આજે 6 જુલાઈ છે, મારા સૌરાષ્ટ્રમાં માં લગભગ 5 દિવસમાં ભારેથી અતિભારે વરસાદ ની આગાહી છે, જસ્ટ હમણાં જ મારા જામનગર માં વરસાદે વિરામ લીધો, બસ થોડા જ સમય પૂરતો બ્રેક હો! અરે, વરસાદ ને પણ આટલું વરસ્યા પછી એક નાનો બ્રેક તો જોઈએ જ ને! સૂર્યદેવતા એ દર્શન આપ્યા છે પણ બહુ જ જલ્દી વર્ષારાણી ની કૃપા વરસશે😀😀😊 વરસાદ ની રાહ છે અને સૂરજ ને પણ ગુમાવવો નથી. બસ આવું જ તો છે બધાનું! કોઈએ કશું જ ગુમાવવું નથી. પણ એક બહુ જ સાદો પ્રકૃતિનો નિયમ છે કંઈક પામવા કંઈક ગુમાવવું પડે છે, દરેક માણસ એક જ સમયે બધું જ સુખ નથી પામી શકતો! !!!
This is my blog where i share my thoughts..
Comments
Post a Comment