Skip to main content

Duvidha..


                સુંદર રાત્રિ છે. આજે એક સિરીયલ માં એક છોકરો મસ્ત ડાયલોગ બોલે છે, તેના જીવનમાં અનેક ખૂબસૂરત છોકરીઓ આવી હોય છે, પરંતુ એક જાતની માસૂમિયત કહી શકાય  એ માસૂમિયત માત્ર તેને એક જ છોકરી માં દેખાય છે. તેની એ માસૂમિયત તેને ખૂબ જ આકર્ષિત કરે છે.
         એ સીન જોઈને એક જ પ્રશ્ન થાય કે શું કોઈ છોકરા ને મારી, મારા ચહેરા પર ની માસૂમિયત નજરે પડે?? શું કોઈ એવું મળશે કે જે ચહેરા પર ની માસૂમિયત, ભોળપણ, સત્યપ્રિયતા, સાદગી જેવા ગુણ જોઈ શકે?  2024 ના  સમયમાં  ટાઇમપાસ કરવાવાળા અનેક  કપલ ને જોઇને એક જ પ્રશ્ન થાય કે અનેક ખરાબ લુક વાળી છોકરીઓને સારા સારા છોકરા મળી શકે તો મારા માં શું ખામી છે!!?????   અરે કેટલાય કપલ જોઈને એમ થાય કે વાહ, શું  છોકરો છે અને શું ભંગાર એની લાઇફ પાર્ટનર છે!  ઘણીવાર એથી ઉલટું પણ હોય!! મને ઘણી વાર એમ થાય કે જો આ  જ છોકરો મારી સાથે હોય તો  મારી જોડી કેટલી ફાઈન લાગે!?! પણ ના,  ભગવાનજી ને એ ગમતું જ નથી કે મારો કોઈ સારો બોયફ્રેન્ડ હોય!😜 મારા કેસ માં તો ભગવાન પણ મારા પ્રત્યે પઝેસિવ છે 😜😜! 
       આમ પણ  જે ઘણા પ્રયત્નો કર્યા બાદ મળતું હોય તેની કદર થાય, બાકી  જે  સારા માણસો હોય,  જે વફાદાર હોય, તેની આ જમાનામાં કોઈ જ કિંમત નથી. ઘણી વાર માણસો અયોગ્ય વ્યક્તિ પાછળ પોતાનો સમય વેસ્ટ કરતા હોય છે. જે વ્યક્તિ ને તમારી કોઈ જ કદર નથી તે વ્યક્તિ સાથે જિંદગી નો અમૂલ્ય  સમય બરબાદ કરવો એના કરતાં તો એકલા જ રહેવું સારું!! માણસો ટાઇમપાસ કરવા શું નથી કરતા!!? અને અમુક તો ટાઇમપાસ કરવા પણ સુંદર નંગ ને પસંદ કરતા હોય!!
        આજે જ પેપરમાં હતું કે કાર્તિક આર્યન પ્રેમ ના મામલામાં બદનસીબ છે!! આટલો ચારમિંગ હોવા છતાં પણ તેને તેના મનની અને હ્રદય ની રાણી નથી મળી. સેમ ટુ સેમ મારી પણ બાબત માં છે. ક્યારેક એમ થાય કે બીજા ને જોઈને જલન જ ફીલ કરવાની છે કે શું? ભગવાન જી પાસેથી બસ એક એક જ પ્રેમાળ વ્યક્તિ જોઈએ છે  એ પણ નથી મળતો!!!

 ક્યારેક એક મનમાં ટિસ ઉઠે કે મારા માં શું ખામી છે?? 

Comments

  1. તમને પણ તમારા મનનો માણીગર મળી જશે તમને પણ તમારો કાર્તિક આર્યન મળી જશે નો ટેન્શન...

    ReplyDelete
  2. Let's join hands where minds meet, not get married where four people say

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

 
 Today i watched A gujju movie LAGAN LAGI RE .          Amazing movie.. but one thing i still dont get it that are coincidences give us some signs?? Do universe give us some signs ? Many times the universe  trying to give some hints but we interpret it according to our thoughts.         Sometimes co incidences are just happen randomly but we take it seriously.          Just small thought erase ur worries"Go with the flow". 

આજનો રવિવાર..

          દરેક દિવસ આપણી લાઈફમાં એક અલગ યાદ મૂકીને જતો હોય છે. આજનો દિવસ પણ કંઈક એવી જ રીતે મારે માટે યાદગાર રહ્યો.         સામાન્ય દિવાસની  જેમ આજે પણ હું શાંતિથી મારી મમ્મી એ સોંપેલ કામ,શાકભાજી લેવાનું કામ માટે ઘર ની બહાર ગઈ.  થોડે દુર  જ શાક વાળા ભાઈ હોય છે. તો આજે એક ગલીમાં ગઈ હજુ શાંતિ થઈ જતીહતી ત્યાં એક કૂતરું રસ્તા માં આવ્યું અને મને  બટકું ભરવાની ટ્રાય કરી. મારા પોતાના પુણ્ય કે મારા વેલ વિશેર ની દુઆ થી મેં સદનસીબે આજે ફૂલ સ્લીવ નું ટોપ પહેર્યું હતું,  એથી હું બચી ગઈ, જસ્ટટોપ જ ખરાબ થઇ ગયું, બાકી જો મેં સ્લીવ લેસ ટોપ પહેર્યું હોત તો આજે અત્યારે હાલ માં હુ હોસ્પિટલ માં ઈન્જેકશન લાઇ રહી હોત!!! આને શુ કહેવું?!? કદાચ હું માનું કે ના માનુ પણ આ કદાચ એક ચમત્કાર જ કહી શકાય. બાકી આજે હું સ્લીવ લેસ જ ટોપ પહેરવાની હતી,પણ અંત સમયે એ વિચાર મુક્યો અને  બીજું ટોપ પહેર્યું.જો ફુલ સ્લીવ ટોપ ના પહેર્યું હોત તો  આજે જખમી હોત!! કારણકે કુતરા એ મારું ટોપ ખરાબ રીતે ફાડી નાખ્યું હતું. એના તિક્ષ્ણ દાંત નો શિકાર હું નહિ, ...