Skip to main content

અજીબ દાસ્તાન હૈ યહ...

હેલ્લો ફ્રેન્ડ્સ!!

વેલ, લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે. લોકો આ લોકડાઉન ના સમય માં અનેક એક્ટિવિટી શોધીને સમયનો સદુપયોગ કરી રહ્યા છે. રામાયણ અને મહાભારત જેવી મહાન સિરિયલ દ્વારા લોકો પોતાની જૂની યાદો ને સાંભરી રહ્યા છે.ગઇકાલે જ એકદમ ઓચિંતું મને એક ખૂબ જ સરસ સિરિયલ યાદ આવી.લાઇફ ઓકે પર ‘અજીબ દાસ્તાન હૈ યહ..’ નામની  એક મસ્ત સિરિયલ ને ગૂગલ કર્યું તો 2014માં ટેલીકાસ્ટ થઈ હતી. એકવાર જોવા જેવી ખરી!!

સોનાલી બેંન્દ્રે અને અપૂર્વા અગ્નિહોત્રી લીડ રોલમાં હતા. વાર્તા  શોભા(સોનાલી બેંદરે) અને સમર્થ(છાયા) અને  વિક્રમ(અપૂર્વા અગ્નિહોત્રી)  ની આસપાસ રચાય છે. શોભા અને સમર્થ પતિ-પત્ની છે. સમર્થ એક વિલન છે. જ્યારે અમુક કારણોસર તેને જેલ થી છે ત્યારે એક ગૃહિણી શોભા પોતાના બાળકોને કેમ સાચવવા, તેમનું ભવિષ્ય આ બધુ કઈ રીતે મેનેજ કરવું વગેરેની મુંઝવણમાં પડી જાય છે. ક્યારેય નોકરી ના કરી હોય એ શોભા આ પોતાના બાળકો માટે જોબ જોઇન કરે છે. વિક્રમ એક સારો વ્યક્તિ પણ થોડો અકડુ,હમેશા સાચી વાત પણ કડવી રીતે કહેવાવાળો, ભૂતકાળ ના કડવા અનુભવથી કડવી વ્યક્તિ બની જનાર,પરંતુ પોતાની ભૂલને સ્વીકારનાર, ગૂડ લૂકિંગ બેચલર છે. અનેક અપડાઉન પછી શોભા અને વિક્રમ બંને મિત્રો બને છે. સમર્થ જેલ માથી છૂટે છે પછી શોભા તેને ડીવોર્સ આપે છે.

પછી શોભા અને વિક્રમ બંને બધી તકલીફો નો સાથે ઉકેલ લાવે છે. ધીમે ધીમે વિક્રમ શોભા ને ખૂબ જ પ્રેમ કરવા લાગે છે, ત્યાં સુધી કે એની મોટામાં મોટી ભૂલ ને પણ માફ કરી દે છે,તેને દુખી નથી જોઈ શકતો. એક વખત બંનેના ફૅમિલી બંને લગ્ન કરી લે એમ ઈચ્છે છે, ત્યારે સ્વમાની શોભા ના પડે છે.તે જાણતી હોય  છે કે વિક્રમ તેને ખૂબ જ પ્રેમ કરે છે અને કદાચ તેનાથી વધારે જિંદગીમાં ક્યારેય કોઈએ તેને એટલો પ્રેમ નહીં કર્યો હોય, તેથી  બહુ વિનમ્રતાથી ના પડે છે. વિક્રમ પણ એ વાત સાથે સહમત થી છે કે દરેક સંબંધ ને નામ આપવું જરૂરી નથી હોતું અમુક સંબંધ નામ વગરના પણ હોય છે!!! વિક્રમ શોભા ની તરફ મૈત્રીનો હાથ લંબાવે છે. ત્યારે શોભા કહે છે કે હું મૈત્રી નિભાવીશ અને વિક્રમ પ્રેમ. બંને એકબીજાને મિત્ર તરીકે સાથે રહેવાનું વચન આપે છે.પોતાના બાળકો સાથે શોભા સ્વાવલંબી બને છે. અને તેનું પ્રેરકબળ બને છે વિક્રમ.

ખરેખર, અદ્ભુત વાર્તા.

જનરલી  સિરિયલ, નોવેલ,મૂવીસ એ એક કલ્પના કથા પર આધારિત હોય છે. પણ હું એવું સ્ટ્રોંગલી માનું છું કે આવી જ ક્યાક વાર્તા વાસ્તવમાં બનેલ હોવી જ જોઈએ તો જ કોઈને લખવાની પ્રેરણા મળે ને!!

હમેશા એક સ્ત્રી પુરુષ વચ્ચે પ્રેમી-પ્રેમિકા કે પતિ-પત્ની નો જ સંબંધ હોય એ જરૂરી નથી!! એ બંને સારા ,ખાસ મિત્રો પણ હોય સકે. જે મિત્રતામાં માત્ર બંને એક બીજા ની ખુશી જ ઇચ્છતા હોય,બીજું કશું જ નહિ. જરૂર પડ્યે એક બીજાને મદદરૂપ થવા ઇચ્છતા હોય. નિઃસ્વાર્થ મૈત્રી!! હું ખુદ પણ માનું છું કે અમુક નામ વગરના સંબંધો ક્યારેક વધારે ખુશી આપે છે. આ કળીયુગ છે. આજના સમયમાં પોતાના પણ એક બીજા ની ખુશી નથી જોઈ સકતા ત્યારે પારકા જેની સાથે કોઈ અંગત સંબંધ ના હોય એ વ્યક્તિ ઘણીવાર ખાસ થઈ જાય છે.

કોઈ પણ સંબંધ ને જીવનભર નિભાવવાની એક ચાવી છે કોઈ પણ સંબંધ માં બહુ ઊંડા ના ઊતરશો. જે વ્યક્તિ જેવા છે એને એ જ સ્વરૂપમાં સ્વીકારી લો. હમેશા એક વાત તો બનતી જ હોય જ્યારે તમે કોઈ વ્યક્તિની અંગત બાબતો જાણવા લાગો બસ ત્યારથી જ સંબંધ બગડવાનું શરૂ થઈ જતું હોય છે. એક બીજાને જજ કરવાનું શરૂ કરો ત્યારે સંબંધ ના અંત તરફ આગળ વધી રહ્યા છો. રિલેસનશીપ આજકાલ બહુ જ જટિલ થઈ ગઈ છે. બાકી તો જે વ્યક્તિ તમારી લાઇફ માથી જવા ઈચ્છે તેને ખુશીથી વિદાય આપો. હમેશા કોઈ પણ સંબંધ માં સામેની વ્યક્તિને જ્યારે જવું હોય ત્યારે આ સંબંધ ને છોડવાની સ્વતંત્રતા હોવી જોઈએ,કોઈ બંધન ના હોવું જોઈએ. કોઈ પણ રિલેસનશીપ એક છોડ જેવો હોય છે,તેને ખુલ્લી હવા તથા બારોબાર માવજત અને સારસંભાળ મળવી જોઈએ!!!

બાય ધ વે અપૂર્વા અગ્નિહોત્રી મારો ફેવરિટ એક્ટર રહ્યો છે, બાળપણ થી. અમુક એક્ટર ની પર્સનલ લાઇફ  પણ રસપ્રદ હોય છે, તેની વાઇફ પણ ફેમસ એક્ટ્રેસ છે, ટચવૂડ કપલ.

Comments

Popular posts from this blog

Duvidha..

                સુંદર રાત્રિ છે. આજે એક સિરીયલ માં એક છોકરો મસ્ત ડાયલોગ બોલે છે, તેના જીવનમાં અનેક ખૂબસૂરત છોકરીઓ આવી હોય છે, પરંતુ એક જાતની માસૂમિયત કહી શકાય  એ માસૂમિયત માત્ર તેને એક જ છોકરી માં દેખાય છે. તેની એ માસૂમિયત તેને ખૂબ જ આકર્ષિત કરે છે.          એ સીન જોઈને એક જ પ્રશ્ન થાય કે શું કોઈ છોકરા ને મારી, મારા ચહેરા પર ની માસૂમિયત નજરે પડે?? શું કોઈ એવું મળશે કે જે ચહેરા પર ની માસૂમિયત, ભોળપણ, સત્યપ્રિયતા, સાદગી જેવા ગુણ જોઈ શકે?  2024 ના  સમયમાં  ટાઇમપાસ કરવાવાળા અનેક  કપલ ને જોઇને એક જ પ્રશ્ન થાય કે અનેક ખરાબ લુક વાળી છોકરીઓને સારા સારા છોકરા મળી શકે તો મારા માં શું ખામી છે!!?????   અરે કેટલાય કપલ જોઈને એમ થાય કે વાહ, શું  છોકરો છે અને શું ભંગાર એની લાઇફ પાર્ટનર છે!  ઘણીવાર એથી ઉલટું પણ હોય!! મને ઘણી વાર એમ થાય કે જો આ  જ છોકરો મારી સાથે હોય તો  મારી જોડી કેટલી ફાઈન લાગે!?! પણ ના,  ભગવાનજી ને એ ગમતું જ નથી કે મારો કોઈ સારો બોયફ્રેન્ડ હોય!😜 મારા કેસ માં તો ભગવાન પણ મારા પ્રત્યે પઝેસિવ છે 😜😜!         આમ પણ  જે ઘણા પ્રયત્નો કર્યા બાદ મળતું હોય તેની કદર થાય, બાકી  જે  સારા માણસો

Body shaming

         હમણાં એક છોકરો  જોવા ગઈ હતી.  છોકરા ને આમ બધું ઓકે લાગ્યું. પરંતુ બસ જરા હું પાતળી લાગી.  What rubbish!!!           નાનપણ થી જ હું પાતળી છું. પાતળી એટલે કૃતિ સેનોન, આલિયા ભટ્ટ, શ્રદ્ધા કપૂર જેવી કેટેગરી  વાળી. અરે લોકો તું કેટલી પાતળી છો, કેટલી પાતળી છો, કહીને મને એટલું ઇરિટેટ ફીલ કરાવે કે ખરેખર આ શબ્દ જ સાંભળવો ના ગમે!!        આજકાલ લોકો ખાસ કરીને બોયઝ ને જાડી છોકરીઓ ગમતી હોય છે. બોયઝ કદાચ લગ્ન બાબતે સ્વભાવ કે  વફાદારી ચેક નથી કરતા પરંતુ ફેસ, લુક, ફિગર ચેક કરે છે. શું આ જ રીતે છોકરી પસંદ કરતા હોય છે? તો એવા બોયઝ ને કહેવાનું મન થાય કે ભાઈ, તું જેવી ગોતે છે ને   તેવી છોકરી તો કેટલાય ની સાથે ફરી ને આવી હશે!! હા, આજકાલ લોકોને પોતાના રૂપ નું અને દેખાવ નું બહુ ઘમંડ હોય છે!!  અને એ જ રીતે છોકરાઓ છોકરીઓને અને છોકરીઓ છોકરાઓ ને પટાવતી હોય છે. સારી છોકરી કે છોકરો બિચારા ચૂપચાપ બેસી રહે એટલે લોકો તેને  તારા માં તો કંઈ છે જ નહિ એવું સમજી બેસે છે!! અને પાછા લોકો તેને અપમાન કરીને પૂછે, તારા માં છે શું? પછી ખબર પડે કે એ જે માનતા હતા કે કઈ નથી  એ જ  છોકરી કે છોકરો જિંદગીભર એક જ વ્યક્તિ સાથે ,

True relationship 💕