Skip to main content

નજર

મને હમેશા આઇ ટુ આઇ કૉન્ટૅક્ટ ગમે. કોઈ વ્યક્તિ તમારી સાથે વાતચીત દરમિયાન જો તમને અવોઈડ કરે તો એનો મતલબ કે કાં તો એ વ્યક્તિ કઈક ખોટું બોલે છે,છુપાવે છે,કા તો એને તમારી સાથે વાત કરવામાં કોઈ રસ નથી. હા એ વાત અલગ છે કે અમુક મર્યાદા કે માનવસહજ સ્વભાવને લીધે પણ લોકો આઇ ટુ આઇ કૉન્ટૅક્ટ અવોઈડ કરતા હોય.

નજર સારી અને ખરાબ બંને પ્રકારની હોય છે! જ્યાંરે હું કોઈ અંકલને  મળું તો એ નજરો માં અમી,પ્રેમ,વાત્સલ્ય હોય,ક્યારેક કોઈ બદદાનત ધરાવતા અંકલ ની નજરો માં વિકૃતિ સ્પષ્ટપણે દેખાય!! કોઈ યુવક ની નજર માં નિઃસ્વાર્થ પ્રેમ તો કોઈ યુવક ની આખોંમાં વિકૃતિ. કોઈ આંટી ની આંખમાં સહાનુભૂતિ તો કોઈ સમવયસ્ક યુવતી ની આંખમાં ઈર્ષા,અદેખાઈ!!ધારદાર નજર માત્રથી કોઈ વ્યક્તિને ચૂપ કરી શકાયછે! શાળાના શિક્ષક એનું ઉત્તમ ઉદાહરણ છે.પ્રેમભરી નજર માત્રથી પણ અન્ય ગુસ્સે થયેલ વ્યક્તિને શાંત પાડી શકાય છે. શ્રીકૃષ્ણ એ પોતાની મનમોહક નજરથી ગુસ્સેથાયેલ હાથી ને શાંત પાડી દીધેલ!! હા, નશીલી આંખો પણ વશીકરણ કરી શકે છે!!

આ નજરનું પણ અજીબ છે. મને ક્યારેય કોઈ યુવક ની નજર સમજાઈ નથી. કોલેજમાં સિનિયર્સ ની નજર માં કઈ ખરાબ ના લાગ્યું. હા, મારી આંખોમાં જરા તીખાપણું હોય શકે!!! પણ હું જે કોલેજ માં ભણતી એ સભ્ય કોલેજ હતી. કદાચ હું એ જ લોકો ની સામે જોતી જેની આખોં કે હાવભાવ માં સભ્યતા છલકાતી હોય. હા પણ આ વાત પણ છે હમેશા જે દેખાતું હોય એ સત્ય ના પણ હોય!! ક્યારેક જસ્ટ લૂક થી મને એવું લાગતું કે ના આ વ્યક્તિ સારી નથી પણ પછી કોઈ એની માહિતી મળે તો ખબર પડે કે આ વ્યક્તિ તો ખૂબ સારી હતી!! આ જ રીતે ક્યારેક કોઈ વિષે મે એવી પુર્વધારણા બાંધી હોય કે આ વ્યક્તિ સારી છે,એ વ્યક્તિ ની હિસ્ટરી સારી ના હોય!! જો કે કોઈ પણ વ્યક્તિ ના ત્રાહિત વ્યક્તિ તરફથી મળતા મંતવ્યો ખોટા પણ હોય શકે છે. હમેશા કોઈ પણ વ્યક્તિનું તમારી સાથેની વર્તણૂક જ,બોલચાલ પરથી જે તે વ્યક્તિ વિષે અનુમાન બાંધવું યોગ્ય રહે. અન્ય દ્વારા કહેવામા આવેલી વાત ગેરમાર્ગે પણ દોરી શકે.

આંખ એ મનનો અરીસો છે, આપણા મનમાં શુ ચાલતું હોય એ આંખમાં સ્વાભાવિકપણે પ્રકટ થઇ જાય પરંતુ હવે લોકો પોતાના મનના  ભાવને પણ છુપાવતા શીખી ગયા છે!!

લાસ્ટ બાઈટ: દરેક માણસ જે વ્યસની છે તે ખરાબ નથી હોતો..

અને

દરેક માણસ જે મંદીર જાય છે તે સારો પણ નથી હોતો..!

Comments

Popular posts from this blog