Skip to main content

દંભ

આજકાલ લોકોની લાઇફ દેખાડા થી ભરપૂર છે.અત્યારે ફેસબુક,ઇનસ્ટાગ્રામ,ટ્વિટર ખાસ ધૂમ મચાવી રહી છે. લોકો ફેસબુક અને ઇનસ્ટાગ્રામ પર પોતાના તથા પોતાની અંગત લાઇફ,ફૅમિલી લાઇફ ના ફોટા અપલોડ કરે ને લાઈકસ અને કમેંટ મેળવે છે. ઘણી વાર તો હું પણ આશ્ચર્યચકિત થઈ જાવ કે લોકો ની લાઇફ માં દુખ છે જ ક્યાં! સર્વત્ર સુખ જ સુખ છે!!

આજકાલ લોકો એ મુખવટો ધારણ કરી લીધેલ છે. જે તે વ્યક્તિ પોતાની સારી સારી બાબતો ને ઉજાગર કરે છે અને પોતાની ડાર્ક સાઇડ ને છુપાવે છે. લોકો આજકાલ દેખાડો ઘણો કરે છે.

પૂરતા પૈસા ના હોવા છતાં સમાજ અને સોસાયટી માં પોતાનું સારું લાગે અ માટે લોકો બાળપણ માં પોતાના બાળક ને સારામાં સારી સ્કૂલ માં દાખલ કરે છે,દેખા દેખીમાં મોંઘા ટ્યુસન માં મોકલે છે, સારા સારા કપડા નો દેખાડો કરે છે. લગ્નપ્રસંગમાં તો ખૂબ જ દેખાડો થતો હોય છે. ભપકાદાર કપડાથી લઈને મોંઘમાં મોંઘી ડિશ નો દેખાડો. કદાચ આજકાલ ફેસન શો લગ્ન માં જ થતોહોય છે અલગ અલગ રીત રસમ માટે અલગ અલગ ડિજાઇન ને લેટેસ્ટ સ્ટાઈલ ના કપડાં. એક ને એક કપડાં થોડા સારા લાગે!!! ઓફ કોર્સ લોકો તમને તમારા કપડાથી ઓળખે છે,નહીં કે તમારા સ્વભાવથી,ખરું ને?!!!!

લોકો આઉટ ઓફ ઈન્ડિયા જાય એટ્લે શો ઓફ કરવા માટે ફેસબુક પર મસ્ત સ્માઇલ વાળા ફોટા અપલોડ કરે છે પણ હકીકત માં શું એ લોકો ખરેખર ખુશ હોય છે ખરા?? આજકાલ બનાવટી સ્માઇલ ફેશન બની ગઈ છે. લોકો ચહેરા પર દંભી હાસ્ય પહેરી ને વાહવાહ મેળવે છે.

હસબંડ વાઇફ ને એક બીજા સાથે બનતું ના હોય અને સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર #લવ #મેડફોરઈચઅધર જેવા ટેગ થી ફેક સ્માઇલ સાથે ફોટો અપલોડ કરે છે. પાર્ટીએસ માં ખૂબ સુખી હોવાનો ડોળ કરે છે. કયારેક તો અમુક લોકોને આ દંભ ની એટલી આદત પડી જાય છે કે કોઈ એને અરીસા માં સાચો ચહેરો બતાવે ત્યારે સત્ય નું ભાન થાય છે કે પોતે જીંદગીભર કેવળ દંભ જ કર્યો છે!!!

લાઇફ કોઈને દેખાડવા કે પોતાની ખુશી સાબિત કરવામાટે નથી. લાઇફ તો ખુશી ને શોધીને ખુશ રહેવામા છે. અ લાઇફ જ શું કામની જેમાં સમાજ માં ‘હું ખુશ છું’ એવું દેખાડવું પડે??!! ખુશી કે દુ:ખ ક્યારેય છુપાવી નથી શકાતા,ખુશી હાસ્ય દ્વારા અને દુખ-દર્દ રુદન દ્વારા છલકાય જ જાય છે.

ENJOY YOUR REAL LIFE .

Comments

Popular posts from this blog

દરિયો એક તરસનો....

 હમણાં કાજલ ઓઝા વૈદ્યની નોવેલ વાંચું છું. ચિત્રલેખા માં પ્રસિદ્ધ થયેલી અને બહુ જ ફેમસ એક અલગ જ નોવેલ છે, દરિયો એક તરસનો. એક છોકરી નાનપણથી માતા-પિતાનો પ્રેમ ઝંખે છે,પરંતુ સંજોગોવશાત તેના નસીબમાં જ નથી હોતો. પછી યુવાવસ્થામાં એક યુવક પાસેથી પ્રેમ ઝંખે છે,તે પણ તેના નસીબ માં નથી હોતો!! સ્વભાવે ભોળી,સુંદરતામાં રૂપસુંદરીઓને પણ પાછળ પાડી દે તેવી અત્યંત સુંદર, જાણીતી અભિનેત્રી, મબલખ સંપત્તિ વારસામાં મેળવનારી, નિઃસ્વાર્થ પ્રેમ ઝંખનારી વ્યક્તિ પોતાના સોનેરીદિવસો યુવાવસ્થામાં જ્યારે પ્રેમ પાછળ દોડે છે ત્યારે ઝાંઝવાના જળ ની જેમ આ પ્રેમ પણ માત્ર આભાસ સાબિત થાય છે!!વિશ્વરૂપી દરિયામાં તેની પ્રેમની તરસ બુઝાતી જ નથી!! બહુ જ નાજુક વિષયની આ વાર્તા બહુ જ સુંદર શબ્દો માં લખવામાં આવેલ છે. આ તો કેવળ એક કોરી કલ્પના હશે પરંતુ હકીકત માં પણ આવું બનતું હોય છે! અનેક લોકો એવા હોય છે જે અસીમ રૂપ, અખૂટ સંપત્તિ ના સ્વામી હશે પરંતુ પ્રેમ ની બાબતમાં બહુ જ ગરીબ હશે!! આજકાલ લોકો સાચી લાગણી નિઃસ્વાર્થ પ્રેમ ઝંખે છે,પણ આજકાલ પ્રેમ દુર્લભ છે!! આ કળિયુગમાં ઘણી વ્યક્તિઓ એકલવાયાપણું  ક્યાંક ને ક્યાંક તો મહેસુસ  કર...