Skip to main content

Poem published in Magazine

 Name: Mehta Vidhi S. 

City: Jamnagar.



પ્રેમ 



વાતો ઓછી થશે તો ચાલશે,

પણ વાત કરવાની ઇંતેજારી તો હોવી જ જોઈએ.

મુલાકાત ઓછી થશે તો ચાલશે

પણ મળવાની તડપ તો હોવી જ જોઈએ.

થોડા ઝઘડા થશે તો ચાલશે

પણ મનમાં લાગણી તો હોવી જ જોઈએ.

થોડી લાગણી ઓછી દેખાડીશ તો ચાલશે

પણ પ્રેમ તો હોવો જ જોઈએ.

થોડો પ્રેમ ઓછો હશે તો ચાલશે

પણ  પ્રેમ તો મારા માટે જ હોવો જ જોઈએ.

Comments

Popular posts from this blog

દરિયો એક તરસનો....

 હમણાં કાજલ ઓઝા વૈદ્યની નોવેલ વાંચું છું. ચિત્રલેખા માં પ્રસિદ્ધ થયેલી અને બહુ જ ફેમસ એક અલગ જ નોવેલ છે, દરિયો એક તરસનો. એક છોકરી નાનપણથી માતા-પિતાનો પ્રેમ ઝંખે છે,પરંતુ સંજોગોવશાત તેના નસીબમાં જ નથી હોતો. પછી યુવાવસ્થામાં એક યુવક પાસેથી પ્રેમ ઝંખે છે,તે પણ તેના નસીબ માં નથી હોતો!! સ્વભાવે ભોળી,સુંદરતામાં રૂપસુંદરીઓને પણ પાછળ પાડી દે તેવી અત્યંત સુંદર, જાણીતી અભિનેત્રી, મબલખ સંપત્તિ વારસામાં મેળવનારી, નિઃસ્વાર્થ પ્રેમ ઝંખનારી વ્યક્તિ પોતાના સોનેરીદિવસો યુવાવસ્થામાં જ્યારે પ્રેમ પાછળ દોડે છે ત્યારે ઝાંઝવાના જળ ની જેમ આ પ્રેમ પણ માત્ર આભાસ સાબિત થાય છે!!વિશ્વરૂપી દરિયામાં તેની પ્રેમની તરસ બુઝાતી જ નથી!! બહુ જ નાજુક વિષયની આ વાર્તા બહુ જ સુંદર શબ્દો માં લખવામાં આવેલ છે. આ તો કેવળ એક કોરી કલ્પના હશે પરંતુ હકીકત માં પણ આવું બનતું હોય છે! અનેક લોકો એવા હોય છે જે અસીમ રૂપ, અખૂટ સંપત્તિ ના સ્વામી હશે પરંતુ પ્રેમ ની બાબતમાં બહુ જ ગરીબ હશે!! આજકાલ લોકો સાચી લાગણી નિઃસ્વાર્થ પ્રેમ ઝંખે છે,પણ આજકાલ પ્રેમ દુર્લભ છે!! આ કળિયુગમાં ઘણી વ્યક્તિઓ એકલવાયાપણું  ક્યાંક ને ક્યાંક તો મહેસુસ  કર...