Skip to main content

Mirchi malini

છેલ્લા ઘણા સમયથી ઘણી વેબ્સિરીજ, શોર્ટ મૂવીસ બહુ બધુ અવેલેબલ છે. મને અલગ વિષય વાળી  નોવેલ કે વાર્તા કે મૂવીસ આકર્ષિત વધુ કરે.

હાલમાં જ મે હોટસ્ટાર પર એક સરસ શોર્ટસ્ટોરી જોઈ,મિર્ચી માલિની. એક લેડી જે ફકત બીજી લેડી ના હાથનું બનાવેલ ભોજન પરથી તેનો ભૂતકાળ,વર્તમાન અને ભવિષ્ય કહી શકે. વેલ વાર્તા નું સ્ટાર્ટિંગ જ કઈક હટકે હોય છે. એકવખત તે એક સ્ત્રીને તેના પતિ ની હયાતી માં જ તેના એકસ્ટ્રા મૅરેજ અફેર વિષે કહી દે છે,પરિણામ સ્વરૂપ તેનો પતિગુસ્સે થઇ જાય છે અને પતિ-પત્ની ના સંબંધ બગડે છે.  પછી પેલી સ્ત્રીને પોતાના બચાવમાં કહે છે કે મે તો માત્ર સત્ય જ કહ્યું. ત્યારે પેલી સ્ત્રી બદ્ દુવા આપે છે કે તેને પણ એ જ  પરિસ્થિતિ માથી પસાર થવું પડશે.

સમય પસાર થાય છે. ફેમસ ફૂડ પ્રેડીક્ટર થોડા સમય માટે બ્રેક લે છે અને એક દિવસ ફક્ત 4 સ્ત્રીઓને પોતાના ઘરે આમત્રણ આપેછે , ઓફકોર્સ ફૂડ લઈને. 4 સ્ત્રીઓ પોતપોતાના ક્ષેત્ર માં ફેમસ હોય છે. ફેમસ શેફ,અભિનેત્રી, હાઉસવાઇફ અને પત્રકાર. કોઈ એકબીજાને જાણતી નહતી હોતી. ફર્સ્ટ ટાઇમ જ એકબીજાને મળે છે. ચારેય એમ જ વિચારે છે કે ખૂબ મોટી પાર્ટી હશે,અને લોકો હશે, પણ પાર્ટી ફક્ત ચાર પૂરતી જ હોય છે. પછી પેલી પ્રેડિક્ટર બધાનો પાસ્ટ કહે છે. અંતે પેલી પ્રેડિક્ટર બધા માટે પોતાના હાથેથી સ્વાદીષ્ટ ખીર બનાવે છે અને ચારેય બહુ પ્રેમથી આ ખીર ખાય છે.

ત્યારે પેલી પ્રેડિક્ટર ચારેયને કહે છે કે શું તમે ક્યારેય આ વિચાર્યું કે જે વ્યક્તિ સાથે તમે સમય પસાર કર્યો એને ખૂબ જ અનહદ પ્રેમ કરવાવાળી એની પત્ની હોય શકે!!

થોડા ફ્લેશબેક માં જઈએ. આ ચારેય સ્ત્રીઓને તેમના બોયફ્રેન્ડ હોય છે. અને પછી ખ્યાલ  આવે છે કે ચારેય ના બોયફ્રેન્ડ એક જ હોય છે!! હા અને પેલી પ્રેડિક્ટર નો પતિ જ આ ચારેયનો બોયફ્રેંડ હોય છે!!વેલ ટ્વિસ્ટ એન્ડ ટર્ન અહી જ સમાપ્ત નથી થતાં. કાસાનોવા ઇમેજ ધરાવતો એ કોમન વ્યક્તિ ફૂડ પોઇસોનિંગ ને લીધે મૃત્યુ પામેલ. અને આ પાર્ટી માથી ઘરે પહોચેલ ચારેય સ્ત્રીઓ પણ થોડીવારમા મૃત્યુ પામે છે.

વેલ,મને તો ખૂબ જ ગમી સ્ટોરી. એક સ્ત્રી ક્યારેય દગો સહન ના જ કરી શકે. અંગત રીતે હું ખુદ પણ કાસાનોવા ઇમેજ વાળી વ્યક્તિ ને ધિક્કારું છું. અને કોઈ દુખી વ્યક્તિના હદય ની હાય પણ કહેવાય છે કે ખાલી નથી જતી. એટ્લે એનાથી દૂર જ રહેવું!! કોઈની દુઆએ મળે તો સારું કહેવાય પણ બદદુવા તો સ્વીકાર્ય જ નથી..

મને સ્પાઈસી લોકો ગમે બસ શરત એ કે મારી સાથે સ્વીટ હોવા જોઈએ!!

એન્જોય ઈવનિંગ.

Comments

Popular posts from this blog

Duvidha..

                સુંદર રાત્રિ છે. આજે એક સિરીયલ માં એક છોકરો મસ્ત ડાયલોગ બોલે છે, તેના જીવનમાં અનેક ખૂબસૂરત છોકરીઓ આવી હોય છે, પરંતુ એક જાતની માસૂમિયત કહી શકાય  એ માસૂમિયત માત્ર તેને એક જ છોકરી માં દેખાય છે. તેની એ માસૂમિયત તેને ખૂબ જ આકર્ષિત કરે છે.          એ સીન જોઈને એક જ પ્રશ્ન થાય કે શું કોઈ છોકરા ને મારી, મારા ચહેરા પર ની માસૂમિયત નજરે પડે?? શું કોઈ એવું મળશે કે જે ચહેરા પર ની માસૂમિયત, ભોળપણ, સત્યપ્રિયતા, સાદગી જેવા ગુણ જોઈ શકે?  2024 ના  સમયમાં  ટાઇમપાસ કરવાવાળા અનેક  કપલ ને જોઇને એક જ પ્રશ્ન થાય કે અનેક ખરાબ લુક વાળી છોકરીઓને સારા સારા છોકરા મળી શકે તો મારા માં શું ખામી છે!!?????   અરે કેટલાય કપલ જોઈને એમ થાય કે વાહ, શું  છોકરો છે અને શું ભંગાર એની લાઇફ પાર્ટનર છે!  ઘણીવાર એથી ઉલટું પણ હોય!! મને ઘણી વાર એમ થાય કે જો આ  જ છોકરો મારી સાથે હોય તો  મારી જોડી કેટલી ફાઈન લાગે!?! પણ ના,  ભગવાનજી ને એ ગમતું જ નથી કે મારો કોઈ સારો બોયફ્રેન્ડ હોય!😜 મારા કેસ માં તો ભગવાન પણ મારા પ્રત્યે પઝેસિવ છે 😜😜!         આમ પણ  જે ઘણા પ્રયત્નો કર્યા બાદ મળતું હોય તેની કદર થાય, બાકી  જે  સારા માણસો

Body shaming

         હમણાં એક છોકરો  જોવા ગઈ હતી.  છોકરા ને આમ બધું ઓકે લાગ્યું. પરંતુ બસ જરા હું પાતળી લાગી.  What rubbish!!!           નાનપણ થી જ હું પાતળી છું. પાતળી એટલે કૃતિ સેનોન, આલિયા ભટ્ટ, શ્રદ્ધા કપૂર જેવી કેટેગરી  વાળી. અરે લોકો તું કેટલી પાતળી છો, કેટલી પાતળી છો, કહીને મને એટલું ઇરિટેટ ફીલ કરાવે કે ખરેખર આ શબ્દ જ સાંભળવો ના ગમે!!        આજકાલ લોકો ખાસ કરીને બોયઝ ને જાડી છોકરીઓ ગમતી હોય છે. બોયઝ કદાચ લગ્ન બાબતે સ્વભાવ કે  વફાદારી ચેક નથી કરતા પરંતુ ફેસ, લુક, ફિગર ચેક કરે છે. શું આ જ રીતે છોકરી પસંદ કરતા હોય છે? તો એવા બોયઝ ને કહેવાનું મન થાય કે ભાઈ, તું જેવી ગોતે છે ને   તેવી છોકરી તો કેટલાય ની સાથે ફરી ને આવી હશે!! હા, આજકાલ લોકોને પોતાના રૂપ નું અને દેખાવ નું બહુ ઘમંડ હોય છે!!  અને એ જ રીતે છોકરાઓ છોકરીઓને અને છોકરીઓ છોકરાઓ ને પટાવતી હોય છે. સારી છોકરી કે છોકરો બિચારા ચૂપચાપ બેસી રહે એટલે લોકો તેને  તારા માં તો કંઈ છે જ નહિ એવું સમજી બેસે છે!! અને પાછા લોકો તેને અપમાન કરીને પૂછે, તારા માં છે શું? પછી ખબર પડે કે એ જે માનતા હતા કે કઈ નથી  એ જ  છોકરી કે છોકરો જિંદગીભર એક જ વ્યક્તિ સાથે ,

True relationship 💕