Skip to main content

માનસિકતા

 ગઈ કાલે એક વાત બની. એક છોકરા છોકરી નો ઈન્ટરવ્યુ ચાલતો હતો. છોકરીએ પૂછ્યું કે જીન્સ પહેરવા ની છૂટ છે?છોકરો કહે કે ના ફક્ત ડ્રેસ જ.. છોકરી કહે ભલે. છોકરી એ શું કરવું જોઈએ જુના વિચાર માટે એને નાપસંદ કરવો કે પસંદ કરવો જોઈએ?? 

         શુ જીન્સ એ ખરાબ છે ? ના જીન્સ જો બરોબર રીતે પહેરવામાં આવે તો આરામદાયક પોશાક છે. એના કરતા તો વધુ દેહ પ્રદર્શન સાડી માં થઈ શકે. તો પણ લોકો જીન્સ પહેરવાની ના પાડે???

     શુ છોકરી એ કઠ પૂતળી છે? કે છોકરો એને પોતાના ઈશારા અને ઈચ્છા મુજબ નચાવે?

        એક મર્યાદા માં પહેરવામાં આવે તો જીન્સ  એ શરીરના તમામ અંગ ને  ઢાંકે છે  હા ટોપ અંગ પ્રદર્શન કરતુ ના પહેરવું જોઈએ. અને એ જ રીતે જો સાડી ને આપણા શાસ્ત્રોમાં પરંપરાગત પોશાક માનવામાં આવે છે પણ એ જ સાડી ને આજકાલ લોકો અત્યંત ખરાબ રીતે અંગપ્રદર્શન થાય શરીરના અંગો સુંદર રીતે કોઈ પણ વ્યક્તિ ને જોવા આકર્ષે  એ રીતે પહેરવામાં આવે છે. ખાસ કરીને મોડેલ અને એક્ટ્રેસ અને યસ જે ખુદ પોતાના મનમાં પોતાને એક મોડેલ અને એક એક્ટ્રેસ માનતી હોય તે.. 

          અંગત રીતે મારું માનવું છે કે તમે કોઈ સ્ત્રી ને એક લાઇફ પાર્ટનર તરીકે પસંદ કરો ત્યારે એક જીવંત વ્યક્તિ ને સામાજિક રીતરિવાજો સાથે લગ્ન કરી નેં ઘરે લઈ આવ્યા છો તો  તે વ્યક્તિ ને આઝાદી આપો. બદલામાં એ વ્યક્તિ  તમને પણ આઝાદી આપશે. અને આઝાદી મળ્યા બાદ તમારો બોન્ડ વધુ મજબૂત બનશે. 

         કપડાં ને લગ્ન માટે પસંદ કરવા માટે ઉમેદવાર માટે માપદંડ ના બનાવો. તમારી માનસિકતા ને સંકુચિત નહિ પરંતુ ઉદાર બનાવો. યાદ રાખજો તમે તમારી પત્ની ને જો આઝાદી આપશો તો એના મનમાં તમારું માન અનેકગણું વધી જશે. 

      આઝાદી આપવાના બદલામાં અનેક ગણું માન સન્માન અને પ્રેમ  મળે તો બોસ તમે કોઈ ખોટ નો સોદો નથી કરી રહ્યાં. 

        All d best ..


Comments

  1. Ha aevu Bantu hoi chhe

    Ane je job aape chhe aena niyamo potana hoi chhe aapde follow kri ski to j accept krai

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

 
 Today i watched A gujju movie LAGAN LAGI RE .          Amazing movie.. but one thing i still dont get it that are coincidences give us some signs?? Do universe give us some signs ? Many times the universe  trying to give some hints but we interpret it according to our thoughts.         Sometimes co incidences are just happen randomly but we take it seriously.          Just small thought erase ur worries"Go with the flow". 

આજનો રવિવાર..

          દરેક દિવસ આપણી લાઈફમાં એક અલગ યાદ મૂકીને જતો હોય છે. આજનો દિવસ પણ કંઈક એવી જ રીતે મારે માટે યાદગાર રહ્યો.         સામાન્ય દિવાસની  જેમ આજે પણ હું શાંતિથી મારી મમ્મી એ સોંપેલ કામ,શાકભાજી લેવાનું કામ માટે ઘર ની બહાર ગઈ.  થોડે દુર  જ શાક વાળા ભાઈ હોય છે. તો આજે એક ગલીમાં ગઈ હજુ શાંતિ થઈ જતીહતી ત્યાં એક કૂતરું રસ્તા માં આવ્યું અને મને  બટકું ભરવાની ટ્રાય કરી. મારા પોતાના પુણ્ય કે મારા વેલ વિશેર ની દુઆ થી મેં સદનસીબે આજે ફૂલ સ્લીવ નું ટોપ પહેર્યું હતું,  એથી હું બચી ગઈ, જસ્ટટોપ જ ખરાબ થઇ ગયું, બાકી જો મેં સ્લીવ લેસ ટોપ પહેર્યું હોત તો આજે અત્યારે હાલ માં હુ હોસ્પિટલ માં ઈન્જેકશન લાઇ રહી હોત!!! આને શુ કહેવું?!? કદાચ હું માનું કે ના માનુ પણ આ કદાચ એક ચમત્કાર જ કહી શકાય. બાકી આજે હું સ્લીવ લેસ જ ટોપ પહેરવાની હતી,પણ અંત સમયે એ વિચાર મુક્યો અને  બીજું ટોપ પહેર્યું.જો ફુલ સ્લીવ ટોપ ના પહેર્યું હોત તો  આજે જખમી હોત!! કારણકે કુતરા એ મારું ટોપ ખરાબ રીતે ફાડી નાખ્યું હતું. એના તિક્ષ્ણ દાંત નો શિકાર હું નહિ, ...