Skip to main content

Yariyaan ...❤️


        

   2023 માં  એક મસ્ત મુવી આવ્યું. યારીયા-2 .  વાહ શું મૂવી છે!! એકદમ જોરદાર!! 3 કઝીન  ની વાર્તા છે જે એકબીજાના ખરાબ સમયમાં એક બીજાના  પડખે ઉભા હોય છે. સગાં ભાઈ બહેન જેટલો જ એક બીજાને પ્રેમ કરતા હોય છે.

    લાડલી અને અભય ની લવસ્ટોરી જબરદસ્ત! લાડલી હજુ ભણવાનું પૂરું કરે ત્યાં જ તેના અરેન્જ મેરેજ કરી દેવામાં આવે છે. તેનો પતિ અભય  તેને મુંબઇ લઇ જાય છે પરંતુ બંને વચ્ચે કમ્યુનિકેશન ગેપ રહે છે. અભય બિલકુલ શાંત અને લગ્ન જીવનની શરૂઆતમાં જ બિઝનેસ ના કામ માટે લાડલી ને લીધા વગર વિદેશ જાય છે.  કદાચ તેના માટે  મેરેજ એટલે એક બસ ડીલ. ખુબ જ ઓછું બોલતો અને કદાચ ખડૂસ અભય માટે મેરેજ નું કોઈ મહત્વ નહતું. કરી નખ્યા મેરેજ  વાત પૂરી..  અરે , એટલો કામઢો કે લગ્નની રાત્રે પણ લેપટોપ પર કૉંફેરેન્સ અટેન્ડ કરે છે!!!  લાડલી ને પતિ નો પ્રેમ જોતો હોય છે, જ્યારે અભય તેને ચેકબુક અને  ક્રેડિટ કાર્ડ આપીને વિદેશ રવાનાં થાય છે. લાડલી તેના બે કઝીન ભાઈ સાથે બહાર ફરવા જાય છે. આમ થોડા દિવસો વીતે છે, ત્યારબાદ લાડલી ને ખબર પડે છે કે તેના જ ઘર માં એક આખો રૂમ ,સિક્રેટ રૂમ અભય ની ગર્લફ્રેંડ ના ફોટોસ થી ભરપૂર છે, જેમાં કોઈને પણ જવાની ચોખ્ખી મનાઈ છે.  કોઈ પણ પત્ની પોતાના પતિને બીજી છોકરી સાથે બરદાસ્ત ન કરી શકે!!જ્યારે એક સુંદર છોકરી ને તેનો પતિ અટેન્શન  ન આપતો હોય અને અન્ય છોકરો ભાવ આપે ત્યારે તે છોકરી ના સેલ્ફ રિસ્પેક્ટ ને  સારું લાગે છે. પણ છતાં તે પોતાના પતિ ને જ વફાદાર રહે છે!! અન્ય છોકરા તરફ જોતી પણ નથી. બંને ની જોડી ખૂબ જ સરસ લાગતી હોય છે, પતલો છોકરો અને સુંદર તેની પત્ની. બસ અભય ને તેની પત્ની માટે જ ટાઈમ નથી હોતો!! 

      અંતે તે અભય ને ડિવોર્સ ના કાગળ મોકલે છે અને પોતાની  માતા પાસે પહોંચી જાય છે. અભય ભલે લાડલી ને પ્રેમ કદાચ ન કરતો હોય, પણ કોઈ તો ફિલિંગ હવે તેના મનમાં પણ હોય છે. તે પોતાની પત્ની ને ડિવોર્સ  આપવાના ખ્યાલ માત્રથી દુઃખી થઈ જાય છે.  ત્યારબાદ તેને તેના કઝીન પાસેથી ખબર પડે છે કે  અભય ની ગર્લફ્રેન્ડ  તો મૃત્યુ  પામી ચુકી છે. ફરી તે અભય પાસે આવે છે અને પોતાની મેરેજ લાઈફ ને સેકન્ડ ચાન્સ આપવાનું વિચારે  છે. અભય પણ પોતાની x ગર્લફ્રેન્ડ ના ફોટા ને હટાવી લે છે. બીજી તરફ લાડલી તેની x-ગર્લફ્રેન્ડ ના માતા પિતા ને મળી ને અભય પ્રત્યેની નફરત તેમના મનમાંથી દૂર કરે છે.

     વૉવ !!!  અંતે  લાડલી અભય ની પણ લાડલી પત્ની બની જાય છે. કદાચ એક મૂવી માં આ બધું ઓકે છે, પણ હકીકત માં ઘણું કઠિન.  વેલ, ઘણીવાર આપણે નવી વસ્તુ ને સ્થાન આપવા  જૂની વસ્તુ ને ભૂલવી પડે, જગ્યા ખાલી કરવી પડે!!! અને હા,પેલો રુમ હવે લાડલી ને અભયના ફોટાથી ભરેલો રહે છે.

    એક તેનો ભાઈ એક અપંગ છોકરી ના પ્રેમ માં પડે છે. કહેવાય છે કે પ્રેમ આંધળો છે!! ઘણીવાર તમે આસપાસ જોજો આપણને મનમાં પ્રશ્ન થાય કે આ બંને કઈ રીતે એક બીજાને મળ્યા હશે?? પણ સાચો પ્રેમ  એ જે દિલ ને ગમી જાય બસ એ જ પૂરતું હોય છે, પછી ફિગર નથી જોવાતું કે નથી જોવાતું પ્રોપર્ટી લિસ્ટ. બસ જોવાય છે તો દિલ ની અમીરી, પ્રેમ , કાળજી,  અખૂટ પ્રેમ, નિઃસ્વાર્થ પ્રેમ, લાગણી.....આ અપંગ છોકરી ના પ્રેમ માં  પેલો છોકરો એટલો ડૂબે છે કે એના માટે કંઈ પણ કરી શકે! અંતે પેલી યુવતી વિદેશ જાય છે જોબ માટે ફક્ત અમુક સમય  માટે જ.. બંને એકબીજાને અનહદ પ્રેમ કરતા હોય છે. છોકરી તેની બહેન નું સાંભળીને છોકરા ને મૂકી નથી દેતી પરંતુ તેનું સાથે જ જિંદગી વિતાવવા માગે છે. આ લવસ્ટોરી તો બિલકુલ જ  અલગ હોય છે!! આફ્ટર ઓલ યુવકે તેને સુસાઈડ કરતા બચાવી હોય છે. અને મોત ના મુખમાંથી જે બચાવે એ વ્યક્તિ તરફ આપણને અલગ જ લાગણી હોય!!!

       બીજો એક ભાઈ એક એરહોસ્ટેસ ના પ્રેમ મા હોય છે. પણ થોડા દિવસ પછી જ ખબર પડે છે કે તેની પ્રેમિકા તો અન્ય યુવક સાથે પણ પ્રેમમાં છે. ફ્લાઇટ માં જ તેને અન્ય યુવક સાથે રંગે  હાથે પકડે છે. ત્યારે બહુંજ ખરાબ રીતે તેનું દિલ તૂટે છે. But everyone has to move on.. બસ એ પણ  તેની પ્રેમિકા ને ભૂલીને આગળ વધે છે. 

     જિંદગી ના અપ - ડાઉન માં ત્રણેય ભાઈ બહેન એક બીજા ની હંમેશા સાથે જ હોય છે. લાઇફ માં કોઈ એક સપોર્ટ તમારી સાથે હંમેશા હોય તો  તમે લાઇફ ના કોઈ પણ દુઃખ દર્દ ને ઝેલી શકો છો.(અભય જેવો પતિ અને  બંને કઝીન સાથે હોય તો લાઇફ માં વિશેષ કંઈ જોઈએ જ નહિ!!)

 

must watch once atleast..

Comments

Popular posts from this blog

 
 

Aprajita .. growing..