Skip to main content

"Marriage" latest trend...

              મેરેજ ની સીઝન પુરજોશ માં ચાલી રહી છે. 

                આજે જ પેપર માં વાંચ્યું કે હાલ બોલિવૂડ માં સેલિબ્રિટીઝ વેડિંગ માં નવો ટ્રેન્ડ શરૂ થયો છે.અત્યંત સાદાઈથી અત્યંત નિકટના સ્વજનોની હાજરીમાં વિવાહ સંપન્ન કરવા. સાચું જ છે !??ભારત માં પર પૂર્વ થી લગ્ન એટલે એક મમોટો તહેવાર કે પ્રસંગ સમજવામાં આવતો. ખૂબ બધા રૂપિયા, હા, ઘણી વાર તો દેવું કરીને પણ વિવાહ કરવામાં આવેછે. એમ પણ ઘણા નાના ગામડાઓમાં તો હજી આ જમાનામાં પણ દહેજ પ્રથા પણ ચાલુ જ છે. 

      લગ્ન એટલે બે વ્યક્તિ નું મિલન, બે પરિવારોનું  મિલન. આ એક સુંદર અને પવિત્ર બંધન છે. આ પવિત્ર બંધન ની પવિત્રતા લોકો ભૂલી ચુક્યા છે. પરસ્પર એક બીજાને વર -વધુ એ આપેલા સાત વચનો નું આ લગ્ન માં ઘણું જ મહત્વ છે અને હા, ફક્ત એ વચનો બોલવા ઓઉરતા જ નહીં, પરતુએ વચનો ને પણ દિલથી આજીવન એક જ વ્યક્તિ ચાહવું એ જ લગ્ન. પરંતુ આજકાલ લોકો છીછરી માનસિકતા ધરાવે છે અને જલ્દી લગ્ન કરી ને જલદી તોડી પણ નાખે છે.લગ્ન દરમિયાન લેવામાં આવતા સપ્તપદી ના વચનો નું મહત્વ કઈ રહ્યું જ નથી. હકીકતમાં  એ વચનો ને જ મહત્વ આપી અને એ જ મહત્વપૂર્ણ રસમ બની રહે એવો ટ્રેન્ડ પ્રચલિત બનવો જોઈએ. 

           કોઈ પણ વ્યક્તિ કે પ્રસંગે સાદગી હમેશા આંખે ઉડીને વળગે છે. સુંદર આકર્ષક દુલ્હન પણ સદગીભર્યા મેકઅપ અને આમ ભારે પણ આમ પેસ્ટલ કલર માં વધુ શોભી ઉઠે છે. તે જ રીતે આજકાલ દુલ્હા-દુલ્હન ના મેચિંગ (સેમ કલરના) કપડાંનો ટ્રેન્ડ છે. સુંદર બેબી પિંક કલર ના કપડાં, લાઈટ પિંક કલરના ગુલાબ નો હાર,  લાઈટ પિંક કલરનો મેકઅપ, લાઈટ પિંક કલરના ચપ્પલ્સ અને દુલ્હ ની લાઈટ પિંક કલરની મોજડી અને લાઈટ પિંક કલરનો મંડપ ખરેખર એક સુંદર ક્લાસિ ટચ આપે!!!!! હવે તો દુલ્હ દુલ્હનનના સ્વજનો  માટે પણ થીમ મુજબ કપડાં નો ટ્રેન્ડ છે. 

        આજકાલ ડેસ્ટિનેશન વેડિંગ નો ટ્રેન્ડ પુરજોશ માં છે. જો કે  સમૃદ્ધ વ્યક્તિઓને આ ટ્રેન્ડ પરવડી શકે, પરંતુ મધ્યમ વર્ગના લોકોને આ ટ્રેન્ડથી દૂર જ રહેવું જોઈએ. 

        ખુદ મારો  પર્સનલ ઓપિનિયન એવો જ છેકે બહું જ સાદાઈથી અંગત લોકોની હાજરી માં આ પવિત્ર પ્રસંગ ને શોર્ટમાં પતાવી ને જે કાંઈ ખર્ચો બચે એમાંથી એ જ કપલ માટે કોઈ સારી તેમની પસંદગીની જગ્યા એ હનીમૂન ટિકીટ ગિફ્ટ આપી શકાય ,તેમને પ્રાઇવસી પણ મળી રહે અને રૂપિયાનો પણ યોગ્ય જગ્યા એ યોગ્ય સમયે સદુપયોગ  થઇ શકે!! ખરું ને?!!

      હાલ ના સમયમાં પ્રી વેડીંગ શૂટ પણ ઘણું પ્રચલિત છે. પોતાના જીવનની સુંદર પ્રેમની એ અનમોલ પળોને કેમેરામાં કેદ કરીને કોઈ પણ કપલ જીવનભર સાચવી રાખવા ઝંખે. એટલે જ હવે આ ટ્રેન્ડ બહુ જ લોકપ્રિય થયો છે. અલગ અલગ પોઝ  ને અલગ અલગ  કોસ્ચ્યુમ માં સુંદર જગ્યા એ લીધેલા ફોટોસ જિંદગી ભરનું સંભારણું બની રહે છે. 

      હલદી સેરેમની એ  કદાચ વર વધુ ને લગ્ન પહેલા નિખારવાનું મહત્વ સમજાવે છે. બંને એકબીજા ના પ્રેમ ના રંગ માં અને હલડી ના રંગ માં ઔર ખીલી ઉઠે છે.એમ કહેવાય છે કે જ્યારે તમે કોઈના પ્રેમમાં હો ત્યારે ચહેરા પર એક સુંદર અલગ જ ચમક અને ગ્લો આવી જાય છે. મન પ્રસન્નચિત બની જાય છે. 

      મહેંદી  સેરેમની માં હાલ તો દુલ્હન અને દુલ્હો બંને પોતાના હાથમાં પોતાના પિયુના નામની મહેંદી મુકાવે છે. હા, હવે તો દુલ્હો પણ  પોતાના હાથમાં પોતાની દુલ્હન નું નામ મુકાવે છે.❤❤❤ કહેવાય છે કે મહેંદી નો રંગ જેમ ઘાટો એટલો જ તમને તમારો પાર્ટનર પ્રેમ કરે!❤દુલ્હનને પોતાના પ્રિય ના પ્રેમનો રંગ પણ ઘાટો જ આવતો હોય છે. 

       સંગીત સેરેમની બંને એક બીજાના પ્રેમના સુંદર અને પવિત્ર ગીત માં  જીવનભર ગૂંથાય જાય! એ સંદેશો આપે છે. બંને ના સુર, લય ,તાલ, અલગ હોય શકે પરંતુ અંતે તો બંનેની સમજાવટ અને સમજદારીથી દાંપત્ય રૂપ સંગીત હર હમેશ સુરીલું જ બની રહે!!!

      લગ્નમાં ફરવામાં આવતા સાત ફેરા, સત વચનો, કન્યાદાન, મંગળસૂત્ર પહેરાવવાની રસમ એ દરેક રસમ એક ખાસ મહત્વ ધરાવે છે. દરેક કન્યાના માતા પિતા એ પોતાની ફુલજેવી દીકરીને ફૂલ ની નજાકત થી ઉછેરી હોય અને હવે એ જ સુંદર ફૂલ ને અન્ય વ્યક્તિ ના હાથ માં જીવનભર સોંપે તેને કન્યાદાન કર્યું કહેવાય. અહીં, કન્યાદાન પણ ઘણું મહત્વ ધરાવે છે. છોકરાવાળા હમેશા પોતાને ઊંચા માને છે પરંતુ  કન્યાદાન વખતે તેમણે પણ હાથ લંબાવી ને કન્યાના માતા પિતા પાસેથી કન્યાને માંગે છે. અને માંગનાર વ્યક્તિ  હમેશા નીચે  હોય છે!!

    લગ્નની દરેક નાની નાની રસમો એક અનેરું મહત્વ ધરાવતી હોય છે. અંતે તો દરેક રસમમાં થનાર પતિ -પત્ની વચ્ચે પ્રેમ નો સંબંધ ગાઢ બને એ જ જરૂરી છે.

     મારા માટે મુજબ કોર્ટ મેરેજ એ સુધી ઉત્તમ મેરેજ પદ્ધતિ છે. સરકાર દ્વારા આ મેરેજ ને કાયદાકીય માન્યતા પ્રાપ્ત થાય છે. સમયનો બચાવ થાય છે, ખર્ચો પણ બચે છે. 

            અંતે તો તમે કેવી રીતે પરણો છોએ નહિ પરંતુ કેવી રીતેસંસાર,પતિ પત્ની નો પવિત્ર સંબંધ કેવીરીતે અને કેટલો લાંબો સમય નિભાવી જાણો

Comments

Popular posts from this blog

Duvidha..

                સુંદર રાત્રિ છે. આજે એક સિરીયલ માં એક છોકરો મસ્ત ડાયલોગ બોલે છે, તેના જીવનમાં અનેક ખૂબસૂરત છોકરીઓ આવી હોય છે, પરંતુ એક જાતની માસૂમિયત કહી શકાય  એ માસૂમિયત માત્ર તેને એક જ છોકરી માં દેખાય છે. તેની એ માસૂમિયત તેને ખૂબ જ આકર્ષિત કરે છે.          એ સીન જોઈને એક જ પ્રશ્ન થાય કે શું કોઈ છોકરા ને મારી, મારા ચહેરા પર ની માસૂમિયત નજરે પડે?? શું કોઈ એવું મળશે કે જે ચહેરા પર ની માસૂમિયત, ભોળપણ, સત્યપ્રિયતા, સાદગી જેવા ગુણ જોઈ શકે?  2024 ના  સમયમાં  ટાઇમપાસ કરવાવાળા અનેક  કપલ ને જોઇને એક જ પ્રશ્ન થાય કે અનેક ખરાબ લુક વાળી છોકરીઓને સારા સારા છોકરા મળી શકે તો મારા માં શું ખામી છે!!?????   અરે કેટલાય કપલ જોઈને એમ થાય કે વાહ, શું  છોકરો છે અને શું ભંગાર એની લાઇફ પાર્ટનર છે!  ઘણીવાર એથી ઉલટું પણ હોય!! મને ઘણી વાર એમ થાય કે જો આ  જ છોકરો મારી સાથે હોય તો  મારી જોડી કેટલી ફાઈન લાગે!?! પણ ના,  ભગવાનજી ને એ ગમતું જ નથી કે મારો કોઈ સારો બોયફ્રેન્ડ હોય!😜 મારા કેસ માં તો ભગવાન પણ મારા પ્રત્યે પઝેસિવ છે 😜😜!         આમ પણ  જે ઘણા પ્રયત્નો કર્યા બાદ મળતું હોય તેની કદર થાય, બાકી  જે  સારા માણસો

Body shaming

         હમણાં એક છોકરો  જોવા ગઈ હતી.  છોકરા ને આમ બધું ઓકે લાગ્યું. પરંતુ બસ જરા હું પાતળી લાગી.  What rubbish!!!           નાનપણ થી જ હું પાતળી છું. પાતળી એટલે કૃતિ સેનોન, આલિયા ભટ્ટ, શ્રદ્ધા કપૂર જેવી કેટેગરી  વાળી. અરે લોકો તું કેટલી પાતળી છો, કેટલી પાતળી છો, કહીને મને એટલું ઇરિટેટ ફીલ કરાવે કે ખરેખર આ શબ્દ જ સાંભળવો ના ગમે!!        આજકાલ લોકો ખાસ કરીને બોયઝ ને જાડી છોકરીઓ ગમતી હોય છે. બોયઝ કદાચ લગ્ન બાબતે સ્વભાવ કે  વફાદારી ચેક નથી કરતા પરંતુ ફેસ, લુક, ફિગર ચેક કરે છે. શું આ જ રીતે છોકરી પસંદ કરતા હોય છે? તો એવા બોયઝ ને કહેવાનું મન થાય કે ભાઈ, તું જેવી ગોતે છે ને   તેવી છોકરી તો કેટલાય ની સાથે ફરી ને આવી હશે!! હા, આજકાલ લોકોને પોતાના રૂપ નું અને દેખાવ નું બહુ ઘમંડ હોય છે!!  અને એ જ રીતે છોકરાઓ છોકરીઓને અને છોકરીઓ છોકરાઓ ને પટાવતી હોય છે. સારી છોકરી કે છોકરો બિચારા ચૂપચાપ બેસી રહે એટલે લોકો તેને  તારા માં તો કંઈ છે જ નહિ એવું સમજી બેસે છે!! અને પાછા લોકો તેને અપમાન કરીને પૂછે, તારા માં છે શું? પછી ખબર પડે કે એ જે માનતા હતા કે કઈ નથી  એ જ  છોકરી કે છોકરો જિંદગીભર એક જ વ્યક્તિ સાથે ,

True relationship 💕