લગ્ન સમયે વરરાજાના ખભા પર સફેદ કપડું મુકવામાં આવે છે જેનો એક છેડો કન્યાના પલ્લું સાથે ફેરા ફરતી વખતે ગાંઠથી બાંધવામાં આવે છે જેને ગઠબંધન કહેવાય છે. જેમાં સિક્કો, હળદર, ફૂલો, દુર્વા અને ચોખાને કાપડમાં રાખી ગાંઠ મારવામાં આવે છે. જેનો મતલબ થાય છે કે ધન પર પતિ કે પત્ની કોઈ એક માત્રનો અધિકાર નહિ હોય, ધન ખર્ચના બંનેની સંમતિ આવશ્યક છે. ફૂંલ નો મતલબ છે વરવધુ આજીવન એકબીજા માટે ફૂલોની જેમ સુગંધિત બની રહેશે. હળદર સ્વાસ્થ્યનું પ્રતીક છે. ચોખા નો મતલબ છે અનાજ ભલે પતિ કમાવી લાવે, ને રસોઈ ભલે પત્ની બનાવે પણ ભોજન પર બંનેનો સમાન અધિકાર રહેશે. દુરવાનો અર્થ છે નિર્જીવ ન થનારી પ્રેમભાવના. જે પ્રકારે દુર્વાનુ જીવન તત્વ નષ્ટ થતું નથી તેમ વર-કન્યા એકબીજા માટે મધુર અને આત્મીય બની રહે છે.
This is my blog where i share my thoughts..
Wao ur information is very important ☺☺☺🙏
ReplyDelete