પ્રેમ,પ્યાર..
હંમેશા લોકો દુનિયાથી કે અન્ય લોકોથી અલગ કરવા માંગતા હોય છે, અને આ અલગ કરવાની મથામણમાં જ લોકો સરળ વસ્તુ પણ નથી કરી શકતાં!!
એક પ્રેમી પોતાની પ્રેમિકા ને શરૂઆત ના દિવસોમાં કહે છે કે હું તારી આંખ માં આંસુ નથી જોઈ શકતો અને પછી ખબર પડે કે એ જ પ્રેમી એ પોતાની પ્રેમિકાનો સાથ છોડીને , જિંદગીભર માટે ના આંસુ ભેટમાં આપ્યા!!
જયારે કોઈ કપલ રોડ પાર ઝગડો કરતું હોય ત્યારે નવા નવા પ્રેમીપંખીડામાંની પ્રેમિકાએ પોતાના પ્રેમી ને પૂછયું કે તું તો મારી સાથે આવી રીતે ઝઘડો નહીં કરેને? ત્યારે તેના પ્રેમી એ સેક્રીન જેવો જવાબ આપ્યો ના ક્યારેય નહીં, પછી સમય જતાં એ જ પ્રેમી એ પોતાની પ્રેમિકા સાથે ન માત્ર ઝગડો પરંતુ ઘરેલુ હિંસા મતલબ મારવાનું કામ પણ કર્યું,સેકરીનથી ડાયાબિટીસ થઈ ગયું!!!
તો નવા નવા પ્રેમીપંખીડા ને એક જ સજેશન કે અલગ કરવા કરતાં બસ સિમ્પલ જ રહો. ડીયર પ્રેમિકાઓ તમે ટીવી પરની રોમેન્ટિક મુવી કે રોમેન્ટિક નોવેલ વાંચીને તમારા પ્રેમી પાસેથી બહુ બધી અપેક્ષા ન રાખો,અને ડીયર પ્રેમીઓ તમારી પ્રેમિકા કોઈ રમકડું નથી કે નવું હાથ માં આવ્યું ને રમી લીધું પછી ઘર ના એક ખૂણામાં કે ભંગાર નો સામાન સમજી ફેકી દીઘું!!
માનવમન ની એ સહજતા છે કે જે વ્યક્તિ ને એ પોતાની માને છે એની જ પાસેથી એને અપેક્ષા પણ રહે જ છે.પ્રેમસંબંધો માં પણ બંન્ને પક્ષ ને એક બીજા પાસેથી કંઈ કેટલીયે અપેક્ષા હોય છે,અને જ્યારે આ અપેક્ષા ના સંતોષાય એટલે પહેલા ઝગડા પછી મનદુઃખ,અને પછી મનભેદ ને અંતે એ સંબંધ બહુ જ ખરાબ રીતે તૂટે છે.
પ્રેમ એ કંઈ શોપિંગ,ગિફ્ટસ,સરપ્રાઇઝ, પાર્ટી,ફૂલો નો મોહતાજ નથી. વર્તમાન સમય માં પ્રેમ કદાચ મોંઘી ગિફ્ટસ,ડિનર જેવી બાબતો પર આધારીત થઈ રહ્યો છે. પ્રેમ તો એક બહુ જ ઊંડો અર્થ ધરાવે છે.
કોઈ બે વ્યક્તિ ના વિચારો મળતા આવે તેને પ્રેમ ના કહી શકાય! કોઈ બે વ્યક્તિના વિચારો તદ્દન ભિન્ન હોય છતાં પણ અતૂટ પ્રેમ થઈ શકે છે. પ્રેમ માં તો બસ જીદ હોવી જોઈએ કોઈ પણ રીતે આ પવિત્ર બોન્ડ ને જીવનભર કોઈ પણ સમસ્યાને સમજપૂર્વક ઉકેલવાની,જીવનભર સાથ નિભાવવાની,જીવનભર એકબીજાને પ્રેમથી સહન કરવાની જીદ બંને પક્ષે હોવી જોઈએ.
સાથે જીવનની તડકી-છાંયડી જોઈને વૃદ્ધ થવું એ પ્રેમ છે! પોતાની પત્ની જયારે માંદી હોય ત્યારે એની કેર કરવી એ પ્રેમ છે. આજ-કાલ પતિ પત્ની બંને જોબ કરતા હોય ત્યારે રોજિંદા કામો એકબીજાની સાથે શેર કરી પત્નીને મદદરૂપ થવું એ પ્રેમ છે. આપણા પુરૂષપ્રધાન સમાજમાં રસોઈ માત્ર પત્ની જ કરે એવી જૂની વિચારસરણી બદલીને ક્યારેક એક પતિ પણ પોતાની હમસફર માટે કંઈક રાંધી આપે એ પણ પ્રેમ જ છે ને! પોતાને ન ગમતા મુવીસ પણ ફક્ત પોતાના સાથી માટે પ્રેમપૂર્વક સાથી સાથે જોવા તે પણ પ્રેમ જ છે! પોતાના સાથી માટે પોતાની ઈચ્છા ની વિરુદ્ધ જઈને કોઈ પણ કામ કરવું એ પ્રેમ જ છે!આખરે કોઈ પણ વ્યક્તિ પોતાના સાથી પાસેથી થોડો ક્વોલિટી ટાઇમ,થોડી કૅર,થોડી પોતાને ગમતું કામ કરવાની સ્વતંત્રતા અને જિંદગીભરનો સાથ બસ આટલી જ અપેક્ષા રાખે છે,બીજું કશું જ નહીં!!
ગજિની અને ફના બંને મારા મોસ્ટ ફેવરિટ મુવીઓ કાયમ રહ્યા છે.બંનેમાં પ્રેમ નો ઊંડો અર્થ સમજાવવામાં આવ્યો છે. ગજિની તો એટલું મને ગમ્યું કે જ્યારે જોયું હતું ત્યારે આખી રાત સુઈ ના શકી બસ આ જ વિચાર આવે શુ સ્ટોરી છે!!અનકન્ડિશનલ લવ,પ્લેટોનિક લવ આને જ કહેવાય. પ્રેમ કોઈ સ્વાર્થ કે ફકત ટાઈમપાસ માટે ના હોય! પ્રેમ તો શાશ્વત જ હોય!! સાચો પ્રેમ,ટ્રુ લવ ભાગ્યે જ કોઈને મળે છે! આજકાલ મોટા ભાગના લગ્ન એક બસ સમાધાન જ હોય છે,પ્રેમ નું તત્વ દિવસો વિતતા અપવાદ બાદ કરીને થોડા જ સમયમાં ઉડન છું થઈ જાય છે.
એમ કહેવાય છે કે પ્રેમ માણસ ને બદલી નાખે છે, ધરમૂળથી થઈ બદલી નાખે છે. લાઇફ માં અમુક બદલાવ જરૂરી છે,અને લાંબાગાળે ફાયદાકારક પણ રહે છે!!!
ચામડી ના મિલન ને પ્રેમ ના સમજ...
આત્મા ના ખૂણા મળવા જોઈએ સાહેબ તો પ્રેમ થાય...
પ્રેમ એ બે આત્માનું મિલન હોય છે. આત્મા અમર હોયછે,પ્રેમ પણ અમર હોય છે. પ્રેમ ને કોઈ હદ નડતી નથી,એ બેહદ હોય છે!!!
Last bite:- પ્રેમી તો કેરિંગ હોવો જોઈએ સ્માર્ટ તો મોબાઇલ પણ હોય છે!!
Comments
Post a Comment