નિરોધ અવની અને મૌલિક એક જ કોલેજ માં, પ્રથમ વર્ષમાં સાથે ભણતા હતા,એક બીજાને ખૂબ પ્રેમ કરતા.યૌવનના ઉન્માદમાં એક વખત બંનેએ તમામ સરહદો પાર કરી લીધી. એક વાર ની મજા અનેક વાર ની મોજ બની ગઈ. અવની ઘણી વાર મૌલિક ને કહેતી, મને આ નિરોધ વગરનું નથી ગમતું, મને બીક લાગે છે. મૌલિક હમેશ ની જેમ કહેતો, મને આ નિરોધ-અવરોધ સાથે નથી ગમતું, પછી લાડ લડાવતા બોલતો, જાનેમન, રોમાન્સ સમયે મને કોઈ જ અવરોધ ન ગમે. થોડા સમય પછી એક દિવસ સવારે અવની ને ઉલ્ટી થવા લાગી, અવનીને પેટમાં દુખાવો થવો લાગ્યો, તેના પીરિયડ્સ મિસ થઈ ગયા, આખરે યૌવન ની મજા એ અસર દેખાડી!! અવની એ ગભરાતા મૌલિક ને કહ્યું, મૌલિકે નફ્ફટ જવાબ આપ્યો, "એ વાત ની શુ ખાતરી કે આ બાળક મારુ જ છે? તું મારી સાથે આવતી એમ બીજા ની સાથે પણ મોજ માણતી હોઈશ!!!" અવની પર આભ તૂટી પડ્યું. દિલ તૂટે છે ત્યારે કોઈ અવાજ નથી થતો. બસ આંખ માં આંસુ બની ને વહી જાય છે. મૌલિકે ઓછું હોય તેમ સંભળાવ્યું, આ લે, રૂપિયા, નિકાલ કરવી આવજે. એક છોકરી જ્યારે કોઈ છોકરાને પ્રેમ કરેછે , તેના પર વિશ્વાસ રાખીને સર્વસ્વ અર્પણ કરે છે અને બદલામાં તેને અપમાન...