Skip to main content

Duvidha..


                સુંદર રાત્રિ છે. આજે એક સિરીયલ માં એક છોકરો મસ્ત ડાયલોગ બોલે છે, તેના જીવનમાં અનેક ખૂબસૂરત છોકરીઓ આવી હોય છે, પરંતુ એક જાતની માસૂમિયત કહી શકાય  એ માસૂમિયત માત્ર તેને એક જ છોકરી માં દેખાય છે. તેની એ માસૂમિયત તેને ખૂબ જ આકર્ષિત કરે છે.
         એ સીન જોઈને એક જ પ્રશ્ન થાય કે શું કોઈ છોકરા ને મારી, મારા ચહેરા પર ની માસૂમિયત નજરે પડે?? શું કોઈ એવું મળશે કે જે ચહેરા પર ની માસૂમિયત, ભોળપણ, સત્યપ્રિયતા, સાદગી જેવા ગુણ જોઈ શકે?  2024 ના  સમયમાં  ટાઇમપાસ કરવાવાળા અનેક  કપલ ને જોઇને એક જ પ્રશ્ન થાય કે અનેક ખરાબ લુક વાળી છોકરીઓને સારા સારા છોકરા મળી શકે તો મારા માં શું ખામી છે!!?????   અરે કેટલાય કપલ જોઈને એમ થાય કે વાહ, શું  છોકરો છે અને શું ભંગાર એની લાઇફ પાર્ટનર છે!  ઘણીવાર એથી ઉલટું પણ હોય!! મને ઘણી વાર એમ થાય કે જો આ  જ છોકરો મારી સાથે હોય તો  મારી જોડી કેટલી ફાઈન લાગે!?! પણ ના,  ભગવાનજી ને એ ગમતું જ નથી કે મારો કોઈ સારો બોયફ્રેન્ડ હોય!😜 મારા કેસ માં તો ભગવાન પણ મારા પ્રત્યે પઝેસિવ છે 😜😜! 
       આમ પણ  જે ઘણા પ્રયત્નો કર્યા બાદ મળતું હોય તેની કદર થાય, બાકી  જે  સારા માણસો હોય,  જે વફાદાર હોય, તેની આ જમાનામાં કોઈ જ કિંમત નથી. ઘણી વાર માણસો અયોગ્ય વ્યક્તિ પાછળ પોતાનો સમય વેસ્ટ કરતા હોય છે. જે વ્યક્તિ ને તમારી કોઈ જ કદર નથી તે વ્યક્તિ સાથે જિંદગી નો અમૂલ્ય  સમય બરબાદ કરવો એના કરતાં તો એકલા જ રહેવું સારું!! માણસો ટાઇમપાસ કરવા શું નથી કરતા!!? અને અમુક તો ટાઇમપાસ કરવા પણ સુંદર નંગ ને પસંદ કરતા હોય!!
        આજે જ પેપરમાં હતું કે કાર્તિક આર્યન પ્રેમ ના મામલામાં બદનસીબ છે!! આટલો ચારમિંગ હોવા છતાં પણ તેને તેના મનની અને હ્રદય ની રાણી નથી મળી. સેમ ટુ સેમ મારી પણ બાબત માં છે. ક્યારેક એમ થાય કે બીજા ને જોઈને જલન જ ફીલ કરવાની છે કે શું? ભગવાન જી પાસેથી બસ એક એક જ પ્રેમાળ વ્યક્તિ જોઈએ છે  એ પણ નથી મળતો!!!

 ક્યારેક એક મનમાં ટિસ ઉઠે કે મારા માં શું ખામી છે?? 

Comments

  1. તમને પણ તમારા મનનો માણીગર મળી જશે તમને પણ તમારો કાર્તિક આર્યન મળી જશે નો ટેન્શન...

    ReplyDelete
  2. Let's join hands where minds meet, not get married where four people say

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Freedom

 આઝાદી...     કોણ પાંજરામાં કેદ રહેવા ઈચ્છે!! આઝાદી નું મૂલ્ય પિંજરામાં કેદ પોપટ ને પૂછો, દર્દનાક કથા સાંભળવા મળશે!!       આજકાલ લોકો  સ્વતંત્રતા ને નામે સ્વચ્છંદતા ભોગવે છે. માં બાપે આપેલી ફ્રીડમ નો  છોકરા છોકરીઓ ખોટો ફાયદો ઉઠાવીને  ખોટી  સંગત માં ફસાઈ જાય છે.  એટલે જ ઘણા માં બાપ પોતાની દીકરી ને પોતાના સુરક્ષા કવચ માં ,સેફઝોન માં રાખતા હોય છે! તેની પાછળ તેમની ચિંતા અને કાળજી હોય છે, નહિ કે ગુસ્સો કે જાસૂસી.         પણ ક્યારેક વધુ પડતી ચિંતા કે ફિકર પણ કોઈ વ્યક્તિ માટે અસહ્ય બની રહે છે. દરેક જીવંત વ્યક્તિમાં જીવ હોય છે તમે તેને બાંધી  ને કે કેદ કરીને ના રાખી શકો.     પૃથ્વી પરના દરેક જીવને મુકતપણે ખુલ્લા ગગનમાં ઉડવાનો હક હોય છે.     શા માટે છોકરાઓ મોડે સુધી બહાર રખડપટ્ટી કરી શકે અને શા માટે છોકરીઓને રાતના 7 વાગ્યા પહેલાં તો ઘરમાં આવી જ  જવાનું? શા માટે  છોકરાઓ ને બહાર ગર્લફ્રેન્ડ રાખવાની છૂટ અને એક છોકરી એક છોકરા સાથે જરા હસે બોલે ત્યાં તો પૂરી દુનિયા તેને એ છોકરા...

I dont care...

 When  I am right  I dont care what others think..  When  my  intentions are genuine I dont care..  When I am with truth I dont care..  When I am with justice I dont care..  When  my  soul sound say it is right I dont care..

Aprajita .. growing..