Skip to main content

Karma



      હમણાં એક સરસ હોરર વેબસિરીઝ જોઈ,"અધૂરા".  એક 15 -16 વર્ષના યુવકને પોતાની સ્કૂલમાં રેગિંગ નો ભોગ બને છે.  એ યુવક ને તેના જ મિત્રો સાથે કોઈ નજીવી બાબતે ઝઘડો થાય છે, છોકરા ને તેના જ મિત્રો ખૂબ મારે છે. અને તો પણ પેલો બચી જાય છે, તો  છોકરાને તેના જ મિત્રો તેની જ નવી બનતી સ્કૂલ બિલ્ડીંગ માં જીવતેજીવ દાટી દે છે!!!! અને પછી એ જ છોકરો લગભગ 20  વર્ષ બાદ પોતાના મોત નો બદલો લેવા આત્મા (ભૂત) સ્વરૂપે ભટકે છે, અને એ દરેક વ્યક્તિ ને મારી નાખે છે જેણે એને  જીવતો દાટી દીધો હતો!! 

     કર્મ એટલે ક્રિયા. ખાવું, પીવું, નહાવુ ,ધોવું, ચાલવું, ઉભું રહેવું  એ દરેક શારીરિક અને માનસિક ક્રિયાને કર્મ કહેવાય છે. 

      આ પૃથ્વી ગોળ છે. કહેવાય છે કે આ પૃથ્વી પર આપણે  જે કંઈ પણ સારું કે ખરાબ કર્યું હશે તે ફરી ફરીને આપણી પાસે જ આવે છે. તમે કંઈ સારું કર્યું હશે તો અજાણ્યા સ્થળે તમે કોઈ મુસીબત માં મુકાયા હશો તો એ જ સમયે તમને અજાણી વ્યક્તિ પાસેથી તમને તુરંત જ  મદદ મળી જશે. 

            Life is  a circle we all have to pay for our deeds..

     નાના હોય ત્યારે આપણને ઘરમાં વડીલો કહેતા હોય, આમ ન બોલાય, આમ ન કરાય,અપશબ્દો ન બોલાય, કોઈની વસ્તુ ન લઈ લેવાય, કોઈની સાથે બાજવું નહિ, સ્કૂલમાં બધા સાથે શાંતિથી બોલવું, શિક્ષકો પણ ઘણી સારી વાતો - સુસંસ્કાર શીખવતા હોય, એ એટલે જ કે દરેક માં-બાપ , દાદા-દાદી ઈચ્છે કે ઘરનું બાળક સારું શીખે. કોઈની ખોટી મજાક ન કરવી, કોઈને મારવું નહિ, કોઈને ખિજાવવું નહિ એ સારા સંસ્કાર છે. દરેક મા-બાપ એમ જ ઈચ્છે જે તેનું બાળક મોટું થઈને એક સારી વ્યક્તિ બને, પરિવાર નું નામ સારી રીતે વધારે..
        
        जैसे एक बछड़ा हज़ार गायो की भीड़ में भी अपनी माँ को ढूंढ लेता है वैसे ही कर्मा करोड़ो लोगो मे अपने करता को ढूंढ ही लेता है। 

       अपना समय यह सोच कर बर्बाद ना करो कि दूसरों ने तुम्हारे साथ क्या बुरा किया, तुम्हारी जगह कर्मा को उनको जवाब देने दो। 

        ભાગવત ગીતામાં એક સુંદર લખાણ છે ,હે મનુષ્ય તું કર્મ કરતો જા, ફળ ની ચિંતા ન
કર. એમ કહેવાય છે કે સારા હેતુ અને સારા કર્યો એ સારા કર્મ અને સુખી પુનર્જન્મ માટે ફાળો આપે છે. જ્યારે ખરાબ ઉદ્દેશ અને ખરાબ કર્યો ખરાબ કર્મ અને ખરાબ પુનર્જન્મમાં ફાળો આપે છે. તમે કોઈપણ કર્મ કરો તેનું ફળ તો તમારે ભોગવવું જ પડે.
      ગોસ્વામી તુલસીદાસજી રામાયણ માં લખે છે કે:-

          કર્મ પ્રધાન વિશ્વ કરિ રાખા,
         જો જસ કરઇ સો તસ ફળ ચાખા.

      આ આખું વિશ્વ કર્મના કાયદાના આધારે બરાબર વ્યવસ્થિત રીતે ચાલે છે. અને તેમાં જરા પણ ગરબડ નથી. આ કર્મ કાયદાની એક ખાસ ખૂબી એ છે કે દુનિયાના તમામ કાયદાઓમાં કંઈ  અપવાદ કે  છટકબારી હોય છે, પણ કર્મના કાયદામાં કોઈપણ ઠેકાણે જરાપણ અપવાદ કે બાંધછોડ નથી. 

      ખુદ ભગવાન રામના પણ પિતાજી રાજા દશરથને પણ કર્મના નિયમ પ્રમાણે પુત્રના વિરહથી મૃત્યુને ભેટવું પડ્યું. નિર્ગુણ, નિરાકાર અને શુદ્ધ બ્રહ્મ પણ જ્યારે પૃથ્વી ઉપર પધારે છે ત્યારે તેમને પણ આ કર્મના કાયદાનું ચુસ્ત રીતે પાલન કરવું પડે છે. 

       માણસ સવારે ઉઠે અને રાત્રે સુવે તે દરમિયાન જે પણ કર્મ કરે તેને ક્રિયામણ કર્મ કહે છે. આ ક્રિયામણ કર્મનું ફળ મળે પછી જ એ કર્મ શાંત થાય.ઉદા. તમને તરસ લાગે છે તમે પાણી  પીધું એટલેકે પાણી પીવાનું કર્મ કરવાથી  તરસ મટી ગઈ એટલે ફળ મળી ગયું. 

       પરંતુ કેટલાક ક્રિયામણ કર્મનું ફળ તાત્કાલીક મળતું નથી પરંતુ યોગ્ય સમયે મળે છે, તેનું ફળ મળતા વાર  લાગે છે. અમુક કર્મના ફળ ને પાકતા વાર લાગે છે. ત્યાં સુધી તે કાચા રહે છે, સિલક માં જમા રહે છે, સંચિત થાય છે. એટલે કે તમે જે કર્મ કર્યું તેનું ફળ તેનો સમય ના આવે ત્યાં સુધી  સંચિત કર્મ કહેવાય છે. દા.ત. તમે આજે  પરીક્ષા આપી પણ તેનું પરિણામ એક મહિના પછી મળ્યું તો આને સંચિત કર્મ કહે છે. તમે તમારી જુવાનીમાં તમારા માબાપને દુઃખી કર્યા -તમને તમારો દીકરો તમારી વૃદ્ધાવસ્થા માં દુઃખી કરે, ,તમેં આ જન્મમાં સંગીતની વિદ્યાની ઉપાસના માટે મહેનત કરી -આવતા જન્મમાં નાનપણથી જ તમે સારું સંગીત ગાઈ શકો!!!આ તમામ સંચિત કર્મો  આ જન્મે અગર તો હવે પછીના અનંતકાળ સુધીના અનેક જન્મોમાં ગમે ત્યારે પાકે અને તે કર્મોને ભોગવો ત્યાર પછી જ તે  શાંત થાય , જીવ જો સાવધાનીથી ગંભીરતાપૂર્વક આની કલ્પના કરે તો ધ્રુજી ઉઠે, પરંતુ અવિદ્યા થી ઘેરાયેલો જીવ આની કદાપિ કલ્પના કરતો જ નથી!!

      રાજા દશરથે શ્રાવણ નો વધ કર્યો ત્યારે તેના વિરહથી મરતા તેના મા બાપે રાજા દશરથને શ્રાપ આપ્યો કે તારું મૃત્યુ પણ તારા પુત્રના વિરહથી થશે. પરંતુ રાજા દશરથનું આ ક્રિયામાં કર્મ તાત્કાલિક ફળ ન આપી શકે કારણકે તે વખતે રાજાને એક પણ પુત્ર નહતો. તેથી તે કર્મ સંચિત થઇ ગયું.  પછી રાજાને એક ને બદલે ચાર પુત્રો થયા, મોટા થયા, પરણાવ્યાં અને જ્યારે રામ ને રાજ્યાભિષેકનો દિવસ આવ્યો ત્યારે તે વખતે પેલું સંચિત કર્મ ફળ આપવા તતપર થયું  અને રાજા દશરથને મૃત્યુનું ફળ પ્રાપ્ત કરવી ને શાંત થયું. 

       રાજા ધૃતરાષ્ટ્રના 100 પુત્રો એકસામટા મરી ગયા  ત્યારે રાજાએ ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું કે મારા જીવનમાં મેં કોઈ એવું ભયંકર પાપ કર્યું નથી કે જેના ફળ સ્વરૂપે મારા એક સામટા 100 પુત્રો મરી જાય. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેને તેના પાછળ જન્મો જોઈ જાવા માટે દ્રષ્ટિ આપી. ત્યારે તેણે જોયું કે આશરે 50 જન્મ પહેલાં તે એક પારધી હતો અને વૃક્ષ ઉપર બેઠેલા પક્ષીઓને પકડવા તેણે સળગતી  જાળ એક વૃક્ષ પર નાખી. તેમાંથી બચવા કેટલાક પક્ષીઓ ઉડી ગયા, પરંતુ તે સળગતી જાળની ગરમીથી તેઓ અંધ થઈ ગયા, અને બાકીના 100 નાનાં પક્ષીઓ બળીને ખાખ થઇ ગયા. આ ક્રિયામાં કર્મ 50 જન્મ સુધી સંચિત કર્મમાં પાક્યા વગર પડી રહ્યું અને જ્યારે રાજાની બીજી સઘળી પુણ્યઈના પરિણામે તેને આ જન્મમાં 100પુત્ર પ્રાપ્ત થયા ત્યારે તે સંચિત કર્મ ફળ આપવા તતપર થયું અને તેથી તેને આ જીવનમાં અંધાપો આવ્યો અને તેના 100 પુત્રો પણ મર્યા.50 જન્મ પછી પણ તેના ક્રિયામણ કર્મે તેનો છાલ છોડ્યો નહિ. 
        સંચિત કર્મ પાકીને ફળ આપવાને તૈયાર થાય તેને પ્રારબ્ધ કર્મ કહેવાય. 

        ઘડપણમાં લકવો થાય અને દસ વર્ષ સુધી ખાટલામાં પડયા પડ્યા ગંધાય અને હે ભગવાન!હવે મારો ક્યારે છુટકારો થશે, મારું પાનિયુ ક્યારે નીકળશે એમ અનેકવાર બકવાસ કર્યા કરે તો પણ જ્યા સુધી પુરેપુરા પ્રારબ્ધ કર્મ ભોગવી રહે નહીં ત્યાં સુધી તે દેહ છૂટે નહિ. અને પ્રારબ્ધ કર્મ ભોગવીને સમાપ્ત થયા પછી છોકરો મોઢામાં પાણી રેડે તો નાકે થઈને નીકળી જાય, પરંતુ એક ટીપું પાણી પીવા કે એક પણ વધારાનો શ્વાસ લેવા પણ જીવ ઉભો ના રહે . દેહ તુરત જ છૂટી જાય અને પછી જે બીજા સંચિત કર્મો પાકીને ફળ આપવા તૈયાર થયો હોય તે પ્રારબ્ધ કર્મના ફળ ભોગવવાને અનુરૂપ એવો બીજો દેહ જીવ ધારણ કરે.

        આપણા કર્મો ને લીધે જ આપણે વારંવાર જન્મોજન્મ ના ચક્કર જીવીએ છીએ. દરેક કર્મો સમાપ્ત થતા અંતિમ મોક્ષ ની પ્રાપ્તિ થાય છે.

          What you put out will come back to you in unexpected ways. Give only what you don't mind getting back to  you. 

     ભગવાન ક્યારેય ભાગ્ય નથી લખતા, જીવનના દરેક ડગલાં પર આપણો વિચાર , આપણો વ્યવહાર, આપણું કર્મ જ આપણું ભાગ્ય લખે છે. નીતિ સાચી હશે તો નસીબ ક્યારે પણ ખરાબ નહીં થાય, બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકે એ જ આપણા જીવનની સૌથી મોટી સફળતા છે. 

    દુઃખ ભોગવનાર વ્યક્તિ આગળ જઈને કદાચ સુખી થઇ શકે છે. પરંતુ દુઃખ આપનાર વ્યક્તિ આગળ જઈને ક્યારેય સુખી થતો નથી. માણસાઈ દિલમાં હોય છે, હેસિયતમાં નહિ, ઉપરવાળો માત્ર કર્મો જ  જુએ છે, વસિયત નહિ. તમે ગમે તેટલા શતરંજના ખેલાડી હશો પરંતુ સરળ વ્યક્તિ સાથે કરેલ કપટ તમારી બરબાદીના રસ્તા ખોલી નાખે છે. 
      શ્રીકૃષ્ણ કહે છે કે"કર્મનું  કાળચક્ર કોઈને છોડતું નથી, એ પછી પરમાત્મા હોય કે કોઈ પામર જીવ

      મહાભારતનું યુદ્ધ પુરુ થયું અને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારિકા પરત આવ્યા અને હિંડોળા પર આરામ કરી રહ્યા હતા ત્યારે પટરાણી રુક્મિણી તેમની પાસે આવ્યા અને બોલ્યા,"સ્વામી મારા મનમાં પાપ, પુણ્ય અને કર્મના સિદ્ધાંત અંગે અનેક શંકાના ભ્રમર ઉતપન્ન થયા છે. જો તમારી આજ્ઞા હોય તો તેનું નિવારણ પૂછી શકું??
          ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા," હે પ્રિયે નિઃસંદેહ પૂછો. તમારા મનમાં ચાલી રહેલા શંકા ના વાદળો દૂર કરવાનું મારું કર્તવ્ય છે. "ત્યારબાદ  રુક્મિણીજી એ પૂછ્યું," હે  સ્વામી, કર્ણ નો શુ દોષ હતો?"એક શ્રેષ્ઠ મિત્ર, મહાપરાક્રમી અને મહાદાનેશ્વરી એવા કર્ણનો શુ દોષ હતો? જેણે પોતાની માતા કુંતીને પણ અર્જુન  સિવાય કોઈપણ પાંડવ ને ન મારવાનું વચનદાન આપ્યું! બધું જ જાણવા છતાં ઇન્દ્ર  ભગવાનને પણ દાનમાં પોતાના કવચ કુંડળ આપી દીધા.. એવા મહાન દાતાને કયા પાપે માર્યા??

      શ્રીકૃષ્ણ:  મહારાણી રુક્મિણી! જ્યારે સાત સાત મહારથીઓ સામે સફળતાપૂર્વક એકલે હાથે લડીને મહાવીર અભિમન્યુ નીચે પડી ગયો.... અને સાવ મૃત્યુની સમીપ હતો ત્યારે તેણે અસીમ આશાથી પાસે જ ઉભેલા કર્ણ પાસે પીવાનું પાણી માગ્યું! તેને શ્રદ્ધા હતી કે દુશ્મન હોવા છતા મહાન દાનેશ્વરી કર્ણ એને જરૂર પાણી આપશે..... પણ , પોતાની પાસે જ ચોખ્ખા મીઠા પાણીનો ઝરો હોવા છતા ....ફક્ત પોતાનો મિત્ર દુર્યોધન નારાજ ન થાય તે કારણે કર્ણ એ મરતા અભિમન્યુને પાણી ન આપ્યું.... અને એ બાલયોદ્ધો તરસ્યો જ મરી ગયો! હે રુક્મિણી... આ  એક જ 'પાપ'   એના આખા  જીવન દરમિયાન ના દાનથી મળેલા પુણ્યને નષ્ટ કરવા માટે પૂરતું હતું... અને કાળની અકળ ગતિ જુઓ કે  એ જ પાણીના ઝરણાના કાદવમાં એના રથનું પૈડું ફસાયું... અને તેના મૃત્યુનું કારણ બન્યું!! બસ આ જ છે-"કર્મનો સિદ્ધાંત" જેવું વાવો તેવું લણો. અન્યાયની માત્ર એક જ પળ .... જીવન આખાની પ્રમાણિકતાનો 'છેદ' ઉડાડી મૂકે છે!!

             કર્મનો અટલ સિદ્ધાંત છે કે જેવું વાવો તેવું લણો, જેવું કરો તેવુ પામો. પરંતું આપણાં બધાને પ્રત્યક્ષ અનુભવ એવો  છે કે જે માણસ ન્યાય, નીતિ અને ધર્મથી ચાલે છે તે આ જગતમાં દુઃખી થતો જ દેખાય છે. અધર્મ  અનીતિ કરે છે, કાળાબજાર, લાંચ-રૂશ્વત કરે છે તેને ઘેર બંગલા, મોટર વગેરે સુખ-સમૃધ્ધિ હોય છે. આવું જોઈએ છીએ ત્યારે ઇશ્વર ઉપરથી આપણી શ્રદ્ધા ડગી જાય છે અને કર્મના કાયદામાં કંઈક ગરબડ હોય તેવું લાગે છે. તેથી સુખ મેળવવવાની આશામાં આપણે પણ અનીતિ અધર્મ થી પૈસા પ્રાપ્ત કરવા પ્રેરાઈએ છીએ. આ એક ભયંકર ગેરસમજ છે. પુણ્યનું ફળ હંમેશા સુખ જ હોય છે, અને પાપનું ફળ હંમેશા દુઃખ જ હોય છે. તેમ છતાં જે માણસ પાપ કરતો હોવા છતાં સુખ ભોગવતો દેખાય તે સુખ તેના હાલના પાપકર્મોનું ફળ નથી, પરંતુ તેણે પૂર્વે કરેલા પુણ્ય કર્મો જે સંચિતમાં જમા પડ્યા હતા તે પાકીને પ્રારબ્ધ રૂપે તેને સુખ આપતા હોય છે. અને હાલના પાપકર્મો ને ત્યાંસુધી ફલિત થવામાં વિલંબ કરવો પડે છે. પરંતુ જ્યારે તેના પૂર્વે ના પુણ્ય કર્મોનું બનેલું પ્રારબ્ધ વપરાઈ જશે કે તુરત જ તેના પાપ કર્મોનું પાકેલું ફળ દુઃખ પ્રારબ્ધ રૂપે સામું આવીને તેનું દુઃખ ભોગવાવશે. જ્યા સુધી પૂર્વે કરેલી પુણ્યઈ તપે  છે ત્યાં સુધી કેટલીક વખત કરતા પાપ કર્મો હુમલો કરતા નથી. 

   કબીરા તેરા પુણ્યકા જબતક હૈ  ભંડાર,
   તબતક અવગુણ માફ હૈ કરો ગુનાહ હજાર.

        જ્યારે હાલમાં ન્યાયનીતિથી ચાલનારો માણસ કદાચ દુઃખી થતો દેખાતો હશે પરંતુ તેનું દુઃખ તેણે પૂર્વે કરેલા પાપ કર્મો સંચિત કર્મોમાં જમા થયેલા તે પાકીને પ્રારબ્ધ રૂપે સામે આવીને ઊભેલા છે તેથી તે દુઃખી છે. હાલમાં ન્યાયનીતિથી કરેલા કર્મો કાળે કરીને પક્ષે ત્યારે તે સુખના સ્વરૂપમાં પ્રારબ્ધ રૂપે આવીને તેને જરૂર મળશે જ. એટલે તેણે કર્મના કાયદામાંથી શ્રદ્ધા  ડગાવીને ન્યાયનીતિ છોડીને અધર્મનું, અનીતિનું આચરણ ન જ કરવું. 

       अगर आप किसी और के साथ गलत करने जा रहे हो तो अपनी बारी का  इंतज़ार भी जरूर करना। 
   


Comments

Popular posts from this blog

Duvidha..

                સુંદર રાત્રિ છે. આજે એક સિરીયલ માં એક છોકરો મસ્ત ડાયલોગ બોલે છે, તેના જીવનમાં અનેક ખૂબસૂરત છોકરીઓ આવી હોય છે, પરંતુ એક જાતની માસૂમિયત કહી શકાય  એ માસૂમિયત માત્ર તેને એક જ છોકરી માં દેખાય છે. તેની એ માસૂમિયત તેને ખૂબ જ આકર્ષિત કરે છે.          એ સીન જોઈને એક જ પ્રશ્ન થાય કે શું કોઈ છોકરા ને મારી, મારા ચહેરા પર ની માસૂમિયત નજરે પડે?? શું કોઈ એવું મળશે કે જે ચહેરા પર ની માસૂમિયત, ભોળપણ, સત્યપ્રિયતા, સાદગી જેવા ગુણ જોઈ શકે?  2024 ના  સમયમાં  ટાઇમપાસ કરવાવાળા અનેક  કપલ ને જોઇને એક જ પ્રશ્ન થાય કે અનેક ખરાબ લુક વાળી છોકરીઓને સારા સારા છોકરા મળી શકે તો મારા માં શું ખામી છે!!?????   અરે કેટલાય કપલ જોઈને એમ થાય કે વાહ, શું  છોકરો છે અને શું ભંગાર એની લાઇફ પાર્ટનર છે!  ઘણીવાર એથી ઉલટું પણ હોય!! મને ઘણી વાર એમ થાય કે જો આ  જ છોકરો મારી સાથે હોય તો  મારી જોડી કેટલી ફાઈન લાગે!?! પણ ના,  ભગવાનજી ને એ ગમતું જ નથી કે મારો કોઈ સારો બોયફ્રેન્ડ હોય!😜 મારા કેસ માં તો ભગવાન પણ મારા પ્રત્યે પઝેસિવ છે 😜😜!         આમ પણ  જે ઘણા પ્રયત્નો કર્યા બાદ મળતું હોય તેની કદર થાય, બાકી  જે  સારા માણસો

Body shaming

         હમણાં એક છોકરો  જોવા ગઈ હતી.  છોકરા ને આમ બધું ઓકે લાગ્યું. પરંતુ બસ જરા હું પાતળી લાગી.  What rubbish!!!           નાનપણ થી જ હું પાતળી છું. પાતળી એટલે કૃતિ સેનોન, આલિયા ભટ્ટ, શ્રદ્ધા કપૂર જેવી કેટેગરી  વાળી. અરે લોકો તું કેટલી પાતળી છો, કેટલી પાતળી છો, કહીને મને એટલું ઇરિટેટ ફીલ કરાવે કે ખરેખર આ શબ્દ જ સાંભળવો ના ગમે!!        આજકાલ લોકો ખાસ કરીને બોયઝ ને જાડી છોકરીઓ ગમતી હોય છે. બોયઝ કદાચ લગ્ન બાબતે સ્વભાવ કે  વફાદારી ચેક નથી કરતા પરંતુ ફેસ, લુક, ફિગર ચેક કરે છે. શું આ જ રીતે છોકરી પસંદ કરતા હોય છે? તો એવા બોયઝ ને કહેવાનું મન થાય કે ભાઈ, તું જેવી ગોતે છે ને   તેવી છોકરી તો કેટલાય ની સાથે ફરી ને આવી હશે!! હા, આજકાલ લોકોને પોતાના રૂપ નું અને દેખાવ નું બહુ ઘમંડ હોય છે!!  અને એ જ રીતે છોકરાઓ છોકરીઓને અને છોકરીઓ છોકરાઓ ને પટાવતી હોય છે. સારી છોકરી કે છોકરો બિચારા ચૂપચાપ બેસી રહે એટલે લોકો તેને  તારા માં તો કંઈ છે જ નહિ એવું સમજી બેસે છે!! અને પાછા લોકો તેને અપમાન કરીને પૂછે, તારા માં છે શું? પછી ખબર પડે કે એ જે માનતા હતા કે કઈ નથી  એ જ  છોકરી કે છોકરો જિંદગીભર એક જ વ્યક્તિ સાથે ,

True relationship 💕