Skip to main content

First be his friend..



              હમણાં એક સુંદર વાત મેં વાંચી. કોઈપણ સંબંધને સરળતાથી સમજવા માટે સૌપ્રથમ મિત્ર બનો. મિત્રતા એ એક અલગ જ અને ખાસ સંબંધ છે.  

        એક કપલ લવ મેરેજ મા મહદઅંશે પહેલા મિત્ર પછી ખાસ મિત્ર પછી પ્રેમી અને પછી પતિ પત્ની  બને છે.ટૂંકમાં એ સંબંધ  ની શરૂઆત પણ મિત્રતા થઈ જ થઈ છે. આ આજીવન સમભણધ માં મીઠાશ જાળવી રાખવા  એક બીજા ના મિત્રા બની રહો. મિત્રતા માં કોઈ  વાત બેજીજક એક બીજાને કહી શકાય . તો તમે પણ તમારા પાર્ટનર ને એ વિશ્વાસ અપાવો કે તમે પણ કોઈ પણ વેટ સમસ્યા કે મુસીબત વિના સંકોચે શેર કરી શકો છો, તો એ સંબંધ મજબૂત બની રહેશે. 

          સંતાનના મનને જાણવા માટે માતા અને પિતા બંને એ મિત્રા બનવું પડે. એક મિત્ર ને એક વ્યક્તિ બહુ સાહજીકતાથી બધી વાત  કહી શકે છે. સંતાનને ખિજાવવા કે મારવા  ને બદલે  પ્રેમથી મિત્રા બનીને તેની વેટ ને જાણો સમજો તો માતા પિતા તથા સંતાન વચ્છનો સંબંધ એક અનેરો જ સંબંધ બની રહેશે. એ જ સંતાન તમને જીવનની બધી પરેશાની અને સમસ્યા ખુલીને કહી શકશે. 

      એ જ રીતે ઘર માં થોડું બોઝીલ વાતાવરણને ફ્રી બનવી ને દાદા -દાદી પણ યુવાવસ્થા એ પહોચી ગયેલ  પૌત્ર કે પૌત્રી ના જો મિત્ર બનીએ મુક્તમને હસી મજાક કરી શકે તો પરિવાર નું વાતાવરણ ખુશનુમા બની રહે. 

    એક ભાઈ-બહેન કે બે બહેનો કે બે ભાઈઓ કે કઝીન્સ વચ્ચે પણ મુક્ત  વાતાવરણ હોય તો એ સંબધ વધુ મજબૂત બની શકે. 

     દરેક સંબંધ ની એક મર્યાદા હોય પરંતુ જો એ મર્યાદા ને તોડી ને થોડુ મુક્ત વાતાવરણ આપવામાં આવે તો દરેક સંબંધ ખીલી ઉઠશે. હા, સંબંધ માં મુક્ત વાતાવરણ હોય, પણ સંબંધ ની ગરિમા પણ જાળવી રાખવી જોઈએ. પરસ્પર માન-સમ્માન પણ જાળવવું જોઈએ. પરિવાર માં દરેક વ્યક્તિ મુક્તમને પોતાની પરેશાનીનો હલ મેળવી શકશે. 

        આજના સમયમાં સંબંધો બહુ ગૂંચવાઈ ગયા છે. થોડી સમજદારી થોડી ઉદારતા દાખવી ને  આ ગૂંચ ને સુલજાવવાના પ્રયાસ કરી શકાય. યાદ રહે,  કોઈ પણ સંબંધ નો પાયો વિશ્વાસ છે. જરૂર છે  પરસ્પરના આ વિશ્વાસ ને જાળવી રાખવાની. 



Comments

Popular posts from this blog