Skip to main content

Women's day

Happy women's day to all lovely ladies….

વુમન્સ ડે માર્ચ મહિના ની 8 તારીખે મનાવવામાં આવે છે. મહિલા નું ઘડતર એ ઈશ્વર નું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. એક સ્ત્રી માતા,પુત્રી,પત્ની,બહેન,દાદી જેવા અનેક મહત્વપૂર્ણ સંબંધ પોતાના જીવનકાળ દરમિયાન નિભાવે છે.

યત્ર નાર્યાસ્તુ પૂજ્યન્તે રમનતે તત્ર દેવતા:॥

કહેવાય છે કે જ્યાં નારીનું પૂજન થાય છે, ત્યાં દેવ વાસ કરે છે..

હજુ ગઈકાલે જ મેં ‘થપ્પડ’ નામનું મૂવી જોયું. ખરેખર શું ડાયલોગ હતા!! સંપૂર્ણ મુવી કાબિલે તારીફ રહી.. અદ્ભૂત પિકચર…એક સ્ત્રી પોતાના માન સમ્માન ખાતર ઉન્નત મસ્તકે લડે છે એ દર્શાવવવામા આવ્યું છે.

દરેક સ્ત્રી ને બસ બેજ વસ્તુ જોઈએ ખુશી અને માન-સમ્માન..બસ બીજું કશુંજ નહિ!!!

ભારતીય સમાજ હાલ બે વિભાગમાં વર્ગીકૃત છે. એક બાજુ આધુનિક સ્ત્રીએ અવકાશ માં પગપેસારો કર્યો છે તો બીજી બાજુ ભારતના ઘણા શહેરોમાં હજુ આજે પણ સ્ત્રીઓની હાલત દયાજનક છે!!!
પરાપૂર્વથી સ્ત્રીને પુરુષની દાસી માનવામાં આવે છે. આજે પણ ઘણા શહેરોમાં જ્યારે કોઈ ઘરમાં દીકરીનો જન્મ થઈ એટલે તેને સાપનો ભરો માનવામાં આવે છે. એક માતા-પિતા તરીકે બસ દીકરીને થોડું ભણાવી,રસોઈ-પાણી શીખવીને યોગ્ય મુરતિયો જોઈને વહેલાસર દીકરીને પરણાવીને પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ રાહત માને છે!!
દીકરી તરીકે એ વ્યક્તિ ની પાસેથી તમામ સ્વતંત્રતા છીનવી લેવામાં આવે છે. યોગ્ય અભ્યાસ કરવાની સ્વતંત્રતા, રોજગારી મેળવી પગભર થવાની સ્વતંત્રતા,પોતાની જિંદગી ના નિર્ણયો લેવાની સ્વતંત્રતા છીનવી લેવામાં આવે છે. દિકરીને કટપુટલી ની જેમ પહેલા માતપિતા પછી પતિ અને બાદમાં બાળકો જેમ કહે આ પ્રમાણે પોતાનું જીવન જીવવાનું!! વિધિની આ કેવી વક્રતા!!!આજે પણ ઘણા કુટુંબો માં લવમેરેજ ને એ ગુનો ગણવામાં આવે છે. આજે પણ જે દીકરી ભાગીને કે લવમેરેજ કરે છે તેને સમાજ માં માન નથી અપાતું.વિપરિત સંજોગોને લીધે જે દીકરીને તેના પતિ એ ડીવોર્સ આપ્યા હોય તેવી વ્યક્તિને સમાજ માં કલંક માનવામાં આવે છે. રોજ તેના જ માતા-પિતા દ્વારા સહારા ની અપેક્ષા ને બદલે મેણાટોણા આપીને મોત તરફ ધકેલાય છે. સમાજ માં સ્ત્રીની સાથે બનતા અપમૃત્યુના ના બનાવ પાછળ લોકોની જુનીપુરાણી માનસિકતા રહેલી છે. હકીકતમાં માતાપિતા બસ પોતાની દીકરીની સામાન્ય લાઈફ ઈચ્છે છે. જો આ સામાન્ય લીફ ને બદલે લવમેરેજ કે ડિવોર્સ કે અન્ય કોઈ રીતે નોર્મલ લાઇફ કરતા કંઈ અલગ થાય તો આ પરિસ્થિતિ સ્વીકાર્ય નથી હોતી અને એ નારીનું જીવન દોઝખ પુરવાર થાય છે. એક નારી ને પોતાના માન સમ્માન,પોતાની ઓળખ જેવું કંઈ હોતુ જ નથી. બસ એ જ ઘરેડ જીવ્યે રાખવાની!!! દીકરીને ફક્ત એક જ શીખવવામાં આવે છે જતું કરો,પછી ભલે તેના પર તેના પતિ દ્વારા ઘરેલુ હિંસાજ કેમ ના થતી હોય!!

 સમાજ માં ઘણી સ્ત્રીઓ બસ જીવતી લાશ બની જાય છે જેની ખુદની કોઈ મરજી,ઈચ્છા હોતી જ નથી!! ઘણા પરિવારો માં આજે પણ લાજ કાઢવા જેવી પરંપરા હયાત છે!!!કહેવાતા શિક્ષીત કુટુંબમાં ઘરની પુત્રવધુ પર આજે પણ પહેરવેશની બાબતમાં રોકટોક લાગે છે.ઘરની વહુઅરુ ને પતિ તથા બાળકોની સંભાળમાં જ જીવન વીતી જાય છે. નોકરી માટેની અનુમતિ ક્યારેય મળતી જ નથી.. સ્ત્રીઓની દયનિય હાલત ફક્ત ભારત ના અવિકસિત ગામડામા જ નથી,ઘણીવાર ગામડામાં પણ સ્વતંત્ર વિચારસરણી હોય છે અને ઘણીવાર મોટા શહેરોમાં પણ સંકુચિત માનસિકતા જોવા મળે છે!!\nહમણાં જ મેં ગુજરાત ના ખૂબ જ ફેમસ રાઈટર જય વસાવડા નો લેખ વાંચ્યો. ભારતમા છોકરી કે છોકરો જોવાની પરંપરા ઘણા સમયથી ચાલી આવે છે. અરેન્જ મેરેજ માટે એ જ ઉપાય છે(હાલ માં આ છોકરો કે છોકરી ની ઉમર 55+પણ હોય છે!!!!)જય વસાવડા ના માટે ‘છોકરી ને મળવા જવું’ એ શબ્દ વધુ સુસંગત છે ‘છોકરી જોવા જવું’ એ થોડું લો સાઉન્ડ કરે છે.\nઉદાર વલણ વ્યક્તિને વિકાસ તરફ દોરી જાય છેજ્યારે સંકુચિત માનસિકતા વ્યક્તિ ને પતન આ રસ્તે દોરી જાય છે. સ્ત્રી ને સાપનો ભારો કે જવાબદારી ના સમજતા તેને થોડી આ સમાજ સાથે લડવાની તથા મુશ્કેલીમાંથી માર્ગ કાઠવાની પ્રેરણા આપવામાં આવે તો દીકરી એ બોજ નહીં પરંતુ કુટુંબનો તાજ બની રહે છે. સ્ત્રી હંમેશા આપવામાં માને છે. તમે થોડું સમ્માન આપશો તો રિટર્ન માં ઘણું સમ્માન મળશે,અલ્પના બદલામાં ઘણું આપવામાંબીલીવ કરે છે પછી માન હોય કે નફરત!! હા, સમય આવ્યે એક સ્ત્રી માં દુર્ગા પણ બની શકે છે. કોમળ હૃદય સાથે સમય આવ્યે કઠોર પણ બની શકે છે. દીકરીને પારકી થાપણ માનવામાં આવે છેઅને વહુ ને બીજા ઘરમાંથી આવેલી માનવામાં આવે છે. ક્યારેક તો પ્રશ્ન થાય કે એક સ્ત્રીને પોતાનું કહી શકાય એવું એકપણ ઘર ખરું કે નહીં!!!?? સાસરા માં જે ઘરને તે પોતાનું માને ત્યાં કયારેક એમ પણ સંભળાવવામાં આવે કે આ તારું ઘર નથી!!!દીકરી ને લક્ષ્મીજી નો અવતાર અનવામાં આવે છે. થોડો વિશ્વાસ અને થોડી છૂટ આપવામાં આવે તો દરેક સ્ત્રી માન થી જીવી શકે અને ઉજ્જવળ ભવિષ્ય નું નિર્માણ થઈ શકે. એક સ્ત્રી સુશીક્ષિત હશે તો જ તે પોતાના બાળકોમાં ઉચ્ચ સંસ્કારો નું સિંચન કરી શકશે. અને છેવટે તો સમાજ જ પ્રગતિ કરશે. દીકરીને પોતાના આત્મ સમ્માન માટે લડતા પણ શીખવવું જોઈએ. મુશ્કેલ સમય માં જો કોઈ  એક વ્યક્તિ પણ સપોર્ટ કરે તો તે વ્યક્તિ આ સમય પસાર કરી શકે.. મુશ્કેલ સમય માં માતાપિતા સપોર્ટ સિસ્ટમ બની રહે તો સમાજ માં આત્મહત્યા ના બનાવો કદાચ બને જ નહીં.!!નારી તું નારાયણી!! 

Last bite:- कई बार सही करने का रिजल्ट हैप्पी नही होता…(‘થપ્પડ’ મુવી)પિતા પછી પતિ અને બાદમાં બાળકો જેમ કહે આ પ્રમાણે પોતાનું જીવન જીવવાનું!! વિધિની આ કેવી વક્રતા!!!



Comments

Popular posts from this blog

Duvidha..

                સુંદર રાત્રિ છે. આજે એક સિરીયલ માં એક છોકરો મસ્ત ડાયલોગ બોલે છે, તેના જીવનમાં અનેક ખૂબસૂરત છોકરીઓ આવી હોય છે, પરંતુ એક જાતની માસૂમિયત કહી શકાય  એ માસૂમિયત માત્ર તેને એક જ છોકરી માં દેખાય છે. તેની એ માસૂમિયત તેને ખૂબ જ આકર્ષિત કરે છે.          એ સીન જોઈને એક જ પ્રશ્ન થાય કે શું કોઈ છોકરા ને મારી, મારા ચહેરા પર ની માસૂમિયત નજરે પડે?? શું કોઈ એવું મળશે કે જે ચહેરા પર ની માસૂમિયત, ભોળપણ, સત્યપ્રિયતા, સાદગી જેવા ગુણ જોઈ શકે?  2024 ના  સમયમાં  ટાઇમપાસ કરવાવાળા અનેક  કપલ ને જોઇને એક જ પ્રશ્ન થાય કે અનેક ખરાબ લુક વાળી છોકરીઓને સારા સારા છોકરા મળી શકે તો મારા માં શું ખામી છે!!?????   અરે કેટલાય કપલ જોઈને એમ થાય કે વાહ, શું  છોકરો છે અને શું ભંગાર એની લાઇફ પાર્ટનર છે!  ઘણીવાર એથી ઉલટું પણ હોય!! મને ઘણી વાર એમ થાય કે જો આ  જ છોકરો મારી સાથે હોય તો  મારી જોડી કેટલી ફાઈન લાગે!?! પણ ના,  ભગવાનજી ને એ ગમતું જ નથી કે મારો કોઈ સારો બોયફ્રેન્ડ હોય!😜 મારા કેસ માં તો ભગવાન પણ મારા પ્રત્યે પઝેસિવ છે 😜😜!         આમ પણ  જે ઘણા પ્રયત્નો કર્યા બાદ મળતું હોય તેની કદર થાય, બાકી  જે  સારા માણસો

Body shaming

         હમણાં એક છોકરો  જોવા ગઈ હતી.  છોકરા ને આમ બધું ઓકે લાગ્યું. પરંતુ બસ જરા હું પાતળી લાગી.  What rubbish!!!           નાનપણ થી જ હું પાતળી છું. પાતળી એટલે કૃતિ સેનોન, આલિયા ભટ્ટ, શ્રદ્ધા કપૂર જેવી કેટેગરી  વાળી. અરે લોકો તું કેટલી પાતળી છો, કેટલી પાતળી છો, કહીને મને એટલું ઇરિટેટ ફીલ કરાવે કે ખરેખર આ શબ્દ જ સાંભળવો ના ગમે!!        આજકાલ લોકો ખાસ કરીને બોયઝ ને જાડી છોકરીઓ ગમતી હોય છે. બોયઝ કદાચ લગ્ન બાબતે સ્વભાવ કે  વફાદારી ચેક નથી કરતા પરંતુ ફેસ, લુક, ફિગર ચેક કરે છે. શું આ જ રીતે છોકરી પસંદ કરતા હોય છે? તો એવા બોયઝ ને કહેવાનું મન થાય કે ભાઈ, તું જેવી ગોતે છે ને   તેવી છોકરી તો કેટલાય ની સાથે ફરી ને આવી હશે!! હા, આજકાલ લોકોને પોતાના રૂપ નું અને દેખાવ નું બહુ ઘમંડ હોય છે!!  અને એ જ રીતે છોકરાઓ છોકરીઓને અને છોકરીઓ છોકરાઓ ને પટાવતી હોય છે. સારી છોકરી કે છોકરો બિચારા ચૂપચાપ બેસી રહે એટલે લોકો તેને  તારા માં તો કંઈ છે જ નહિ એવું સમજી બેસે છે!! અને પાછા લોકો તેને અપમાન કરીને પૂછે, તારા માં છે શું? પછી ખબર પડે કે એ જે માનતા હતા કે કઈ નથી  એ જ  છોકરી કે છોકરો જિંદગીભર એક જ વ્યક્તિ સાથે ,

True relationship 💕