Skip to main content

Freedom

 આઝાદી...

    કોણ પાંજરામાં કેદ રહેવા ઈચ્છે!! આઝાદી નું મૂલ્ય પિંજરામાં કેદ પોપટ ને પૂછો, દર્દનાક કથા સાંભળવા મળશે!!

      આજકાલ લોકો  સ્વતંત્રતા ને નામે સ્વચ્છંદતા ભોગવે છે. માં બાપે આપેલી ફ્રીડમ નો  છોકરા છોકરીઓ ખોટો ફાયદો ઉઠાવીને  ખોટી  સંગત માં ફસાઈ જાય છે.

 એટલે જ ઘણા માં બાપ પોતાની દીકરી ને પોતાના સુરક્ષા કવચ માં ,સેફઝોન માં રાખતા હોય છે! તેની પાછળ તેમની ચિંતા અને કાળજી હોય છે, નહિ કે ગુસ્સો કે જાસૂસી. 

       પણ ક્યારેક વધુ પડતી ચિંતા કે ફિકર પણ કોઈ વ્યક્તિ માટે અસહ્ય બની રહે છે. દરેક જીવંત વ્યક્તિમાં જીવ હોય છે તમે તેને બાંધી  ને કે કેદ કરીને ના રાખી શકો. 

   પૃથ્વી પરના દરેક જીવને મુકતપણે ખુલ્લા ગગનમાં ઉડવાનો હક હોય છે. 

   શા માટે છોકરાઓ મોડે સુધી બહાર રખડપટ્ટી કરી શકે અને શા માટે છોકરીઓને રાતના 7 વાગ્યા પહેલાં તો ઘરમાં આવી જ  જવાનું? શા માટે  છોકરાઓ ને બહાર ગર્લફ્રેન્ડ રાખવાની છૂટ અને એક છોકરી એક છોકરા સાથે જરા હસે બોલે ત્યાં તો પૂરી દુનિયા તેને એ છોકરાની ગર્લફ્રેન્ડ કે સારા શબ્દો માં "બંને નું ચાલે છે" માણી બેસે છે? શા માટે છોકરા ને ભણવા માટે બહારગામ જવાની છૂટ અને છોકરી ને નહિ? શા માટે છોકરાઓને કોઈપણ કપડાં પહેરવાની છૂટ અને છોકરીઓ ને "ડ્રેસ જ સારા લાગે!" જેવા કોમ્પ્લીમેન્ટ્સ !! 

      છોકરીઓને એક મર્યાદા માં જ રહેવાનું!!

શા માટે આવી બધી પાબંધી અને પક્ષપાત??! 

     શું એક છોકરી નોકરી કરીને સેલ્ફ દીપેન્ડન્ટ  ના બની શકે??

        મારી પર્સનલ વાત કરું તો મને તો એવો પતિદેવ જોઈએ છે કે જેને મારા પર ખૂબ વિશ્વાસ હોય!  એને વિશ્વાસ હોવો જોઈએ કે મારી પત્ની  ક્યારેય મારી સાથે છેતરામણી ન જ કરે!!  કદાચ  કોઈ અન્ય વ્યક્તિ સાથે વાત કરતી હોવ તો પતિદેવ ને વિશ્વાસ હોવો જોઈએ કે મારી પત્ની ક્યાંય ખોટા વ્યક્તિ સાથે નહિ જ હોય!!અને તેમનો એ અતૂટ વિશ્વાસ ને હું ક્યારેય ન તૂટવા દઉં એ મારો  તેમના પર નો પ્રેમ... બસ  આવો જ વિશ્વાસ આવી  જ વફાદારી, દરેક સંબંધ માં હોવી જોઈએ. આજકાલ મોબાઈલ માં લોકો પાસવર્ડ રાખતા હોય છે, પણ હું કહું કે પતિ અને પત્ની અને  વચ્ચે એટલી પારદર્શિતા હોવી જોઈએ કે બંને એકબીજાના મોબાઈલ ચેક કરે તો કંઈ  જ ખરાબ વાત કે કોઈ અન્ય ત્રાહિત વ્યક્તિ  સાથે કંઈ  અજુગતું મટીરીયલ જ ના મળે! બસ આ જ કહેવાય વિશ્વાસ! અને આવું હોય ત્યાં પૂરી આઝાદી મળે! 

         સાઈકોલોજીકલી , તમે કોઈ વ્યક્તિ ને બાંધી રાખો તો એક દિવસ એવો આવે  કે એ વ્યક્તિ સ્પ્રિંગ ની જેમ ઉછળે, મતલબ કઈક ખોટું પગલું ભરે!! એના કરતાં છૂટછાટ આપવી સારી. સાથે માં બાપે પોતાના બાળકોને  એ પણ શીખવવું જોઈએ કે  સ્વતંત્રતા અને સ્વચ્છંદતા બંને વચ્ચે મોટો  તફાવત છે. સ્વચ્છંદતા ના પરિમાણો શું હોય શકે એ પણ સમજાવવું જોઈએ. બસ ત્યારબાદ કોઈ પણ વ્યક્તિ  પોતે પોતાની લક્ષ્મણ રેખા માં જ રહે. 

     તમે કોઈની આઝાદી પર તરાપ મારો તો તમે ખુદ લાંબા એક વાર  એ બંધન માં જીવી જુઓ. દુનિયા નો કોઈ જ છોકરો  ન જ સહન કરી શકે...!!

Comments

Popular posts from this blog