Skip to main content

લોકડાઉન ટાઈમ...

હેલ્લો રિડર્સ!!!

વેલ નવીનમાં એવું છે કે હું એવું માનતી હતી કે  કોરોના  મારા જામનગર માં નહિ આવે પણ ગઈકાલે જ કોરોના ની એન્ટ્રી મારા જામનગરમાં પણ શાંતિપૂર્વક થઈ ગઈ!!!! વેલ મને ફરક નથી પડતો. જસ્ટ વાત છે!!બાકી અફવાનું બજાર પણ હાલમાં ગરમ જ છે!!

લોકડાઉન સમગ્ર ભારતભરમાં છે. અને એ પણ ફરજિયાતપણે ને હા, સમગ્ર જનતાના હિતાર્થે જ તો!!

પરંતુ જનરલી આપના પુરૂષ પ્રધાન સમાજ માં કોઈ પણ જેન્ટ્સ ને ફરજિયાતપણે બાંધી રહેવાની ટેવ નથી, એટલે 22 તારીખ ના એકદિવસીય બંધથી જ લોકો સંપૂર્ણ પણે કંટાળી ગયા હતા. ત્યાં 21 દિવસનું લોકડાઉન!! અસહનીય!! જરા વિચારો જે લોકો 12 કે તેથી વધુ કલાકો બહાર રહેવા ટેવાયેલ હોય ત્યાં આટલા સળંગ દિવસ કેમ ગમે બંધિયાર અવસ્થા માં? લોકો કોઈ ને કોઈરીતે આ અકળામાણભરી પરિસ્થિતિ ને પસાર કરવાનો પ્રયત્નો કરી રહ્યા છે! પરંતુ ધીમે ધીમે લોકોમાં ગુસ્સો, ક્રોધ વધી રહ્યો છે. કોઈ ને કોઈ રીતે બીજા પર નાની વાતોમાં ગુસ્સો વહી રહ્યો છે!!

હા એક બાબત સારી બની છે કે સરકારે રામાયણ,મહાભારત  જેવી પ્રસિદ્ધ સિરિયલના એપિસોડ પુનઃપ્રસારીત કરવાનું શરૂ કરી  દીધું છે. અને તેનો TRP ઘણો હાઈ છે. વર્તમાન ચાલતી સિરિયલો અને મુવી રિલીઝ થવાનું બંધ થઇ ગયેલ છે!

ટૂંકમાં, કોરોના ને લીધે જે અશક્ય હતું તે શક્ય થવા લાગ્યું છે! ક્યારેય મોલ્સ, સિનેમા, મલ્ટીપ્લેક્સીસ,હોટેલ્સ, એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ભારત ના સુપ્રસિદ્ધ મંદિરો, કલબઝ,  લગ્ન પણ(!)   બંધ  ન રહેવાવાળા આજે સંપૂર્ણપણે બંધ પાલી રહ્યા છે!! અરે કોલેજ એગઝમ્સ પણ બંધ થઈ ગઈ છે!વગર પરીક્ષા એ પ્રમોશન!! એ શેરની ગલીઓ, રોડ લોકોથી ધમધમતા હોય એ અત્યારે સુમસામ થઈ ગયા છે! કદાચ સમયે પણ પોતાનું મહત્વ લકોને સમજાવી દીધું છે. સમય ક્યારેય એકસરખો રહેતો જ નથી, પરિવર્તનશીલ જ છે.

હા, જે કપલ ને એક બીજા માટે ટાઈમ નહતો મળતો એ મળવા લાગ્યો છે.જે માતાપિતાને પોતાના બાળક,પોતાના માતા-પિતા માટે ટાઇમ નહતો મળતો તે મળવા લાગ્યો છે. લોકો પોતાન પરિવાર ને સંપૂર્ણ સમય આપી રહ્યા છે(કોઈ ચોઇસ જ નથી!!). હા ફેસબૂક હેપી કપલ અને વાસ્તવ માં એક બીજા ને સહન કરનારા કપલ માટે આ લોકડાઉન ખતરનાક સાબિત રહેશે!!😁😁 પુરુષવર્ગ પોતાના ઈગોને એક બાજુ મૂકી ને રસોઇશાસ્ત્ર માં નવા અખતરા શરૂ કરી દીધા છે. બાળકોને લાબું વેકેશન પડી ગયું છે! ઘરની ગૃહિણીઓનું કામ વધી ગયું છે, ગમે તે બંધ થઈ  માણસ ખાવાનું બંધ નહિ કરે એટલે ગૃહિણીઓને ક્યારેય પણ બંધ નું અનુકરણ નહિ કરવું પડે!!!😁😁😁

આ લોકડાઉનના સમયમાં જો કોઈ પરિવારમાં ભૂલથી કોઈ દેશની બહાર ગયેલ હોય,હવેતો મુંબઇ કે અમદાવાદ પણ ગયેલ હોય તો લોકો તેને શંકાની નજરે જુએ છે, હાલ માં છુઆછુંતનું પ્રમાણ વધી ગયું છે.

એક તરફ આ મહામારીથી બચવાના પ્રયાસો તો બીજી તરફ સમગ્ર વિશ્વભરમાં આવનારી મહા આર્થિક મંદી નો ડર, બેરોજગારી નો ડર જેવા ડર થઈ સરકાર તેમજ લોકો ચિંતિત છે.
પણ સરકાર ગમે તે કરે આપના ભારત દેશ મા સરકારના નિયમોનું ઉલ્લંઘન કરનાર પણ ઘણા છે જ! ડ્રોન કે કોઈ પણ અત્યાધુનીક સાધન હોય અમૂક લોકોને કઈ જ ફેર નથી પડતો. હા, એક વાત છે, આ દ્રશ્ય મને બોવ ગમે કે કોઈ પોલીસમેન જસ્ટ નીકળે તો પણ લોકો પોતાના ઘરમાં ઘુસી જાય. જાણે ટોમ એન્ડ જેરી ની રમત રમી રહ્યા હોય! પાવર,સત્તા નો જાદુ જ કંઈક અલગ હોય છે. 

HAVE A HAPPY LOCKDOWN DAYS!!

STAY HOME STAY SAFE.

Comments

Popular posts from this blog

 

June end..

         I dont like farewell never ever....This june month  was full of ups and downs.. many things happen sometimes became sad and sometimes happines came. Things whichnI had never imagined that happened  and yeah like all other months this month also passed. But yes many more memories remain in my heart in my mind intact.. and yes  I realy wish to god  that upcoming month brings lots of joy and happiness and all my dreams come soon. Because of me my father and my mother become happy nI give them all happiness which they really deserve .          Every day, every month and every year has its own memories...