Skip to main content

માનસિક વિકૃતિ


         14 મી એપ્રિલ એ મે 'અભય 3' વેબ સીરીઝ જોઈ. અદભુત!!  એક સિરિયલ કિલિંગ, અને માનસિક વિકૃતિ  ને દર્શાવતી આ વેબ સીરીઝ અનેક ટર્ન એન્ડ ટ્વિસ્ટ થી ભરપૂર છે.  હા, અભય, કુણાલ ખેમુ નો પોલિસ ઓફિસર નો રોલ દિલ ને ટચ કરી ગયો😍😍😍.

         માનસિક વિકૃતિ શા માટે ?? કદાચ જ્યારે એક બાળક પોતાના બાળપણ માં સતત હિનભાવ,સતત  રિજેક્સન, સતત  ઇગનોરન્સ, સતત સરખામણી, લઘુતાગ્રંથિ અને અન્ય કારણોથી પીડાતો હોય અને ધીમે ધીમે તેની આસપાસ નું વાતાવરણ એવું હોય કે પોતાના મન માં ઉદભવતા ભાવો ને અન્ય સામે કોઈ નજીક ના મિત્ર કે કોઈપણ વ્યક્તિ સાથે શેર ન કરી શકે, અંદર ને અંદર એક ગૂંગળામણ, બેચેની અનુભવતો હોય ત્યારે તે બાળક એકલું પડી જાય છે. અને ધીરે ધીમે કોઈ માનસિક વિકૃતિ તરફ વળે છે. લોકો થી દૂર રહેવા લાગે છે અને પોતાના મન માં એક અલગ  દુનિયા બનાવે છે. આવી વ્યક્તિ કદાચ સમય જતાં વધુ  મોટું મિત્રવર્તુળ બનાવી શકતી નથી. અને કદાચ નોર્મલ મેરેજ લાઈફ કે લવલાઈફ પણ  ભોગવી શકતી નથી. જે સમાજે કોઈપણ કારણ થી તેને અવગણ્યો હોય,(એવું એ વ્યક્તિ માને છે)  એ જ સમાજ ની વ્યક્તિઓને એ અવગણે છે, ધિક્કારે છે. 

       અમુક કિસ્સા માં જન્મ સમયે થતીઅથવા માં ના પેટમાં  હોવા સમયે જનીનો ની ખામી અથવા ગૂંચવણ પણ બાળક ને વિકૃત બનાવી શકે છે. 

         આ જ માનસિક વિકૃતિ અનેક સમસ્યા સર્જે છે. ક્યારેક બસ ધિક્કાર વૃત્તિ જ પૂરતી તો ક્યારેક અમુક સિરિયલ કિલર ને પણ જન્મ આપે છે. ક્યારેક આ માનસિક વિકૃત વ્યક્તિ  સ્ત્રી હોય તો પુરુષ ને પુરુષ હોય તો સ્ત્રી ને, ક્યારેક સમાજના અમુક સમુદાય ને ધિક્કારે છે. અમુક જ વ્યક્તિ નો આ ધિક્કાર સિરિયલ કિલિંગ સુધી મતલબ કે વ્યક્તિ ની હત્યા સુધી તે વ્યક્તિ ને દોરે છે. જે  તે  વ્યક્તિ ના માનસિક વલણ પર બધી વાત નો આધાર રહેલો છે. ઘણી વ્યક્તિઓની નોર્મલ વ્યક્તિ ની જેમ જ વર્તણુક હોય છે. યોગ્ય સમયે કદાચ આ પ્રકારના વ્યક્તિ ની સારવાર, પૂરતો પ્રેમ, પારિવારિક હૂંફ વગેરે વ્યક્તિ ને એક  નોર્મલ વ્યક્તિ બનવામાં મદદરુપ નીવડે છે. પરંતુ અમુક કિસ્સા ઓ માં કોઈ પણ જાતની મેડિકલ સારવાર મદદરૂપ બની  શકતી નથી,  વ્યક્તિ એ સારવાર માં સાથ જ નથી આપતી અને એ વ્યક્તિ જીવનપર્યંત  માનસિક રોગી જ રહે છે. 

          ક્યારેક અમુક બાળપણ ની ભૂલ આગળ જતાં કેટલું વિકરાળ સ્વરૂપ લે છે. આમ જોઈએ તો આજના યુગમાં નજીવી માનસિક વિકૃતિ  આપણી આસપાસ જોવા મળે જ છે. નાની નાની વાતો પર ખૂબ ગુસ્સો કરતી વ્યક્તિ, છોકરીઓ ને રોજ ખરાબ નજરે જોતો પુરુષવર્ગ, ઘરેલુ હિંસા, એસિડ એટેક, બળજબરી,  એક થી વધુ વ્યક્તિઓ સાથે લગ્નબાહ્ય સંબંધો  વગેરે  માનસિક વિકૃતિ જ છે ને!! 

        આ વિશ્વમાં દરેક વ્યક્તિ એક માનસિક સંતોષ,પ્રેમ  મેળવવા માંગે છે. ઘણી વાર બસ પોતાના મન ના સંતોષ માટે જ આ  વ્યક્તિઓ  અન્ય વ્યક્તિ ને ટાર્ગેટ બનાવે છે. લોકો  અનેક રીતે પોતાનો માનસિક સંતોષ પરિપૂર્ણ કરે છે. અનેક વખત ખોટા  રસ્તા અપનાવે છે. સમાજમાં બનતા ઘણા ઘૃણાસ્પદ બનાવો માં આ માનસિક  વિકૃત વ્યક્તિ ઓ જ ભાગ ભજવે છે.  અનેક ગુનેગારો માનસિક રીતે વિકૃત હશે જ. હા, તેના લેવલ અલગ હોય શકે, પરંતુ આખરે માનસિક અસ્વસ્થ વ્યક્તિ જ કોઈને મારી શકે અથવા અન્ય કોઈ હીન વૃત્તિ કરી શકે. 

        માનસિક વિકૃતિ અને માનસિક બીમારી બંને અલગ. બીમાર વ્યક્તિ કોઈ અન્ય ને હાનિકારક નથી હોતી. ડિપ્રેશન, સ્ટ્રેસ, વારંવાર  વસ્તુ ભૂલી જવી,મેમરી લોસ વગેરે માનસિક બીમારી કહી શકાય.  આ બીમારી થી પીડિત વ્યક્તિ આત્મહત્યા કરી શકે પણ કોઈની હત્યા ન કરી શકે, જયારે માનસિક વિકૃત વ્યક્તિ અન્યને જ હાનિ પહોંચાડે. માનસિક વિકૃત વ્યક્તિ સમાજ માટે લાલબત્તી સમાન છે. પોતાના મનના  સંતોષ માટે આ  માનસિક  વિકૃત વ્યક્તિ અન્ય વ્યક્તિ નો યેનકેન પ્રકારે ફાયદો ઉઠાવી શકે છે.  

       તમારી આસપાસ પણ જો કોઈ વ્યક્તિ તમને વિકૃત યા બિમાર લગે તો તે વ્યક્તિ ને જજ કર્યા સિવાય તે  વ્યક્તિને મદદરૂપ થવાની કોશિશ કરો, અન્યથા તે વ્યક્તિ થી દુર રહો. 


             

Comments

Popular posts from this blog

 
 

Aprajita .. growing..