Skip to main content

સ્વીકાર


          એક સુુંદર  વાર્તા છે. એક વૃદ્ધા  કોમામાં સરી ગઈ હતી. છેલ્લા પાંચેક વર્ષોથી નર્સિંગહોમના બેડમાં સારવાર હેઠળ હતી. વૃદ્ધ પતિ બરોબર તેની કાળજી લેતો. એક દિવસ ત્યાંની  મેટરને તેમને પૂછ્યું,"દાદા, તમે આટઆટલી સેવા કરો છો પણ દાદીમાની તેની સમજણ જ નથી. એ તમને ઓળખતાં ય નથી. ત્યારે દાદા એ કહ્યું, "દીકરી  મને એ વાતની જાણ છે. અમે આખી જિંદગી સાથે વિતાવી છે. આજ ભલે એને કશું યાદ ન હોય પણ મને તો યાદ છે કે એ કોણ છે? પ્રેમ એટલે વ્યક્તિ જેવી છે તેવી , જેમ છે એમ મનથી તેનો સંપૂર્ણ સ્વીકાર કરવો. 

     આપણી ઝંખના હોય છે કે કોઈ આપણને પ્રેમથી મળે, સંપૂર્ણ સ્વીકાર કરે, સ્વીકારનું સુખ અનુભવતા જ  દરેકને રોમાંચ નો અનુભવ થાય છે. જો આપણી પાસે આવીને કોઈ વ્યક્તિને શાંતિ મળતી હોય, દુઃખ માં રાહત મળતી હોય તો માનજો કે ઈશ્વરે આપણામાં એક વિશિષ્ટ ખૂબી આરોપિત કરેલી છે. 

        આ પૃથ્વી પર કોઈ પણ વ્યક્તિ સર્વગુણ સંપન્ન નથી હોતી. દરેક વ્યક્તિમાં કોઈ ને કોઈ ખામી રહેલી હોય છે. એ  જોનાર ની માનસિકતા પાર નિર્ભર છે કે તે સામેની વ્યક્તિમાં શુ જોવે છે, ખૂબી કે ખામી!!!

       કોઈ પણ વ્યક્તિ નો તેની ખૂબી અને ખામી સાથે સંપૂર્ણપણે સ્વીકાર કરવો એ જ વ્યક્તિને મહાન બનાવે છે. દરેક વ્યક્તિની ડાર્ક અને બ્રાઇટ સાઈડ હોય છે. આપણને કોઈ હક નથી સામે વાળી વ્યક્તિને જજ કરવાનો. કોઈ પણ રિલેશનમાં પૂર્વશરત એ જ હોય છે સામેવાળી વ્યક્તિને બદલ્યા વગર એ વ્યક્તિને તેના સારા-નબળા પાસા સાથેનો સંપૂર્ણ સ્વીકાર. શ્રીરામે  હનુમાનજી નો એક ભક્ત કે મિત્ર તરીકે સંપૂર્ણ રૂપે સ્વીકાર કર્યો હતો. શ્રીકૃષ્ણ એ  સુદામા ને તેમની ગરીબી સાથે સ્વીકાર્યા હતા.

      પ્રેમસંબંધ માં પણ વ્યક્તિ એ અન્ય વ્યક્તિને તેના પાસ્ટ, પ્રેઝન્ટ અથવા કોઈ કુટેવ ને સ્વીકારીને જ આગળ વધવું જોઈએ. જો તમારો પ્રેમ સાચો હશે તો સામેવાળી વ્યક્તિ જરૂર પોતાની ખામી ને દૂર કરવા પ્રયાસ કરશે જ. મારી જ એક ફ્રેન્ડ નો બોયફ્રેન્ડ ને  તમાકુ નું વ્યસન બંધાણ હતું. પરંતુ થોડા સમય પછી એને ખુદ ને જ એવું લાગ્યું કે એની લાઈફ માં હવે કોઈ સ્પેશ્યલ આવ્યું છે તો હવે આ છોડી દેવું જોઈએ, તો હવે એ બંધાણ, વ્યસન મુક્ત છે.  કદાચ એટલે જ કહેવાય છે કે પ્રેમ માં અસીમ શક્તિ રહેલી છે. એ વ્યક્તિને બદલી નાખે છે. 

        કોઈ આપણને આપણી ખામી સાથે સ્વીકારીને  આદર આપે, મન -સમ્માન આપે,હસતા હસતા વાતો કરે તો વ્યક્તિ ઘણે અંશે બદલાય જાય છે,પોઝિટિવલી...આદર, મન-સમ્માન,નિર્દોષ હાસ્ય એ કદાચ ખરાબ વ્યક્તિને પણ બદલી શકે છે!!!  ટ્રાય કરી જુઓ.😊

         

      

Comments

Popular posts from this blog