Skip to main content

 Name: Mehta Vidhi S.

City: Jamnagar.




                             "માં"


"માં" ... એક એવો શબ્દ એક જ અક્ષર નો તો પણ ભરેલો,

પ્રેમ, વાત્સલ્ય, મમતા, વહાલ, વિશ્વાસ, તમામ શબ્દો થી ભરેલો.


"માં" તારું વાત્સલ્ય  જ એવું હંમેશા રહે  અખૂટ,

"માં" એક સંબંધ એવો કે હંમેશા રહે અતૂટ.


"માં" ની  મમતા નો કોઈ નથી આ સંસાર માં તોડ,

"માં" વગર તો આખી જિંદગી લાગે ઓડ.


"માં" ને તેનું બાળક કોઈ પણ ઉંમરે લાગે વહાલું,

હોય કપટી કે વંઠેલ "માં" ને લાગે પોતાનું બાળક વહાલું.


"માં" ના પ્રેમ ની અનુભૂતિ પામવા ભગવાન પણ અવતરે છે ધરતી પર,

ખરેખર "માં" એટલે  સ્વયં ભગવાન નું અલગ સ્વરૂપ જ છે આ ધરતી પર.

Comments

Popular posts from this blog