Skip to main content

Forever is a lie...


            હમણાં એક બહુ જ ઈન્ટરેસ્ટિંગ વેબસિરિઝ જોવ છુ. ટ્વિસ્ટ ને  ટર્નથી ભરપૂર  એક સુંદર રોમેન્ટિક સસ્પેન્સ સ્ટોરી છે. તેમાં નાયક એક સુંદર વાક્ય કહે છે forever is  a lie, હંમેશા, કાયમી એ એક અસત્ય છે!!!!
            આમ જોઈએ તો શું કંઈ કાયમી, શાશ્વત હોય છે ખરા???  ના.  કોઈ પણ મનુષ્ય પણ કાયમી નથી. નિશ્ચિત સમયે  તેનું પણ મૃત્યુ થાય જ છે. આ એક સનાતન સત્ય છે, જે જન્મે છે એ મૃત્યુ પામે જ છે.આ દુનિયામાં  કોઈ વ્યક્તિ, કોઈ લાગણી,કોઈ ખ્યાતિ, સફળતા, નિષ્ફળતા, શ્વાસ, સુખ-દુઃખ કશું જ કાયમી નથી. અને એ જ જીવનનું કડવું સત્ય છે. 
            કોલેજમાં ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ ,બે મિત્રો એક બીજાને ફોરએવર કાયમી સાથ આપવાના વાયદા કરે છે અને બસ વર્ષ બદલાય અને એ જ મિત્રો કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ અલગ જોવા મળે છે. એ જ રીતે  જીવનમાં આગળ વધતા એક છોકરી અને છોકરો જીવનભર સાથ નિભાવવાના વાયદા કરતા લગ્નજીવન શરૂ કરે છે. પરંતુ  અમુક સમય બાદ અમુક કિસ્સા માં એ જ કપલ અલગ જોવા મળે છે. અહીં Forever is a lieથિયરી ખરી  સાબિત થાય છે. 
       આ તો થઈ વ્યક્તિ ની, માણસ ની ઈમોશન લાગણીઓ પણ સમય જતાં બદલાય છે. જે વ્યક્તિ પ્રત્યે આજે અન્ય વ્યક્તિ ને પ્રેમ છે સમય જતાં એ જ વ્યક્તિ  પ્રત્યે નફરત કે ગુસ્સા ની લાગણી જન્મી શકે છે. આજે કોઈ વ્યક્તિના જીવનમાં દુઃખ છે તો કાલે એ જ વ્યક્તિ ના જીવનમાં સુખ દસ્તક દે જ છે. આજે જે વ્યક્તિ સફળ છે બની શકે આવતીકાલે એ જ વ્યક્તિ નિષ્ફળ નીવડી શકે, કાયમી કશું જ હોતું નથી. 
                આ વિશ્વમાં કશું જ શાશ્વત હોતું નથી. દરેક માનવી રોજ સવારે નવા વિચારો સાથે ઉઠે છે. માનવી ની લાગણીઓ, વિચારો સમય સાથે નિરંતર બદલાતા રહે છે. સફળતા -નિષ્ફળતા,સુખ-દુઃખ, એ જીવનમાં એક સળંગ લીટી પર નહિ પરંતુ સેંસેક્સ ના ગ્રાફ ની જેમ અપ ડાઉન  થાય છે. માનવી પોતાના જીવનકાળ દરમિયાન કોઈ પણ વ્યક્તિને કાયમ નફરત કે પ્રેમ કરી જ નથી શકતો.     'હું કાયમ તારી સાથે છુ' અથવા 'કાયમ તારો જ છું.' એ એક સફેદ જૂઠું જ છે. હા, ફોરએવર  એ માત્ર એક ભ્રમ છે અને ભ્રમ એ તો છેવટે તૂટે જ છે. 
         પ્રકૃતિમાં પણ હંમેશા કશું કાયમી નથી હોતું. સૂર્ય રોજ સવારે પશ્ચિમમાં ઉગે છે,પણ વરસાદ ના દિવસોમાં એ પણ દ્રશ્યમાન નથી થતો. ચંદ્ર પણ અમાસ - પૂનમ ના દિવસોમાં ક્રમ મુજબ દ્રશ્યમાન-અદ્રશ્યમાન થાય છે. દરિયાનું પાણી પણ કદી સ્થિર નથી હોતું, ભરતી - ઓટ આવ્યા જ કરે છે. પરિવર્તન એ તો સંસાર નો નિયમ છે. જે આ વિશ્વના દરેક સજીવને, દરેક રોજિંદી ક્રિયાઓમાં લાગુ પડે છે.



Comments

Popular posts from this blog