દરિયો.. મને હમેશા બાળપણથી દરિયો પોતાની તરફ બહુ જ આકર્ષિત કરે છે.પ્રકૃતિ અને કુદરતની સમીપ રેહવું એ પણ એક લ્હાવો છે. જિંદગી માં અનેરી ખુશી પ્રકૃતિની સમીપ રહેવાથી જ મળે છે. ઊંચી ઊંચી ભરતી-ઓટ દ્વારા દરિયાનું પાણી ઊંચે ઉછળે છે અને પછી ફીણ ફીણ થઇ ને પથરાય જાય છે આ દરિયા એ પણ કંઈ કેટલુંય પોતાની અંદર સમાવેલ છે. સમગ્ર દરિયાઇ જીવ સૃષ્ટિ તેની અંદર સમાયેલ છે. અનેક રંગી અને અનેક પ્રકારની માછલીઓ,કાચબા,શેવાળ, તથા અન્ય અસંખ્ય અગણિત જીવો આ દરિયામાં આશ્રિત છે. સમુદ્ર અમાપ અને ઊંડો હોય છે. પોતાની અંદર અનેક રહસ્યો ને પચાવી જાણ્યા છે. સમુદ્ર માં ઉઠતી લહેરો,ભરતી-ઓટ જોવાનો લહાવો અનેરો છે. બહુ નાની હતી જ્યારે હું દ્વારકા ગઈ હતી,ત્યાંનું ભડકેશ્વર મહાદેવ નું મંદિર ખૂબ જ સરસ છે હમણાં તો નથી ગઈ પણ ત્યારની સ્મૃતિમાં કંઇક આછું યાદ આવે છે કે ત્યાં બહુ ઊંચી ભરતી-ઓટ થાય છે,કદાચ સમુદ્રની વચ્ચે જ એ મંદિર આવેલ છે.દરિયા ના પણ અલગ અલગ રૂપ હોતા હોય છે. ક્યાંક બિલકુલ શાંત દરિયો,ક્યાંક તોફાની દરિયો, ક્યાંક સામાન્ય વ્યક્તિ પણ દરિયાકિનારાનો આનંદ માણી શકે,તો ક્યાંક દરિયો એટલો ભયાવહ હોય કે જાહેર જનતા માટે ત્યાં જવાની પ...
This is my blog where i share my thoughts..
Comments
Post a Comment