Skip to main content

Mehndi

 

        હમણાં થોડા દિવસો પહેલા જ મારી ભાણી, મારા જીગરનો ટુકડો અહીં મારી પાસે આવી હતી. બધા વિષયો માં શોખીન  મારી ભણી એ આ મહેંદી મને મૂકી આપી હતી. શૈઇપ મેં દોરી દીધા હતા પણ મહેંદી તેણે મૂકી દીધી હતી!👏7 વર્ષ ની મારી મીઠડી એ મારા હાથમાં મારુ નામ પણ લખી આપ્યું હતું. સૌથી વધુ અત્યારની  મારી જિંદગી ની આ મહેંદી ખૂબ જ ખાસ મહેંદી હતી. કારણકે તે મારી ક્યુટ પરી એ મારું નામ લખીનેમહેંદી મૂકી હતી. 

        દરેક છોકરીની એક ખ્વાહિશ હોય જ કે તેની કોરી હથેળી માં તેના પતિના નામની મહેંદી મૂકે. લગ્ન નો દિવસ તેના માટે ખૂબ જ ખાસ હોય પછી એ છોકરી મોર્ડન હોય કે દેશી!!!!! કોરી હથેળી માં પોતાના પ્રિયતમના નામની મહેંદી મુકવી એ ખરેખર એક ખૂબ જ ખાસ યાદગિરિ હોય છે. પછી કદાચ મહેંદી નો રંગ હાથમાંથી નીકળી જાય પરંતુ મનમાંથી પ્રિયતમનું નામ ભૂંસાય જ ન શકે. 

    આ મહેંદી જોઈને મને પણ એક જ વિચાર આવ્યો કે હું મારા પ્રિયતમના નામના હાથની મહેંદી ક્યારે મુકીશ? ક્યારે મારી આ હથેળી માં vidhi ની સાથે એક અન્ય નામ પણ હશે??ક્યારે આ મહેંદી નો રંગ ખૂબ ઘેરો,પ્રેમનો રંગ હું જોઇશ??  ક્યારે, ક્યારે,ક્યારે?

      સવાલ અનેક છે જેના જવાબ હવે મેં સમય પર છોડી દીધા છે. 

Comments

Popular posts from this blog