Skip to main content

મદદ

મદદ

બહુ જ સિમ્પલ શબ્દ છે આ મદદ.

પરાપૂર્વથી થઈ અસ્તિત્વ ટકાવી રાખવા માટે અન્ય લોકો,પ્રાણી,કે અન્ય સજીવ ની મદદ લેવી જ પડી છે.

મદદ કરવી એ એક સારું કાર્ય માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તમે કોઈને મદદ કરશો   તો  જરૂરિયાત ના સમયે ઈશ્વર પણ તમને હેલ્પ કરશે. હા, આ સાચું છે મેં ખુદ પણ અમુક સમયે આ વાત ને યથાર્થ થતા જોયું છે.

મોદી અંકલ ના નોટબંધી ના આઈડિયા પછી બધાને બેન્ક માં ખાતું ખોલવાનું થયું જ હશે! ખરુંને?? ઘણી વાર તમારી આસપાસ જરા નજર કરજો ભગવાન તમને અનેક તક આપે છે કોઈને હેલ્પફુલ થવાની!!! મેં ઘણીવાર જોયું છે ગામડે થી પેલા અભણ લોકો ઈલાજ તથા બેન્ક માં પેન્શન કે કોઈ અન્ય સરકારી સ્કીમ અંતર્ગત બેન્ક માં લાંબી લાઈનો માં ઉભા રહે અને બેન્ક તથા સરકારી હોસ્પિટલ ના  સ્ટાફ એટીટ્યુડ થીભરપૂર, શાંતિપૂર્વક સમજાવવામાં સમજે જ નહીં!! એ સમયે બેન્ક સ્ટાફ પેલા અભણ લોકો ને ઉતારી પાડવામાં જ સમજે છે!! ત્યારે એ સમયે માનવતા દાખવી મદદ કરી જુઓ. એક જાતનો પ્રાઉડ ફિલ થશે!! રાતે મન હલકું લાગશે! આ મારો સ્વાનુભવ છે.


એક સમયે મેં પણ પેલા ગામડાના અભણ લોકો જે અપમાન સહન કરે એવી અનુભૂતિ કરી હતી. બેસ્ટ કોલેજ માં ગઈ હતી અને ત્યાં ના સ્ટાફે મારી સાથે વિવેક વગરનું વર્તન કર્યું હતું. ત્યારે મને અન બહુ જ લો ફિલ થયું હતું. દુનિયા માં કોઈ પણ વ્યક્તિ સર્વગુણ સંપન્ન હોતી જ નથી. તો એવી અક્કડ શા માટે??? કદાચ રોફ મારવાનું મન થતું હશે ,યા  તો પોતાની આવડત નું અભિમાન!!

હું રોજ ભગવાન ને એક પ્રાથના કરું છું કે મારા થી કોઈનું ખરાબ ના થાય,અજાણતા પણ નહીં, અને હું કોઈને હેલ્પફુલ થાવ.

Comments

Popular posts from this blog