Skip to main content

Hypersomnia

હમણાં જ પેપર માં વાંચ્યું કે રણવીર hypersomnia disease મતલબ વધારે પડતી ઊંઘ ના રોગ થી પીડાય છે. રણવીર લગભગ રોજના 20 કલાક ઊંઘ લે છે. વડે લોગ વડી બાતે. વર્ષ દરમિયાન સિડ્યુલ એટલા ટાઇટ હોય કે આરામ કરવાનો પણ કદાચ ટાઈમ જ ના હોય!! એટલે જ આ લોકડાઉન ઘણા માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે!!

હાયપરસોમનીયા મતલબ દિવસ દરમિયાન વધુ પડતું ઊંઘવું॰ વેલ, મને તો આ કોઈ રોગ નથી લાગતો. હા દરરોજ 8કે10 કલાક થી વધારે ઊંઘ શરીરમાં કઈક ગરબડ દર્શાવે છે ખરું!સાઇન્સ પણ મને છે કે 24 કલાક દરમિયાન આપણું શરીર અથાક કામ કરે છે અને પછી થાક તો લાગે જ ને! અને આ થાક ને પહોચી વળવા કુદરતે શરીર માં આ સિસ્ટમ જ મૂકી છે કે શરીર નિંદ્રાધીન થઈ જાય. કોઈ 2 કલાકની,કોઈ 4 કલાકની, તો કોઈ 8 કલાકની ઊંઘ લે છે. ઉમર તથા શારીરિક થાક મુજબ ઊંઘ ના કલાકો અલગ હોય શકે છે.નાનું બાળક વધુ ઊંઘે છે,જ્યારે વયોવૃદ્ધ વ્યક્તિનાઊંઘ ના કલાકો બહુ જ મર્યાદિત હોય છે!!

ક્યારેક તો મને પણ એવું લાગે કે હું હાઇપરસોમનિયા થી પીડાવ છું!!!!! મને પણ ઊંઘ બહુ જ આવે. પણ હું ઊંઘ પર કંટ્રોલ કરી શકું છું. હા, ક્યારેક એમ થાય કે હજી થોડું સૂઈ જાવ.

આપણાં પૂર્વજો એમ કહેતા કે “રાતે વહેલા જે સુએ, વહેલા ઊઠે વીર,
બલ બુદ્ધિ ને ધન વધે, સુખ માં રહે શરીર.!”

હા તો સાચું જ છેને!!! હું પણ આ શિખ ઘણા વર્ષોથી ફોલો કરું જ છું. સ્કૂલ ટાઇમ ની તેમ કોલેજ ટાઇમ અને હાલ સુધી જળવાઈ રહી છે. કોઈ રાતે મોડે સુધી જગવાનુ કહે તો 12 બસ. હા સવારે 4 કે 5 વાગ્યે પણ ઉઠી શકું! હું ફૂડ વગર રહી શકુ પણ ઊંઘ તો જોઈએ જ!!

આજની ફાસ્ટ લાઇફ માં ખાસ કરીને યુવાવર્ગ બહુ મોડે સુધી જાગીને લેઈટ ઉઠવાવાળો છે. મૂવી,પાર્ટી, ગેટટૂગેથર, વેબ્ સિરીજ, વર્કલોડ,અને અન્ય કારણોથી લેઈટ નાઇટ સુધી જાગવાનુ થાય અને શરીર થાકે એટ્લે ઊંઘ આવે જ.પછી ગમે ત્યાં કામ કરતાં કરતાં નિંદ્રાધીન થઈ જાય.

ક્યારેક સ્ટ્રેસ,ડિપ્રેસન, આલ્કોહોલ,વધુ પડતી ચિંતા, આરામ નો અભાવ,વગેરે કારણો હોય શકે છે. હું કોઈ બોરિંગ વાર્તા કે મૂવી જોઉ તો દિવસે પણ જોતાં જોતાં જ સૂઈ જાવ એટ્લે અમુક અંશે કંટાળો પણ એક કારણ બની શકે.
વેલ વધુ વિચાર્યા વગર એન્જોય યોર સ્લીપ.

HAVE A SLEEPY DAY.

Comments

Popular posts from this blog

 
 Today i watched A gujju movie LAGAN LAGI RE .          Amazing movie.. but one thing i still dont get it that are coincidences give us some signs?? Do universe give us some signs ? Many times the universe  trying to give some hints but we interpret it according to our thoughts.         Sometimes co incidences are just happen randomly but we take it seriously.          Just small thought erase ur worries"Go with the flow". 

આજનો રવિવાર..

          દરેક દિવસ આપણી લાઈફમાં એક અલગ યાદ મૂકીને જતો હોય છે. આજનો દિવસ પણ કંઈક એવી જ રીતે મારે માટે યાદગાર રહ્યો.         સામાન્ય દિવાસની  જેમ આજે પણ હું શાંતિથી મારી મમ્મી એ સોંપેલ કામ,શાકભાજી લેવાનું કામ માટે ઘર ની બહાર ગઈ.  થોડે દુર  જ શાક વાળા ભાઈ હોય છે. તો આજે એક ગલીમાં ગઈ હજુ શાંતિ થઈ જતીહતી ત્યાં એક કૂતરું રસ્તા માં આવ્યું અને મને  બટકું ભરવાની ટ્રાય કરી. મારા પોતાના પુણ્ય કે મારા વેલ વિશેર ની દુઆ થી મેં સદનસીબે આજે ફૂલ સ્લીવ નું ટોપ પહેર્યું હતું,  એથી હું બચી ગઈ, જસ્ટટોપ જ ખરાબ થઇ ગયું, બાકી જો મેં સ્લીવ લેસ ટોપ પહેર્યું હોત તો આજે અત્યારે હાલ માં હુ હોસ્પિટલ માં ઈન્જેકશન લાઇ રહી હોત!!! આને શુ કહેવું?!? કદાચ હું માનું કે ના માનુ પણ આ કદાચ એક ચમત્કાર જ કહી શકાય. બાકી આજે હું સ્લીવ લેસ જ ટોપ પહેરવાની હતી,પણ અંત સમયે એ વિચાર મુક્યો અને  બીજું ટોપ પહેર્યું.જો ફુલ સ્લીવ ટોપ ના પહેર્યું હોત તો  આજે જખમી હોત!! કારણકે કુતરા એ મારું ટોપ ખરાબ રીતે ફાડી નાખ્યું હતું. એના તિક્ષ્ણ દાંત નો શિકાર હું નહિ, ...