Skip to main content

ITS ANNIVERSARY OF MY MOBILE...

ડિયર હેલ્લો રીડર્સ,
આજથી બારોબાર 1 વર્ષ પહેલા મે મારો મોબાઇલ લીધો હતો, પપ્પા એ લઈ આપ્યો હતો.
સમજણી થઈ ત્યારથી મને ઇલેક્ટ્રોનીક ઈક્વિપમેંટ પ્રત્યે વધુ પડતું ખેંચાણ રહ્યું છે. લેપટોપ,ટેબ્લેટ અને અત્યાધુનિક મોબાઇલ. કદાચ હું મટીરિયાલીસ્ટિક (મતલબ ચીજ પ્રત્યે વધુ લગાવ) હોય શકું,પણ મે ક્યાક વાંચ્યું હતું કે જીવનમાં જે વસ્તુ કે જે વ્યક્તિ પાસેથી તમને ખુશી મળે તેમાથી તમે ખુશી મેળવવાનો પ્રયત્ન કરો. મને કોઈએ કહ્યું હતું કે આપણે હમેશા એક જ વ્યક્તિ પાસેથી બધી ખુશી ગોતવાનો પ્રયત્ન કરીએ છીએ,પરંતુ જ્યારે એ વ્યક્તિ પાસેથી આપણને આપણી અપેક્ષા મુજબની ખુશી ના મળે તો ગુસ્સો,ક્રોધ આવે સો બેટર ઓપ્શન એ છે કે કોઈ પણ મિત્ર,બોસ,કે કોઈ નિર્જીવ વસ્તુ હાલમાં મોબાઇલ પાસેથી પણ જેટલી ખુશી મળે મેળવી લો.કોઈ તમારો/રી સેલફી ફ્રેન્ડ હોય શકે,કોઈ મૂવી ફ્રેન્ડ, કોઈ સાથે ડીનર,તો કોઈ સાથે ડાંસ કરવો ગમે. ક્યારેક ડાયરી લખીને આનંદ આવે, ક્યરેક કોઈ મસ્ત ગુલાબનો મહેક પ્રસરાવતો છોડ વાવીને, ક્યારેક કોઈ ગઝલ લખીને,ક્યારેક સેલફી લઈને,ક્યારેક કોઈ જૂના ફોટા જોઈને, વગેરે લિસ્ટ ઘણું લાંબુ છે. બસ તો ખુશી મેળવવાના ઘણા રસ્તા છે જસ્ટ ટ્રાય.

ખુશી એ સ્પ્રે ની સુગંધ જેવી હોય છે જે અલ્પ સમય જ રહે છે. પણ એ ક્ષણોને યાદગાર,સુગંધ થી તરબતર બનાવી દે છે.
કદાચ હું ક્રેજી હોય શકું.પણ ક્રેજીનેસ પણ ટ્રાઈ કરાય.
LOVE MY MOBILE.
HAVE A LOVELY DAY.

Comments

Popular posts from this blog