કવચ રૂપ હતા. ત્યારથી જ કર્ણ ને પોતાના મૃત્યુ નો અણસાર આવી જ ગયેલ. આ ઉપરાંત અનેક વિરયોદ્ધા એ સમય થઇ ગયેલ અને ભારત-ભુમીને ધન્ય કરેલ!!

મહાભારત મુખ્યત્વે સત્ય-અસત્ય, ધર્મ-અધર્મ,નીતિ ,છળ-કપટ જેવી અનેક બાબતો ને આવરી લેવામાં આવેલ છે. મુખ્યત્વે સંપતિ માટે કે પદ માટે થતાં ઝઘડા નો અહી અંગુલિનિર્દેશ કર્યો છે. એ તો સનાતન સત્ય છે કે પરા પૂર્વા થી જર,જમીન અને જોરુ માટે હમેશા લોકોએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા જ છે. સંપતિ અને સત્તા માટે ખૂન ખરાબી થઈ હતી,થાય છે અને થવાની છે જ. મર્યાદિત આયુષ્ય હોય તેમ છતાં ઘણીવાર લોકો પોતાના સાથે પોતાના આત્મીયજન, એક ભાઈ બીજા ભાઈ સાથે લોહિયાળ જંગ ખેલાય છે. અને અંતે મેળવવા કરતાં ગુમાવવાનું વધુ રહે છે!!! પૌરાણીક સમય ના લોહિયાળ જંગ જોઈ કે સાંભળીને પણ માનવી તેમાથી કશું નથી શિખતો અને અહંકાર અને અન્યાય ની લડાઈ માં ઘણું ગુમાવે છે. ઘણીવાર તો જે સત્ય સાથે હોય તેની સાથે જ અન્યાય વધુ વખત થતો હોય છે!!! ક્યારેક સત્ય અને ધર્મ નું રક્ષણ કરવા સ્વયં ભગવાનને પણ કુટનીતિ નો સહારો લેવો પડેલ. શ્રીકૃષ્ણ ભગવાન ખરા અર્થ માં અર્જુન ના સરથી હતા. જ્યારે પાંડવો હતોત્સહ થતા,કે કોઈ માર્ગ ના સૂઝતો ત્યારેએક સારથી ની માફક યોગ્ય સૂઝબૂઝ થી માર્ગ કાઢતા. કહેવાય છે કે બોલ હંમેશા મીઠા રાખો કારણકે ઘણીવાર કડવા બોલ હૃદય ની આરપાર નીકળી જાય છે અને ભવિષ્યમાં યુદ્ધ નું પણ કરણ બની શકે છે!! એક વાર દ્રૌપદી એ દુર્યોધન ને ‘અંધ નો પુત્ર અંધ’ કહ્યું હતું જે તેને બહુ જ ખુચ્યું હતું. માણસ ના બોલ પાછા ના વળી શકે,તેથી બોલતા પહેલા જ સમજી વિચારીને બોલવું જોઈએ.

ક્યારેક એમ થાય કે શું આ બધું હકીકત માં બન્યું હશે?? આટલા બુદ્ધિશાળી, વિદ્વાન માણસો કે જે ભવિષ્ય પોતાની નજારો સમક્ષ ચલચિત્ર ની માફક જોઈ શકતા હોય!! જો કે એક વાત એ પણ છે કે દરેક વ્યક્તિની કૈક નબળાઈઓ હોય જ છે, ખૂબ બુદ્ધિશાળી હોવા છતાં મહાયુદ્ધ ને ટાળી નહતા શક્યા! જે બનવાનું હોય છે, નિયતિ એ જે નિર્ધારિત કરેલ છે એ થઈને જ રહે છે,શ્રીકૃષ્ણ એ પણ એ યુદ્ધ ને ટાળવાની કોશિશ કરી હતી પણ યુદ્ધ અંતે થઈ ને જ રહે છે!! ભીષ્મ પિતામહ જેવા મહાન પુરુષ ને પણ દુવિધા માં મુકી દે છે કે કોનો સાથ આપવો, હસ્તિનાપુર નો કે સત્ય નો?!! ઘણીવાર માણસ બધું સમજવા છતાં અનીતિ, અધર્મ નો સાથ આપે છે અને તેને તેના માઠા ફળ ભોગવવા તૈયાર રહેવું પડે છે!! કદાચ જો યુદ્ધ ના થાત તો ભારત નો ઇતિહાસ અલગ જ રહ્યો હોત. પરંતુ જે થવાનું હોય એ થઈને જ રહે છે,કદાચ ત્યાંથી જ કલિયુગની શરૂઆત થઇ હશે!!!

કહેવાય છે કે પ્રાચીન ભારત માં અમુક વ્યક્તિ પાસે એવી દૂરંદેશી હતી કે લોકો ભવિષ્ય માં શું થસે એ જોઈ શકતા!!! હા કદાચ ભીષ્મ, સહદેવ, સંજય તેના ઉદાહરણ ગણી શકાય. પણ મને મનમાં આ પ્રશ્ન થાય કે શું એ આવડત આશીર્વાદ કહેવાય કે શ્રાપરૂપ!!??? મારા મત મુજબ ચોકકસપણે શ્રાપરૂપ કારણકે કોઈ પણ મનુષ્ય ભવિષ્ય માં જે ઘટના બનવા નિર્ધાર થઈ હોય એ કોઈ રીતે ટાળી શકતું જ નથી

અંતે સમગ્ર યુદ્ધ નો સાર તો એ જ છે કે જીત તો અંતે સત્ય ની જ થાય છે.

Comments

Popular posts from this blog

Duvidha..

                સુંદર રાત્રિ છે. આજે એક સિરીયલ માં એક છોકરો મસ્ત ડાયલોગ બોલે છે, તેના જીવનમાં અનેક ખૂબસૂરત છોકરીઓ આવી હોય છે, પરંતુ એક જાતની માસૂમિયત કહી શકાય  એ માસૂમિયત માત્ર તેને એક જ છોકરી માં દેખાય છે. તેની એ માસૂમિયત તેને ખૂબ જ આકર્ષિત કરે છે.          એ સીન જોઈને એક જ પ્રશ્ન થાય કે શું કોઈ છોકરા ને મારી, મારા ચહેરા પર ની માસૂમિયત નજરે પડે?? શું કોઈ એવું મળશે કે જે ચહેરા પર ની માસૂમિયત, ભોળપણ, સત્યપ્રિયતા, સાદગી જેવા ગુણ જોઈ શકે?  2024 ના  સમયમાં  ટાઇમપાસ કરવાવાળા અનેક  કપલ ને જોઇને એક જ પ્રશ્ન થાય કે અનેક ખરાબ લુક વાળી છોકરીઓને સારા સારા છોકરા મળી શકે તો મારા માં શું ખામી છે!!?????   અરે કેટલાય કપલ જોઈને એમ થાય કે વાહ, શું  છોકરો છે અને શું ભંગાર એની લાઇફ પાર્ટનર છે!  ઘણીવાર એથી ઉલટું પણ હોય!! મને ઘણી વાર એમ થાય કે જો આ  જ છોકરો મારી સાથે હોય તો  મારી જોડી કેટલી ફાઈન લાગે!?! પણ ના,  ભગવાનજી ને એ ગમતું જ નથી કે મારો કોઈ સારો બોયફ્રેન્ડ હોય!😜 મારા કેસ માં તો ભગવાન પણ મારા પ્રત્યે પઝેસિવ છે 😜😜!         આમ પણ  જે ઘણા પ્રયત્નો કર્યા બાદ મળતું હોય તેની કદર થાય, બાકી  જે  સારા માણસો

Body shaming

         હમણાં એક છોકરો  જોવા ગઈ હતી.  છોકરા ને આમ બધું ઓકે લાગ્યું. પરંતુ બસ જરા હું પાતળી લાગી.  What rubbish!!!           નાનપણ થી જ હું પાતળી છું. પાતળી એટલે કૃતિ સેનોન, આલિયા ભટ્ટ, શ્રદ્ધા કપૂર જેવી કેટેગરી  વાળી. અરે લોકો તું કેટલી પાતળી છો, કેટલી પાતળી છો, કહીને મને એટલું ઇરિટેટ ફીલ કરાવે કે ખરેખર આ શબ્દ જ સાંભળવો ના ગમે!!        આજકાલ લોકો ખાસ કરીને બોયઝ ને જાડી છોકરીઓ ગમતી હોય છે. બોયઝ કદાચ લગ્ન બાબતે સ્વભાવ કે  વફાદારી ચેક નથી કરતા પરંતુ ફેસ, લુક, ફિગર ચેક કરે છે. શું આ જ રીતે છોકરી પસંદ કરતા હોય છે? તો એવા બોયઝ ને કહેવાનું મન થાય કે ભાઈ, તું જેવી ગોતે છે ને   તેવી છોકરી તો કેટલાય ની સાથે ફરી ને આવી હશે!! હા, આજકાલ લોકોને પોતાના રૂપ નું અને દેખાવ નું બહુ ઘમંડ હોય છે!!  અને એ જ રીતે છોકરાઓ છોકરીઓને અને છોકરીઓ છોકરાઓ ને પટાવતી હોય છે. સારી છોકરી કે છોકરો બિચારા ચૂપચાપ બેસી રહે એટલે લોકો તેને  તારા માં તો કંઈ છે જ નહિ એવું સમજી બેસે છે!! અને પાછા લોકો તેને અપમાન કરીને પૂછે, તારા માં છે શું? પછી ખબર પડે કે એ જે માનતા હતા કે કઈ નથી  એ જ  છોકરી કે છોકરો જિંદગીભર એક જ વ્યક્તિ સાથે ,

True relationship 💕