Skip to main content

અંગ્રેજી મીડીયમ

ગઇકાલે જે મે અંગ્રેજી મીડિયમ મૂવી જોયું.મસ્ત.
એક પિતા પોતાની વ્હાલ્સોયી દીકરી ને લંડન ભણવા મોકલવા માટે અને ત્યાંની યુનિવર્સિટિ માં એડ્મિશન મેળવવા ક્યાં ક્યાં વિધ્નો પર ક્રે છે તે ખૂબ જ સરસ રીતે દર્શાવવામાં આવ્યું છે. ઇરફાન ખાન,કરીના કપૂર, ડિંપલ કાપડિયા,કિકું શારદા વગેરેનો બેસ્ટ પર્ફોમન્સ. સોંગ્સ પણ મસ્ત છે. એકવાર જોવા જેવુ. ખાસ કરીને ઇરફાન ખાનના મૂવીસ હટકે જ હોય, એક મેસેજ હોય.
દરેક માં-બાપ પોતાના સંતાનનું હમેશા ભલું જ ઇચ્છતા હોય છે. પરંતુ આ ‘ભલું’ કરવામાં ઘણીવાર ઊલટું પણ થતું હોય છે. હમેશા બાળક ને કમ્ફર્ટ ઝોન માં રાખે કોઈ નિર્ણય ના લેવા દે પછી એ સંતાન પણ દ્દરેક વાતમાં માં-બાપ પર નિર્ભર થઈ જાય છે.એટ્લે જ કદાચ સમાજમાં ‘પાપા કી પરિ’ અને ‘મોમ સ બોય’ ઘણા છે. દરેક વ્યક્તિ ખુલ્લા આસમાન માં ઉડવા ઇચ્છતું હોય, એક સ્પેસ ઈચ્છે છે, ભૂલ કરવા ઇચ્છે છે,ભૂલ સ્વીકારે પણ છે, પણ એ સમયે માં બાપ પાસેથી પોતાનું સંતાન તેનો સાથ જંખે છે. બાકી જનરેશન ગેપ તો રહેવાનો જ,કાયમ.
ઇરફાન ખાન પોતાની દીકરીના સપના ને પુર્ણ કરવા વિષે જ વિચારે છે. દીકરી જ્યારે વાઇન પી ને ઘરે આવે છે ત્યારે પણ તેના પર એક સેકંડ માટે પણ શંકા નથી થતી!!એક દીકરી ની જીદ પૂરી કરવા માટે એક પિતાને થોડા જ વર્ષો મળી રહે છે બાકી પછી તો તેને સાસરે જવાનું જ હોય છે!! ત્યાં સસરા માં કઈ પણ સિચુએશન હોય શકે છે તો પછી કેમ કોઈ માં-બાપ પોતાની દીકરી ના મોજશોખ તેના પિયરે જ પૂરા ના કરે??!!
લંડન કે કોઈ પણ પશ્ચિમી સંસ્કૃતિ 18 પછીના યુવક-યુવતીઓને સ્વાવલંબી બનતા શીખવે છે,પછી ભલે એ પ્રાઇમ મિનિસ્ટર ના જ સંતાન કેમ ન હોય!! ખુદ કમાવવાનું ને ખુદ ભણવાનું ને પોતાના મોજશોખ પણ જાતે જ પૂરા કરવાના. લાઇફ એવી જ હોવી જોઈએ ને!!! પોતાની કોઈ નાની –મોટી ભૂલ કે અચિવમેંટ માટે પણ ખુદ જવાબદાર. ટૂંકમાં બાળકને જવાબદાર,પરિપક્વ બનતાં શીખવે છે.આપણે ત્યાં કોઈ છોકરો 25+ પછી જવાબદાર બનતો હોય ખાસ કરીને આમિર કે ઉચ્ચ મધ્યમવર્ગમાં અને યુવતી પણ. જ્યારે ત્યાં સમજશક્તિ 18 પછી તરત ખીલવા લાગે. હમેશા તકલીફો જ માણસને પર્ફેક્ટ નિર્ણય લેતા શીખવે છે. બાકી આપણે ત્યાં માં-બાપ જ સંતાનના નિર્ણયો લે અને પછી જો નિષ્ફળ જાય તો દોષ નો ટોપલો બાળક પર અને ક્યારેક એથી ઊલટું. બ્લેમ ગેેેમ !!
મને અદ્વૈત નું કેરેક્ટર બહું જ ગમ્યું. અજાણ્યા દેશ માં કોઈ છોકરી નો જસ્ટ એક ટેક્સ્ટ મેસેજ અને ત્યાર પછી રહેવા ની સગવડ કદાચ ફોરેન કંટ્રી માં જ શક્ય છે. ત્યાં ના લોકો ડાઉન ટુ અર્થ હોય.
લોકો બહુ જ જજમેંટલ હોય છે કોઈ NRI જ્યારે નિષ્ફળતાથી નિરાશ થઈ ને પોતાના વતન પરત આવે ત્યારે અનેક ટેગ લાગે છે. કોઈ વ્યક્તિ જ્યારે કોઈ પરીક્ષામાં ફાઇલ થાય ત્યારે પણ સાંત્વના આપવાને બદલે હતોત્સાહ કરવાનું કામ આપનો આ સમાજ જ કરે છે.લોકોને બીજાને કટુ વચનોથી દુખી કરવું વધુ ગમતું હોય છે. પૈસા અને સત્તા આ બંને વસ્તુ ભલભલાની બોલતી બંધ કરે છે. લોકો તો જ તમને યાદ કરે છે જો પાવર હોય,પૈસા હોય,નહિ તો ડિલીટ અને બ્લોક એ ગેમ બહુ જાણીતી છે.
હા , મૂવી થોડું સંવેદનશીલ છે. સો એન્જોય વિથ ફૅમિલી.

Comments

Popular posts from this blog