Skip to main content

પૈસા, સંપત્તિ કે સત્તા નહિ સારા સંબંધો જ જીવનમાં સાચી ખુશી પ્રદાન કરે છે.

 પૈસા, સંપત્તિ કે સત્તા નહિ સારા સંબંધો જ જીવનમાં સાચી ખુશી પ્રદાન કરે છે. 


    લાઈફમાં અમુક અન્યના અને અમુક  ખુદના અનુભવો પરથી હું એટલું સમજી શકી છું કે પૈસા, સંપત્તિ અને સત્તા નહિ પરંતુ સારા સંબંધો જ જીવનમાં ખુશી પ્રદાન કરે છે. પૈસા આજે છે કાલે નહિ હોય, સંપત્તિ અને સત્તા પણ કાયમી નથી હોતા, પરંતુ તમારો કોઈપણ વ્યક્તિ સાથે નો સારો સંબંધ જ  તમારું મૂલ્યાંકન કરે છે. 

       કોઈ વ્યક્તિ દુઃખી હોય ત્યારે આશ્વાસન ના બે બોલ, કોઈ વ્યક્તિ ને પ્રોત્સાહન ના બે શબ્દો , કોઇ આંખમાંથી આંસુ  સારતું હોય એ સમયે તેમને   આપેલો ઇમોશનલ સપોર્ટ , કોઈ વ્યક્તિ ની ખુશીમાં તેને ચીયર અપ કરવું બસ એ જ જીવનમાં તમને સાચી ખુશી પ્રદાન કરી શકે છે.  કલિયુગ  પોતાનો પંજો પ્રસરી રહ્યો છે, માનવી હવે માનવતા ભુલી રહયો છે, લોકો હિંસક બની રહ્યા છે, છળકપટ , કાવા દાવા, વાસના , મોહ, વગેરે  મલિન તત્વો એ સંસારમાં વ્યાપકપણે ફેલાવો કરી લીધો છે. 

       આ ઘોર કળિયુગમાં અને વયોવૃદ્ધ, બાળકો અને અનેક લોકો ફક્ત પ્રોત્સાહન કે આશ્વાસન ના બે બોલ ઝંખતા હોય છે. અને તમે જે તે સમયે અજાણી વ્યક્તિને કરેલો ઈમોશનલ નિ:સ્વાર્થ સપોર્ટ તમને એક અનોખી ખુશી આપશે.  જે ખુશી રૂપિયાથી નથી મળતી તે ખુશી માણસને નિ: સ્વાર્થ મદદ કરવાથી મળે છે. 

      સત્તા કે સંપત્તિથી કોઈ દેશ રાજ્ય કે જિલ્લા પર શાસન કરી શકાય છે, પરંતુ કોઈના દિલ પર રાજ કરવા માટે તો તમારા સારા વ્યવહાર થકી જ  દિલ જીતવું પડે!!
   
        એક વાર ટ્રાઈ કરી જુઓ. 

Comments

Popular posts from this blog