Skip to main content

Loyalty

 પ્રેમ વિશે હું જરા જુનવાણી વિચારો ધરાવું છું. મારી સાથે  સંપૂર્ણપણે પ્રામાણિક હોય અને મને ખૂબ જ પ્રેમ કરે એવો એક જીવનસાથી મને જોઈએ છે. મને વફાદાર રહે એ મારા માટે ઘણું મહત્વનું છે.

 - કૃતિ સેનોન.

      વફાદારી , પારદર્શિતા  અને પ્રામાણિકતા એ લવ લાઈફ કે મેરેજ લાઈફ માં અત્યંત મહત્વના પરીબળો છે. આજકાલ જમાનો ડિજિટલ અને સોશ્યિલ મીડિયા નો છે. છોકરાઓ ને અનેક ફ્રેન્ડ્સ ગર્લ્સ માં હોતી હોય, અને છોકરીઓને બોયસ માં પણ ફ્રેન્ડ્સ હોય જ છે.  હા એ અલગ વાત છે મેરેજ પછી છોકરો પોતાની પત્ની ને પોતાના મેલ ફ્રેન્ડ્સ સાથે સંબંધ તોડી નાખવાનું કહે છે!!! અને એ જ છોકરો પોતે પોતાની ફ્રેન્ડ્સ સાથે રિલેશન ચાલુ જ રાખે છે!! 

       કમ ટુ ધ પોઈન્ટ, આજકાલ વેલ મેં જોયું છે કે અનેક છોકરાઓ પોતાની ફિમેલ ફ્રેનડ્સ ની સાથે પણ ફ્રેન્ડ થી વધુ રિલેશન રાખતા જ હોય છે એ પણ એક થી વધુ ગર્લ્સ સાથે..લોકો ને # એ ટાઇપની વાતો કરવી બહુ ગમતી હોય છે. લોકોને અત્યારે ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ જોઈએ છે. વેલ, મારું માનવું છે કે કોઈપણ રિલેશન માં લોયલ્ટી અને પારદર્શિતા હોવી જોઈએ. ફ્રેન્ડ તો બસ ફ્રેન્ડ જ બસ બીજું કશું જ નહીં. હા તમારે ફ્લર્ટ કે એવું કંઈ કરવું હોય તો એ ફીલિંગ્સ જ જુદી થઇ જાય. ફ્રેન્ડ્સ ની સાથે કોઈ પણ વાત શેર થઈ શકે, હસી મજાક, મસ્તી બધું જ થઈ શકે. પણ એક હદ માં રહીને... દરેક સંબંધ ની એક સીમા હોય છે, એ સીમા ને જ્યારે તમે ઓળંગો ત્યારે જ બધા પ્રોબ્લેમ્સ શરૂ થાય!! એક બેલન્સ હોવું જરૂરી છે. દરેક બાબતમાં જો બેલેન્સ ડગમગ્યું તો રિલેશન જોખમ માં મુકાઈ જાય!! 

         દરેક વ્યક્તિ એક એવા જીવનસાથી ની ઝંખના રાખતી હોય કે જે એને વફાદાર હોય, જેના માટે એ જ સર્વસ્વ, જે એને ખૂબ જ પ્રેમ કરે, એવી વસ્તુ કરે જે ક્યારેય તેને અન્ય કોઈ માટે ન કરી હોય!! નિતનવી સરપ્રાઈઝ આપે! ટૂંકમાં, તેને હરહંમેશ સ્પેશ્યલ ફિલ કરાવે!! એમાં ખોટું પણ શું છે?? આખરે પ્રેમ નો અંતિમ પડાવ તો મેરેજ જ હોય ને! અને મેરેજ માં એક ગર્લ પોતાનું  ઘર માં - બાપ બધું છોડી ને આવે છે તો એ સ્પેશ્યલ ફીલિંગસ માટે એ હકદાર છે જ ને. 

     દરેક છોકરી ઈચ્છે કે તેનો પાર્ટનર સામે 400 હસીનાઓ હોય તો પણ તેને જ પસંદ કરે, અને કાયમ માટે તેને જ પસંદ કરે,#forever.એવું નહિ કે આજે તું અને કાલે કંઈ ઝઘડો થયો તો તું નહિ તો તારી બેન, જી ના,એ તો પ્રેમ નહિ એ તો આકર્ષણ કહેવાય. પ્રેમ માં તો ઈગો ને સેલ્ફ રિસ્પેક્ટ એ બધા શબ્દો સાથે કોઈ સંબંધ ન હોય. હા, બ્રેકઅપ માં ઈગો બહુ જ મહત્વનો ભાગ ભજવે છે એમાં પણ મેલ ઈગો ખાસ!! પ્રેમ છે તો છે. બે પ્રેમી એક બીજાને એટલો પ્રેમ કરતા હોવા જોવા જોઈએ કે કોઈ ત્રીજી વ્યક્તિ કે કોઈ ઈગો માટે જરાપણ જગ્યા ન હોય!! 

      દરેક છોકરી ના જીવનમાં બે વ્યક્તિ બહુ જ મહત્વના હોય છે એક તો એના પાપા અને બીજો એનો પતિ. દરેક છોકરી એવું ઈચ્છતી જ હોય કે તે હંમેશા  પાપા ની પરી અને પતિ ની રાણી બની ને રહે. મતલબ એ બે વ્યક્તિ તેને ખૂબ મહત્વ આપે, તેને લાડ લડાવે. 

      અહી વાત ચાલુ છોકરીઓ ની મતલબ કે અનેક છોકરા ઓ સાથે મતલબ નો સંબંધ ધરાવતી હોય એવી વ્યક્તિ ની નથી થતી, એક સારા , સંસ્કારી ઘર માંથી આવતી સુંદર સુશીલ યુવતી શું એક સારા, વન વુમન મેન  ડીસર્વ નથી કરતી?? શું એ એક એવો પતિ ન ઈચ્છે કે જે તેને માન સન્માન, સંસાર ની તમામ ખુશીઓ, અને અત્યંત મહત્વનો તેનો હરહંમેશ નો દરેક રીતે સપોર્ટ આપે? 

છેવટે તો બંને એક બીજાનો પ્રેમ અને સાથ જ ઝંખતા હોય છે ને??!

         અત્યારના સમયમાં BMW કરતા પણ વધુ મોંઘી ચીજ વફાદારી છે. આજના સમયમાં લોકો પોતાના પાર્ટનર પાસેથી વફાદારી ની આશા રાખે છે પરંતુ પોતે શુ વફાદાર હોય છે?? હા, ઘણી વાર એવું બને છે કે એક સાચા પ્રેમી કે પ્રેમિકાને મહદઅંશે ડીસલોયલ જ પાર્ટનર મળે છે,યસ આ કડવી ફેક્ટ છે. દુનિયામાં બહુ ઓછા લોકો ને પોતાનો સાચો પ્રેમ મળે છે!! જો તમે એ લકી પર્સન હો તો તમારા પ્રેમ ને ગુમાવતા નહિ અને હંમેશા તેને જાળવીને , સાચવીને રાખજો. ઈશ્વરનો આભાર માનજો કે તમને સાચો પ્રેમ મળ્યો!! લોકો પાસે કરોડો ની પ્રોપર્ટી હોય છે પણ શાંતિ અને સાચો પ્રેમ ભાગ્યે જ જોવા મળે છે!! 

Comments

Popular posts from this blog

 
 Today i watched A gujju movie LAGAN LAGI RE .          Amazing movie.. but one thing i still dont get it that are coincidences give us some signs?? Do universe give us some signs ? Many times the universe  trying to give some hints but we interpret it according to our thoughts.         Sometimes co incidences are just happen randomly but we take it seriously.          Just small thought erase ur worries"Go with the flow". 

આજનો રવિવાર..

          દરેક દિવસ આપણી લાઈફમાં એક અલગ યાદ મૂકીને જતો હોય છે. આજનો દિવસ પણ કંઈક એવી જ રીતે મારે માટે યાદગાર રહ્યો.         સામાન્ય દિવાસની  જેમ આજે પણ હું શાંતિથી મારી મમ્મી એ સોંપેલ કામ,શાકભાજી લેવાનું કામ માટે ઘર ની બહાર ગઈ.  થોડે દુર  જ શાક વાળા ભાઈ હોય છે. તો આજે એક ગલીમાં ગઈ હજુ શાંતિ થઈ જતીહતી ત્યાં એક કૂતરું રસ્તા માં આવ્યું અને મને  બટકું ભરવાની ટ્રાય કરી. મારા પોતાના પુણ્ય કે મારા વેલ વિશેર ની દુઆ થી મેં સદનસીબે આજે ફૂલ સ્લીવ નું ટોપ પહેર્યું હતું,  એથી હું બચી ગઈ, જસ્ટટોપ જ ખરાબ થઇ ગયું, બાકી જો મેં સ્લીવ લેસ ટોપ પહેર્યું હોત તો આજે અત્યારે હાલ માં હુ હોસ્પિટલ માં ઈન્જેકશન લાઇ રહી હોત!!! આને શુ કહેવું?!? કદાચ હું માનું કે ના માનુ પણ આ કદાચ એક ચમત્કાર જ કહી શકાય. બાકી આજે હું સ્લીવ લેસ જ ટોપ પહેરવાની હતી,પણ અંત સમયે એ વિચાર મુક્યો અને  બીજું ટોપ પહેર્યું.જો ફુલ સ્લીવ ટોપ ના પહેર્યું હોત તો  આજે જખમી હોત!! કારણકે કુતરા એ મારું ટોપ ખરાબ રીતે ફાડી નાખ્યું હતું. એના તિક્ષ્ણ દાંત નો શિકાર હું નહિ, ...