Skip to main content

સાચો ચહેરો

આજકાલ લોકો જલેબી ની જેમ ગૂંચવાઈ ગ્યા છે,સમજ માં જ ના આવે!!

લોકો એ પોતાના ચહેરા પર મુખવટો પહેરી લીધો છે. કોઈ પણ વસ્તુ કે વેટ કે વ્યક્તિ ની બે બાજુ હોય છે, સારી બાજુ અને બીજી છે ખરબ બાજુ. હંમેશા કોઈ પણ વ્યક્તિ પોતાની  છાપ પ્રત્યે સભાન હોય છે. ક્યારેય કોઈ વ્યક્તિ ખરાબ બનવા  માંગતી  જ નથી હોતી!!

એક સુંદર વાત છે,લોકો સારા-ખરાબ હોતા જ નથી, સારો-ખરાબ તો સમય હોય છે!!!

મને ઘણીવાર ખુદને એમ થઈ એ હું કોઇ વ્યક્તિને ઓળખી શકતી નથી. ઘણી વાર અમુક લોકો મને ફૂલ(હા, એપ્રિલફૂલ નું ફૂલ,મૂર્ખ)  બનાવી જાય! કદાચ સરળ રહેવું મારી પ્રકૃતિ હશે!! પરંતુ આ દુનિયા માં ફક્ત હું જ નહીં એવા ઘણા સરળ લોકો રહે છે, અને પછી દુનિયા એ શીખવેલ પાઠથી જ જીવનમાં સરળતાથી આગળ વધી શકે છે,માણસ ને ઓળખી શકે છે.

Comments

Popular posts from this blog