Skip to main content

ચૈત્ર મહિનો અને હું

 



           ગુજરાતી  કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે. ગુજરાતી સાહિત્યમાં દરેક મહિનો પોતાનું એક અલગ મહત્વ ધરાવે છે. સામાન્ય રીતે ચૈત્ર મહીનામા ગરમી પડતી હોય છે એટલે આ મહિનામાં મીઠું મતલબ ખરું ખાવું વર્જ્ય માનવામાં આવયુચે. ધાર્મિક માન્યતા મુજબ શિવ ભગવંનના જમાઈ આ મહીના દરમિયાન મીઠા માં રહ્યા હતા તેથી ધાર્મિક માન્યતા મુજબ ઘણા લોકો આ મહીના દરમિયાન મોળું ખાય છે. 

        હાલમાં હું પણ આ વખતે પ્રથમ વખત ચૈત્ર મહિનો મોળો કરી રહી છુ. સામાન્ય રીતે નાનપણમાં આ એકટાણા ઉપવાસ મારા બસ ની વાત જ નહતી. મને યાદ આવે છે કે બાળપણમાં  ફક્ત એક જ દિવસ મોળું એકટાણું કે ઉપવાસ કર્યો હતો અને  ખૂબ નબળાઈ લાગવા માંડી હતી!!! હા, ઉપવાસ એકટાણા એ મારા બસ ની વાત નહતી. પણ આજે પરિસ્થિતિ બદલાય ગઈ છે. હંમેશા એક વાત મેં મારી જિંદગીમાં નોટ કરી છે કે વસ્તુ ,વ્યક્તિ અને પરિસ્થિતિ બદલાય તો છે જ!!!! આજે હું આજથી 10 દિવસ આજની તારીખે હા, 10  દિવસ ના મોળા એકટાણા કરી શકી છું. એ પછી માતાજી ની કૃપા કહો કે મક્કમ મનોબળ પણ હા, હું કરી શકી છું.

         હા, સાઈડ ઇફેક્ટ એ જ છે કે મને ઊંઘ વધુ આવે છે😁😊

     Nothing is impossible in this world..it just depend on ur will power to do any hard or hardest task...

Comments

Post a Comment

Popular posts from this blog

Geetha Govindam

        આજે એક સુંદર મૂવી જોયું. "ગીતા ગોવિંદમ્મ ". સાઉથ નું મૂવી ખૂબ જ સુંદર અને ૯૦% ફની હતું. રોમેન્ટિક , ફન, સુંદર સંદેશ આપનાર મૂવી મને તો ખૂબ ગમ્યું.     એક છોકરી ગીતા(રશ્મિકા) ને એક છોકરો વિજય(વિજય દેવર્કોંડા)મંદિર માં જોતા જ તેના પ્રેમ માં પડી જાય છે.  પછી એક વાર તે બસ માં મુસાફરી કરે છે ત્યારે તે જ બસ માં તેની બાજુમાં જ તે છોકરી મળી જાય છે. ગીતા પહેલે થી જ  વિજય ને ઇગનોર કરે છે.  તેને આડા જવાબ જ આપે છે. પણ પછી મિસઅંદરસ્ટેન્દિંગ થાય છે અને ગીતા વિજય ને એક લફંગો સમજી બેસે છે. જોગાનુજોગ વિજય ની બહેન તેની ભાભી બને છે અને લગ્નની તૈયારી માટે તેને વિજય ને અનેક વાર મળવાનું બને છે. અંતે  ગીતા ને ખબર પડે છે કે વિજય તો અસલી હીરો છે. એક સંસ્કારી  છોકરો છે. તેને  અનુભૂતિ થાય છે કે વિજય ખૂબ સહનશીલ   છોકરો છે, ગુસ્સો આવે ત્યારે તે કઈ નથી બોલતો અને ગીતા ખૂબ તેને સંભળાવે છે ત્યારે કશું જ નથી કહેતો.       કોઈ પણ છોકરી એવો જ લાઇફ પાર્ટનર ઈચ્છતી હોય કે જે તેને હંમેશા ઈજ્જત માન સન્માન આપે, તેના પર ગુસ્સો ના...
 

Live present moment..

        કાલે મતલબ ૧૬  એપ્રિલ ના રોજ મે જબ વી મેટ મૂવી પાછું જોયું. હા, આ મુવી મે આગાઉ પણ જોયેલું જ છે. મને ખાસ કરીને શાહિદ બહુ જ ગમતો હતો(હા, હવે તે મેરીડ છે😜). પણ કરીના અને શાહિદ અને બંને પાત્રો ગીત અને આદિત્ય બહુ  જ ગમે છે. એમાં પણ ખાસ કરીને ગીત તો બોવ જ ગમે છે.  ખૂબ બોલ બોલ કરતી ગીત ખરેખર એક ખુલ્લા દિલ ની છોકરી છે. એના મત મુજબ જે વ્યક્તિ વાત કે વસ્તુ આજે ગમે છે  એ કરી લો શું ખબર કાલે એ વ્યક્તિ, વાત કે વસ્તુ આપણી લાઇફ માં હોય કે નહિ, શું ખબર કાલે  એ સંજોગ અને સમય બદલી જાય તો??? મતલબ આજે જે માં થાય  એ કરી લો. જે વસ્તુ નું  મન થાય એ કરી લો. દુનિયામાં કઈ જ ખરાબ હોતું નથી. ઘણીવાર સમાજ ની મર્યાદા, આપના સંસ્કાર આપણને ઘની વાર એક હદ માં બાંધી લે છે ને  એમ જ આપણે અનેક વાત નો  આનંદ માણતા રહી જઈએ છીએ.          ઉદાહરણ તરીકે  ગીત અને આદિત્ય  બંને નદી કિનારે બેઠા હોય છે ત્યારે જ ગીત આદિત્ય ને કહે છે કે  તે ક્યારેય આવી રીતે નદી ઉપરથી જંપ માર્યું છે? પેલો કહે છે કે ના, ત્યારે ગીત કહે છે કે ત...