Skip to main content

Posts

Showing posts from July, 2022

માનસિકતા

 ગઈ કાલે એક વાત બની. એક છોકરા છોકરી નો ઈન્ટરવ્યુ ચાલતો હતો. છોકરીએ પૂછ્યું કે જીન્સ પહેરવા ની છૂટ છે?છોકરો કહે કે ના ફક્ત ડ્રેસ જ.. છોકરી કહે ભલે. છોકરી એ શું કરવું જોઈએ જુના વિચાર માટે એને નાપસંદ કરવો કે પસંદ કરવો જોઈએ??           શુ જીન્સ એ ખરાબ છે ? ના જીન્સ જો બરોબર રીતે પહેરવામાં આવે તો આરામદાયક પોશાક છે. એના કરતા તો વધુ દેહ પ્રદર્શન સાડી માં થઈ શકે. તો પણ લોકો જીન્સ પહેરવાની ના પાડે???      શુ છોકરી એ કઠ પૂતળી છે? કે છોકરો એને પોતાના ઈશારા અને ઈચ્છા મુજબ નચાવે?         એક મર્યાદા માં પહેરવામાં આવે તો જીન્સ  એ શરીરના તમામ અંગ ને  ઢાંકે છે  હા ટોપ અંગ પ્રદર્શન કરતુ ના પહેરવું જોઈએ. અને એ જ રીતે જો સાડી ને આપણા શાસ્ત્રોમાં પરંપરાગત પોશાક માનવામાં આવે છે પણ એ જ સાડી ને આજકાલ લોકો અત્યંત ખરાબ રીતે અંગપ્રદર્શન થાય શરીરના અંગો સુંદર રીતે કોઈ પણ વ્યક્તિ ને જોવા આકર્ષે  એ રીતે પહેરવામાં આવે છે. ખાસ કરીને મોડેલ અને એક્ટ્રેસ અને યસ જે ખુદ પોતાના મનમાં પોતાને એક મોડેલ અને એક એક્ટ્રેસ માનતી હોય તે..            અંગત રીતે મારું માનવું છે કે તમે કોઈ સ્ત્રી ને એક લાઇફ પાર્ટનર તરીકે પસંદ કરો ત્યાર

Marriage rituals

                       લગ્ન સમયે વરરાજાના ખભા પર સફેદ કપડું મુકવામાં આવે છે જેનો એક છેડો કન્યાના પલ્લું સાથે ફેરા ફરતી વખતે ગાંઠથી બાંધવામાં આવે છે જેને ગઠબંધન કહેવાય છે. જેમાં સિક્કો, હળદર, ફૂલો, દુર્વા અને ચોખાને કાપડમાં રાખી ગાંઠ મારવામાં આવે છે. જેનો મતલબ થાય છે કે ધન પર પતિ કે પત્ની કોઈ એક માત્રનો અધિકાર નહિ હોય, ધન ખર્ચના બંનેની સંમતિ આવશ્યક છે. ફૂંલ નો મતલબ છે વરવધુ આજીવન એકબીજા માટે ફૂલોની જેમ સુગંધિત બની રહેશે. હળદર સ્વાસ્થ્યનું પ્રતીક છે. ચોખા નો મતલબ છે અનાજ ભલે પતિ કમાવી લાવે, ને રસોઈ ભલે પત્ની બનાવે પણ ભોજન પર બંનેનો સમાન અધિકાર રહેશે. દુરવાનો અર્થ છે નિર્જીવ ન થનારી પ્રેમભાવના. જે પ્રકારે દુર્વાનુ જીવન તત્વ નષ્ટ થતું નથી તેમ વર-કન્યા એકબીજા માટે મધુર અને આત્મીય બની રહે છે.

પ્રેમ

 જ્યારે તમે સ્ત્રીથી કશું છૂપાવી ના શકો,  ત્યારે સમજવું કે તમે તે સ્ત્રીના પ્રેમમાં છો.. बिना छुए भी  किसी को स्पर्श करना यही तो सच्ची मोहब्बत है કેટલીક  પીડા  કશુંક ગુમાવ્યાની નથી હોતી પણ  છેતરાયાની હોય છે..😕

6th July

                       આજે 6 જુલાઈ છે, મારા સૌરાષ્ટ્રમાં માં લગભગ 5 દિવસમાં ભારેથી અતિભારે વરસાદ ની આગાહી છે, જસ્ટ હમણાં જ મારા જામનગર માં વરસાદે વિરામ લીધો, બસ થોડા જ સમય પૂરતો બ્રેક હો!  અરે, વરસાદ ને પણ આટલું વરસ્યા પછી એક નાનો બ્રેક તો જોઈએ જ ને! સૂર્યદેવતા એ દર્શન આપ્યા છે પણ બહુ જ જલ્દી વર્ષારાણી ની કૃપા વરસશે😀😀😊 વરસાદ ની રાહ છે અને સૂરજ ને પણ ગુમાવવો નથી. બસ આવું જ તો છે બધાનું! કોઈએ કશું જ ગુમાવવું નથી. પણ એક બહુ જ  સાદો પ્રકૃતિનો નિયમ છે કંઈક પામવા કંઈક ગુમાવવું પડે છે, દરેક માણસ એક જ સમયે બધું જ  સુખ નથી પામી શકતો! !!!