Skip to main content

હસતો ચહેરો

દુનિયાની ખૂબ જ સુંદર વસ્તુ કઈ છે?? બાળકના ચહેરા પરનું નિર્દોષ હાસ્ય..

હા, હાસ્ય એ કુદરત ની એક અનમોલ દેન છે.ચહેરા પર એક નિર્દોષ સુંદર સ્માઈલ વ્યક્તિ ને મનમોહક બનાવે છે.

તમે હવાઈ મુસાફરી હોય તો ખ્યાલ હશે કે  ટ્રાવેલિંગ દરમિયાન પેલી એરહોસ્ટેસ શા માટે સુંદર લાગે છે? એટલે કે એને મેકઅપ કર્યો હોય,ફેશનેબલ કસુંદર કપડાં પહેર્યા હોય,તમારા 25 વાર કારણ વગર બેલ મારવાથી તુરંત હાજર થઈ જરાપણ અકળામણ વગર ચહેરા પર સ્મિત સાથે જવાબ આપે એટલે?? યસ, કોઈ ઇરરિટેસન વગર સુંદર સ્મિત સાથે જવાબ આપે એટલે..

હાસ્ય એ કુદરતી મેકઅપ છે,જેના વગર કોઈ પણ સુંદર વ્યક્તિ ખૂબ  ભદદી લાગે છે! જસ્ટ ઈમેજીન કોઇ ખુબજ ચિત્ત આકર્ષક યુવતી ને તમે મળતા હોવ ને પેલી જરા પણ સ્મિત ના આપે તો તમે એને ખડૂસ જ સમજશો! જ્યારે કોઈ યુવતી કદાચ કદરૂપી કે દેખાવે સામાન્ય હોય પણ તમે એને મળો ત્યારે હસી બોલીને વાત કરે તો તમને ભવિષ્ય માં પણ એ જ યુવતી સાથે વાત કરવી ગમશે. હસમુખી વ્યક્તિ સાથે નો 5 મિનિટનો સંવાદ પણ તમારા ઉદાસીન દિવસને પ્રફુલ્લિત બનાવી દે છે.

આ દુનિયા અનેક પ્રકારના લોકોથી ભરેલી છે. રોજબરોજ ના વ્યવહાર મા ઘણા લોકો સાથે મળવાનું બનતું હોય છે. અમુક હસમુખી વ્યક્તિ હોય એની સાથે ફક્ત 5 મિનિટ વાત કરવાથી દિવસ સુધરી જાય છે, જ્યારે અમુક લોકો એવા પણ હોય છે જેની સાથે કમને  2 કે 3 કલાક કે તેથી વધુ સમય સાથે રહેવું પડે છે,ખાસ કરીને ઓફિસમાં!!! ગંભીરમુદ્રા ઘણી વખત વ્યક્તિને બહુ બોરિંગ બનાવે છે!!!

હાસ્ય પણ નિર્દોષ, નિષ્કપટ હોવું જોઈએ. કેટલાક ઓફિસે કર્મચારી પોતાના બોસને બટર પોલિશ લગાવવા,એની રહેમનજર મેળવવા  માટે હસે છે,આ પ્રકારનું હાસ્ય દંભી કહેવાય!! બનાવટી, દંભી હાસ્ય ચહેરાને કુરૂપ બનાવે છે.

હાસ્ય એ તણાવમુક્ત કરનારી બેસ્ટ થેરાપી છે.

So Be beutiful with a lovely smile😊.

Comments

Popular posts from this blog

 
 

Aprajita .. growing..